________________
૧૯૨
ધમિલકુમાર રાસ
જે ખીચડીની ખબર પડે કે કાચી છે કે ચડી ગઈ છે. તેમ આ પરૂણાની મને પહેલેથી જ ખાત્રી થયેલી છે. લગ્નચોરીમાં પકડીને બેસાડ્યો. જે સ્ત્રી છોડીને, મોઢું છૂપાવીને, દૂર દૂર ભાગી ગયો. બેન ! તારી ઊછળતી આ યુવાનીને દિવાની બનાવી, સળગતી મૂકી, ચાલી ગયો. /રા
નામરદ (મરદમાં નહીં – મર્દાનગી નથી જેનામાં એવો તે) એવા તેણે, તને પરણીને ઘણું ખરાબ કર્યું. ભૂરું કર્યું. વળી. નાગો એવો તે. (લાયકાત વગરનો) રાતોરાત તને છોડીને ભાગી ગયો. તેથી ભૂંડામાં વધારે ભૂંડું કર્યું. હે કુલવંતી ! પોતાના ઘરે પતિ હોય તો તેની સાથે ખેલતી હોત. અથવા પતિ સાથે હસતી ખેલતી હોત. પણ હવે તે તો નથી. તો શું કરીશ? સખી કહે છે કે ગુરુ પાસે ભણો ! પ્રયોજન વિના બીજા કોઈ સાથે વાતમાં ભાગ લેવો નહિ. અર્થાત્ જયાં ત્યાં જેની તેની સાથે સંબંધ રાખવો નહીં. Iી સખીની વાત ધનશ્રીને ગમી. અને તે પ્રમાણે હવે ગુરુજી પાસે (ત્યાં બિરાજમાન હતા તે) ભણવા લાગી. આડાઅવળા સંબંધોને તિલાંજલી આપી. ક્યારેક એકલી પડી જાય. ત્યારે પ્રીતમની યાદ આવી જાય. આંખેથી વરસાદ વહાવી દેતી. જે કોઈને જાણ થતી નહોતી. પોતાના સ્વામીનો ખેદ કરવાનો પણ મૂકી દીધો. તે વાતને બાર બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. ધનશ્રીએ પોતાના આત્માને ધર્મ તરફ ઢાળ્યો. પિતાને ઘેર રહેલી છે. જ્યારે સમુદ્રદત્ત ક્યાંથી ફરતો ફરતો ગિરિનગરીમાં આવી ચડ્યો. કોણ ઓળખે ? છતાં પોતે કાપડીનો વેષ ધારણ કર્યો છે. નખ વધારીને મોટા બનાવ્યા છે ને નટના જેવા ઊડતા ને આડાઅવળા વાળ રહેલા છે. ||જા.
સમુદ્રદત્તનો વેશપલટો - ધનસાર્થવાહ શ્રેષ્ઠીનો સુંદર મઝાનો બગીચો છે. કાપડી નગરમાં ફરતો તે બાગમાં જઈ પહોંચ્યો. શ્રેષ્ઠી પોતે બાગમાં ફરતા હતા. તેમને જોઈને કાપડીના વેષમાં સમુદ્રદત્તે પૂછ્યું...શેઠજી ! આ તમારા બાગમાં રહેલાં વૃક્ષોના રખવાળ તરીકે રહું. વૃક્ષોની બરાબર રખવાળી કરીશ. શેઠ કહે - હા ! નોકરી તમે કરો. પણ બદલામાં (પગાર પેટે) શું લેશો ? કાપડી કહે. શેઠજી ! જુઓ ! મારું નામ વિનયંધર છે અને મને હમણાં પેટપૂરતું ખાવા જેટલું આપજો . ./પી. હમણાં એટલું આપો. પછી નોકરીમાં મારું કામ તમે જોજો. મારું કામ જોઈને ખુશી થાય તો તે રીતે વધારે આપશો. શેઠને આ વાત બરાબર મગજમાં બેસી ગઈ. દિલમાં રૂચી ગઈ. કાપડીની હોંશિયારીથી બગીચાનું કામ લીધું. થોડા દિવસમાં બાગ સુંદર અને વળી વધારે મઝાનો ખીલી ઊઠ્યો. શેઠને પણ આ વિનયંધરનું કામ જોઈને તે વધુ ને વધુ નજરમાં આવી વસ્યો. //દી :
તે (શેઠ) સમજી ગયા છે કે આ ઘણો હોંશિયાર અને વિદ્યાવાળો છે. નગરના રાજાને જાણ થશે કે શેઠને ત્યાં કોઈક વિદ્યાવંત માળી તરીકે રહેલો છે, તો અવશ્ય બોલાવી લેશે અને પોતાના દરબારમાં નોકરીએ રાખી લેશે. આ વિચાર આવતાં વિનયંધરને સુંદર વસ્ત્રયુગલ (બે જોડ) આપ્યાં. પ્રસન્ન થઈને શેઠ પોતાના ઘરે જ વિનયંધરને લઈ ગયો. તેની ઘણી ખાનદાની જોઈને શેઠે પોતાનો ભંડારી બનાવી દીધો ભંડારનું ધ્યાન રાખવા માટે. Iણી ત્યારપછી શેઠે ઘરના સર્વ પરિજનોને કહી દીધું. “આ વિનયંધર ભંડારમાંથી બધુ આપશે. સૌએ તેની પાસે માંગવું. એની જે કંઈ વાત હોય તે માન્ય રાખવી. હુકમ જે કરે તે પ્રમાણે સૌએ કરવું. જે જોઈએ તે સુખભર તેની પાસેથી મેળવી લેવું. વિનયંધર પણ વફાદારીથી કામ નોકરી બજાવે છે જે કારણે પરિજનોનો સંપૂર્ણ વિશ્વાસુ બની ગયો અને શેઠની દીકરી ધનશ્રીનો વિનય પણ ઘણો સારી રીતે તે વિનયંધર કરે છે. તેના દાસની જેમ બધી આજ્ઞા ઉઠાવે છે. ll
ધનશ્રીને પણ વિનયંધર ઉપર ઘણો વિશ્વાસ છે. તેથી કરીને વિનયંધર ઉપર સ્નેહ પણ ઘણો રહેલો છે. આ નગરમા ડિડિર નામે કોટવાળ હતો. જે નગરમાં રખોપું કરતો સારાયે નગરની ગલીઓ વગેરેમાં