________________
ખંડ - ૩: ઢાળ - ૧૧
ધનશ્રીને પતિમિલન :- ત્યારે વિનયંધર (સમુદ્રદત્ત) વિચારવા લાગ્યો. સતી બરાબર છે. એકદા વિનયંધરે ધનશ્રીને પૂછતાં પૂછી નાંખ્યુ રે ! તારું સાસરું ક્યાં આગળ છે ? જ્યાં પ્રશ્ન પૂછ્યો ત્યાં સતી સ્ત્રીનું હૈયું પીગળી ગયું. ઢીલી પડી ગઈ. પોતાનો આપ્તજન સમજીને સતીએ પોતાની સઘળી વાત પહેલેથી બધી જ કહી. કહેતાં કહેતાં તેનું હૈયું ભરાઈ જતું હતું. આંખેથી અશ્રુધારા પણ વહેતી હતી. વળી સ્વસ્થ થઈને વાત પૂરી કરી દીધી. ।।૨૩। વિનયંધરને પણ સાંભળીને કરુણા આવી. સાંભળતાં તે પણ ગદ્દગદિત થયો. ધીરે રહીને પોતે કહ્યું. “તારા પિયુનો હું મેળાપ કરાવી આપું.” (પોતે જ પતિ હતો) તે સાંભળી સતી બોલી કે “હે કરુણારસિક ! તું મારા પતિનો મેળાપ કરી આપીશ તો મોટું ઇનામ આપીશ. વળી તારી આબરૂ પણ વધારીશ. તરત જ તે વિનયંધર ત્યાંથી પોતાના ગામ ઉજ્જૈણી નગરી ગયો. પોતાની કાપડીનું રૂપ બદલી નાંખ્યું. અસલી રૂપે સમુદ્રદત્ત નામે પિતાને માતાને મળ્યો. ઘણાં વર્ષો બાદ દીકરો ઘેર આવીને મળ્યો. જેથી ઘણા હર્ષ પામ્યા. પુત્રને પૂરો ઓળખી લીધો. પુત્ર મળ્યાની ખુશાલીમાં સગાં કુટુંબમાં નગરજનોને વગેરેને ઘણો આનંદ થયો. સાગરચંદ્રે પોતાના વેવાઇ ધનસાર્થવાહને ગિરિનગરીએ પણ આ શુભ સમાચાર મોકલી દીધા. ને તરત જ ધનશ્રીને તેડવા માટે અહીંથી આણું મોકલ્યું. ॥૨૪॥
૧૯૫
શુભ સમાચાર મળતાં ધનસાર્થવાહ, ધનશ્રી દીકરીને સાથે લઈને ઉજ્જૈણી નગરીમાં આવ્યા. મોટા મહોત્સવપૂર્વક તે બંનેના લગ્ન કર્યાં. દંપતી પોતાના આવાસમાં રહ્યાં સુખોને ભોગવે છે. સ્નેહપૂર્વક વાતો કરતાં ધનશ્રી સમુદ્રદત્તને કહે છે કે “સ્વામી ! તમને શોધવા તે બિચારો વિનયંધર ગયો છે. પણ હજુ પાછો આવ્યો નથી. તે સાંભળી શ્રેષ્ઠીપુત્ર હસવા લાગ્યો. હસતાં હસતાં કહે છે. હે પ્રિયા ! વિનયંધરનું ઇનામ મને જ આપી દે. II૨૫। ધનશ્રી બોલી ! “સ્વામી ! વિનયંધરનું ઈનામ તમને શા માટે આપું ? તમે વિનયંધરને ઓળખો છો ? એ જ્યારે આવશે ત્યારે આપીશ. સમુદ્રદત્ત હવે ખુલાસો કરતાં કહે છે હે ! પ્રિયે ! વિનયંધર હું જ છું એમ જ સમજને. એ પ્રમાણે કહી પછી વિનમંધર સંબંધી પોતાની સઘળી વાત કહી. તેણી પણ તે વાત સાંભળી આશ્ચર્ય પામી. શીલના પ્રભાવે પતિને મેળવીને ધનશ્રી મહાસુખી થઈ.
આ રીતે પ્રેમરસ ભરેલી પ્રિયાની પ્રાપ્તિમાં બંનેનો પ્રેમ-સ્નેહ કે પ્રીત ક્ષીર-નીરની જેમ એકરસ થયો. હે ગુરુદેવ ! (કથા પૂરી કરતાં) ધમ્મિલ કહે છે. આ રીતે સર્વત્ર સર્વ સ્ત્રીઓ એક સરખી હોતી નથી. જગતમાં ધનશ્રીની જેમ ઘણી સ્ત્રીઓ ઉત્તમ હશે. “બહુરત્ના વસુંધરા.' આ રીતે શુભવીરવિજયજી મહારાજના વચનરસે કરીને, ધમ્મિલકુમારના રાસના ત્રીજા ખંડની દશમી ઢાળ પણ સુંદર રાગમાં સુંદર રીતે કહી. ।।૨૬।।
ખંડ - ૩ : ઢાળ - ૧૦ સમાપ્ત -: દોહા :સર્વ વસા સરખી નહિ, કહે ધમ્મિલ કુમાર, સંસારે સતીઓ ઘણી, તિમ ઘણી કુલટા નાર. ॥૧॥ વારણ વાજી લોહ જડ, કાષ્ટ ઉપલ નરનાર, વજ્ર નવમ બહુ અંતરૂ, સરખાં નહીં સંસા૨ ॥૨॥