________________
ખંડ
૧૮૫
ધારિણી નામે પટ્ટરાણી છે. હે ભગવંત! સતીના (ધનસિરના ગુણો જે આગળ કહેવાશે તે સતીના) ગુણો સાંભળો. સતીસ્ત્રી આ જગતને વિષે મોહનવેલ. એટલે જેના ગુણો ગાતાં કે સાંભળતાં મનને મોહ પમાડે તેવી વેલડી સરખા છે. ||૧|
- ૩ : ઢાળ - ૯
આ નગરી વિષે જેની હવેલી ઉપર કોટિ ધ્વજ ફરકે છે તે હવેલી વિષે સાગરચંદ્ર નામના શેઠ રહે છે. (જેની પાસે કરોડ (ક્રોડ ક્રોડ)થી અધિક ધન હોય તેની હવેલી ઉપર કોટિધ્વજ ફરકે. લાખો ઉપર ધન હોય તો લખધ્વજ ફરકે) આ શેઠ કરોડપતિ છે એમ એ ધ્વજ ઉપરથી દૂરથી આવતાં લોકો જાણી શકતાં. શેઠનું નામ ગુણ પ્રમાણે છે સાગર જેવા ગંભીર છે અને ચંદ્ર જેવા શીતળ છે. એવા સાગરચંદ્ર નામથી સુશોભિત છે. II૨ વળી આ શેઠને રૂપના નિધાન, કે રૂપલાવણ્યથી ભરપૂર ચંદ્રશ્રી નામની પ્રાણપ્રિયા પત્ની છે. તે બંનેને સમુદ્રદત્ત નામે પુત્ર છે. જે સકલકલા વિજ્ઞાનને શીખી રહ્યો છે. IIII
શેઠની હવેલીની જોડે જ (બાજુમાં) પંડિત પત્રિાજકનો મઠ છે. ત્યાં ઘણા કુલવાન, ગુણવાનના દીકરાઓ ભણતા હતા. શેઠે પણ પોતાના વ્હાલસોયા પુત્ર સમુદ્રદત્તને તે મઠમાં જ્ઞાનકળાઓ ભણવા મૂક્યો. મા સરસ્વતીની કૃપા અને પૂર્વસંચિત તીવ્ર તીક્ષ્ણ બુદ્ધિશાળી સમુદ્રદત્ત લઘુવય હોવા છતાં ઘણું સારું ભણે છે. II૪II એકદા ભણતો સમુદ્રદત્ત ગણિત શીખવા માટેનો પાટલો ઘરની અંદર વ્યવસ્થિત મૂકવા અનાયાસે પંડિતના ઘરમાં ગયો. ઘરમાં મૂકવા ગયેલા વિદ્યાર્થી સમુદ્રદત્તે ન જોવાનું દૃશ્ય જોયું. પોતાની માતા તથા તાપસગુરુ (પોતાને ભણાવતા પંડિતજી) અનાચાર સેવતા હતા. તે જોવામાં આવ્યું. ॥૫॥
તરત જ ઘરમાંથી પોતે બહાર નીકળી ગયો. મનમાં વિચારવા લાગ્યો. રે ! આ જગતમાં બધી સ્ત્રીઓ કુશીલ દેખાય છે. પંડિતજી જેવા પંડિતજીનો મારી માતા સાથે આ વ્યવહાર. અરે મારી માતા પણ કેવી ? સમૃદ્ધવાન મારા પિતા લાગણીશીલ સ્વભાવના, કેવા ગુણવાન છે ! ને મારી મા આ રીતે બીજા સાથે દુરાચાર સેવે ? તો તો આ જગતની કોઈપણ સ્ત્રી સાથે મારે પાણિગ્રહણ કરવું નથી. સંસારમાં આવી સ્ત્રીઓ સાથે કોણ લીલાલહેર ઇચ્છે ? ।।૬।। રે ! જગતમાં કાગડા બધે જ કાળા હોય છે. પોપટ બધા જ લીલા હોય છે. તેમ બધી સ્ત્રીઓ વિષયી દેખાય છે. જેમ “યા સા સા સા’ અને ૫૦૦ ભિલ્લોનો અધિકાર પ્રભુએ કહ્યો છે તેમ. “યા સા” અધિકાર કથા. આ પ્રમાણે છે. IIણા
યા....સા...કથા :- ચંપાનગરીમાં એક સોની રહેતો હતો. તે ૫૦૦ કન્યાઓને પરણ્યો. સુખી સંપન્ન હતો. તેણે પોતાની પ૦૦ સ્ત્રીઓને આજ્ઞા કરી કે જેને મારી સાથે ભોગ ભોગવવા હોય, તે જ શણગાર સજે. બાકીનીએ શણગાર સજવા નહીં. કાર્ય અર્થે તે સોનીને બહારગામ જવાનું થયું. ઘ૨મા રહેલી ૫૦૦ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આજ તો શણગાર સજીને ઘરમાં આપણે સૌ મજા કરીએ. ૫૦૦ સ્ત્રીઓ તૈયાર થઈ. ત્યાં તો કામ પતાવી સોની ઘેર આવી ગયો. પહેલી સ્ત્રીને શણગાર સજેલી જોઈને સોનીએ મારી નાંખી. તેણીને મારી નાંખતા સોનીને જોતાં જ તે ૪૯૯ સ્ત્રીઓએ ભેગી થઈને તેને મારી નાંખ્યો. (સોનીને મારી નાખ્યો.) પહેલી સ્ત્રી જે મરી ગઈ તે સ્ત્રી તિર્યંચ થઈ. ત્યાંથી મરીને બ્રાહ્મણી (કોઈક)ને ત્યાં પુત્રરૂપે અવતરી, સોની મટીને તિર્યંચ થયો. ત્યાંથી મરીને તે પણ આ જ બ્રાહ્મણને ત્યાં પુત્રી રૂપે થઈ. બંને ભાઈ-બેન થયાં. પુત્ર મોટો (સ્ત્રીનો જીવ) પુત્રી નાની છે. જયારે પુત્રી રડે ત્યારે તેનો ભાઈ-બ્રાહ્મણપુત્ર તેની બેનની યોનિ ઉ૫૨ હાથ મૂકે તેથી તે શાંત થઈ જાય. રડતી બંધ થાય. તેના પિતાએ એકવાર આ જોયું. જેથી તેણે પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યો. જયારે આ બાજુ - ૪૯૯ સ્ત્રીઓ કાલક્રમે મરીને ચોર થયા. બ્રાહ્મણે કાઢી મૂકેલો પોતાનો પુત્ર. તે આ ૪૯૯ ચોર સાથે