________________
૧૯૪
ધમ્પિલકુમાર રાસ જોડીને પગમાં પડ્યો. ને કહેવા લાગ્યો. હે મિત્ર? મારી વાત સાંભળ ! આજીજી કરતાં કહે છે કે મને ધનશ્રી સાથે મેળાપ કરાવી આપ. તારો ઉપકાર નહીં ભૂલું. વિનયંધર કહે. રે મિત્ર ! હું તેને વાત કરીશ. સમજાવીશ. માને તો ભલે. બાકી હું તો તેના ઘરનો એક નોકર છું. મારું શું ચાલે ? II૧ી
વિનયંધરે આવીને ડિડિર કોટવાળની વાત ધનશ્રીને કહી. તે વાત સાંભળી તે બોલી. “રે ! નમાલા ! બાયલા ! પારકી લાંચ ખાનારા! આવી વાત જો કરીશ તો મારી ગાળો ખાઈશ. તું ગાળો ખાશે અને તે પણ ખાશે. લાંચ ખાધી લાગે છે. રે ! તને ધિક્કાર છે. મારા કંત વિના આ દુનિયામાં જેટલા પુરુષો છે તે સઘળાયે મારે મન બાંધવો છે. મારાથી મોટા હોય તે પિતા તુલ્ય છે. ll૧૮ સતીની વાત સાંભળી, વિનયંધર કહે છે રે બાઈ ! મેં વાત કરી. તમને સુખી કરવા. તક આપી. તો તમે તો મારે જ માથે પડ્યાં. બીજે દિવસે તલારે પૂછ્યું. “મિત્ર ! મારી વાત તે તે સ્ત્રીને કરી ? શું તેણે મારી વાત માની? શું તે પાંશરી થઈ ? (સીધી વાત માની ગઈ ?) ત્યારે વિનયંધરે કહ્યું..... મિત્રો ! ઉતાવળે આંબા ન પાકે. બધી વાત ધીમે ધીમે થશે. ઉતાવળો ન થા ! ધીરજ ધરવી પડશે. ધીરજનાં ફળ મીઠાં...વિનયંધર ઘેર આવ્યો. ને મોઢું ચઢાવી દીધું. ધનશ્રી સમજી ગઈ કે હવે આ તો પેલા કોટવાળના સંગે ચડ્યો લાગે છે. આજે બોલતો પણ નથી. ઠીક ! છતાં તેણીએ બોલાવીને કહ્યું. રે ! તને મિત્ર સારો મળ્યો છે. ખોટા માર્ગે ચડાવે છે. તે દુર્જન છે. તું પણ...! આ કોટવાળનો સંગ શા માટે કરે છે? છતાં તેને કંઈ અસર ન થઈ. ત્રીજે દિવસે પણ વિનયંધરે મૌન ધારણ કર્યું. હવે ધનશ્રી તેનું આવું વર્તન જોઈને નાસીપાસ થઈ. તે બોલતો નથી. તે ધનશ્રીને ગમતું નથી. તેથી તેણે કહ્યું કે “તારો તે મિત્ર કોટવાળ મને કેટલી સોનામહોર આપશે ?” રવા
વળી કહે છે કે જો તારો મિત્ર એક લાખ સોનામહોર લઈને અશોકવનમાં રાત્રિએ આવે તો હું તેને મળીશ. જા તું તેને કહેજે. અને લઈ આવજે. જયાં ધનશ્રી આટલું બોલી તો વિનયંધર ઘણો હર્ષ પામ્યો. અને કોટવાળ પાસે પહોંચી ગયો. કોટવાળને ખુશીના સમાચાર આપ્યા. હવે કોટવાળ એક લાખ સોનામહોર લઈને તે જ રાત્રિને વિશે પોતે એકલો જવા નીકળ્યો. પહોંચી પણ ગયો. જ્યારે ધનશ્રી પણ શણગાર સજીને તૈયાર થઈને ત્યાં આવી. ત્યાં આગળ પોતે એક સિપાઈને તૈયાર કરીને પોતે જતાં પહેલાં અગાઉ મોકલી દીધો હતો. રવો એ સુભટ સૈનિકના હાથમાં ખડ્ઝ આપ્યું હતું. તે સુભટ તે રાત્રિને વિષે છુપાઈને રહેલો હતો. ધનશ્રી તૈયાર થઈને ત્યાં પહોંચી. તલાર રાહ જોઈને ઊભો છે. મીઠી મીઠી વાતો કહી. ધનશ્રીએ કોટવાળને મદિરા પણ આપી. તેણે પીધી. તે મદિરા પીતાંની સાથે જ ત્યાં અચેતન પામ્યો. મદિરા એવી ચડી કે તે બેભાન થઈ ગયો. ગુપ્ત રહેલા સુભટને બોલાવ્યો. તે સુભટે કોટવાળને ખગ થકી હણી નાંખ્યો. વિનયંધર પણ ત્યાં આવ્યો હતો. હણેલા કોટવાળને જોઈને સતી બોલી રે ! નીચ ! તું આજ દાવનો હતો. પછી વિનયંધરને કહેવા લાગી. રે ! નીચ, સંગી ! તને પણ હણી જ નાંખું ! ફરી આવી વાતોમાં ફસાય નહીં. તેનો કોપ જોઈને વિનયંધર ધ્રૂજવા લાગ્યો. ધ્રૂજતાં ધ્રૂજતાં બોલે છે રે ! મને ના હણીશ. હવે હું આવું કામ કદી નહીં કરું ! /રરા.
તરત જ ધનશ્રીએ વિનયંધરને હુકમ કર્યો. આ નીચને ઉપાડ. જા તેને કૂવામાં નાંખી દે. વિનયંધરે જાણ્યું કે આ સ્ત્રી જેવી તેવી નથી. સતી છે. તેના સ્વરૂપને બરાબર જાણ્યું. જગતની બધી સ્ત્રીઓ આવી જ હોય. તે વાત જે મનમાં ઠસી હતી તે નીકળી ગઈ. સતીનો હુકમ સ્વીકારી કોટવાળના મૃતકને ઉપાડી કૂવામાં નાંખી આવ્યો. ઝેર અને સતીનાં ક્યારેય પારખાં ન કરાય.