________________
૨૧૦
ધર્મિલકુમાર રાસ
રૂપ દેખીને રાજી થાય, મોહિત થાય, સારાનરસાંની પરીક્ષા કરે નહીં, ને ભોટ જેવા ભરથાર મળી જાય તો શું થાય? રૂપના રૂડા હોય, પણ તેનામાં કંઈ જ ન હોય તો જન્મારો સારોયે ઝૂરી ઝૂરીને પૂરો કરવો પડે. માટે તું પૂરેપૂરો વિચાર કર. ઉતાવળી ન થતી. //રરા.
વળી કહેવાય પણ છે કે આચારથી કુળ જણાય. હાવભાવથી પ્રેમ પરખાય. શરીર જોઈને ભોજનની વાત જણાઈ જાય. એટલે શરીરે સૂકલડો હોય તોયે જણાય. સ્થૂલ (જાડો) હોય તો પણ જણાય. એટલે શરીર ઉપરથી કળી શકાય કે તે શું ખાતો હશે. તો વાર્તાલાપથી સર્વકલા જણાય છે. ll૧૩ll વળી બેટી ! આવા સંયોગોમાં જો ઘર તરફ પાછા ફરશું તો સૌ જન સગાંવહાલાં પરિવાર આદિ સૌ વચ્ચે. આપણી હાંસી થશે. તે કારણે તને હૈયામાં ઘણું દુઃખ થશે. તારાં માતા-પિતા-ભાઈ-ભાભી આદિ તને મેણાંટોણાં મારશે. તે સૌ પરાભવ સહન કરતાં તારું જીવિત-જીવતર દુઃખની ખાણ જેવું થશે. ૨૪ll
બીજું પણ સાંભળ ! આપણે આને બોલાવશું. એની સાથે વાર્તાલાપ કરશું. તેમ કરતાં તે કેવા પ્રકારનો જવાબ આપે છે ? તે ઉપરથી આપણને ખબર પડી જશે કે તે કેવો હોંશિયાર ચતુર છે. દેશકલા-કુળ વગેરે પણ જણાઈ જશે. પછી વિચારીને તેનો તોલ કરશું. ૨પા માટે હમણાં તું શાંતિ રાખ: ઉતાવળી ન થઈશ. તેલ જો, તેલની ધાર જો. આ રીતે ધાવમાતા આશ્વાસન આપી રહી છે. આ પ્રમાણે આ ત્રીજા ખંડને વિશે રસાળ એવી તેરમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજય મહારાજ કહે છે કે હવે તપના પ્રભાવે કુંવરનો પુણ્યોદય કેવો પ્રગટ થાય છે તે જુઓ. ll૨૬ll
ખંડ - ૩ઃ ઢાળ - ૧૩ સમાપ્ત
-દોહા :ધાવ વચન સુણી શીખનાં, ખેદ ભરી અકળાય; મન ચિંતે સંકટ પડી, વાઘ નદીને ન્યાય. ૧* તરૂ અંતર કુમારે સુણી, વાત ઉભયની ત્યાંહી, ચિંતે ચિત્ત જોઉં પારખું, દેવ વચનનું આંહી. રા. સખી સાથે બોલાવતી, તસ કુમરી તેણી વાર; , છે તુમ કોણ દેશ કુલ, કેમ અમ સાથ વિહાર. Hall કોણ દેશ જવા તણો છે તમાચો ઉદ્દેશ,
શાસકળા શી શી ભયા, કહો એ વાત અશેષ. IIકા ધાવમાતાની શીખ સાંભળીને તે કુંવરી મનમાં ઘણું ખેદ પામી. મનમાં અકળાઈ પણ રહી છે. પણ કરે શું? “વાઘ-નદીના ન્યાયે” ખરેખર ! હું તો સંકટમાં પડી છું. પણ હવે કરવું શું? જવું પણ
ક્યાં? કંઈ સૂઝતું નથી. ૧જે વૃક્ષ નીચે વાત ચાલતી હતી. તે જ વૃક્ષની (પાછળ) આડે ઊભેલા ધમિલે પણ આ વાર્તાલાપ સાંભળ્યો. તે સાંભળી મનમાં વિચારે છે કે “દેવવચનનું પારખું” અહીં જોવા મળશે. //રા
ધર્મિલની ઓળખાણ - આ પ્રમાણે વિચારીને ધમિલ તરત જ વૃક્ષઓથેથી બહાર આવી તેણીની સન્મુખ આવીને ઊભો. સામે જ આવી ઊભો એટલે કંઈક તો વાત કરવી પડે. અકળાયેલી કુંવરીએ