________________
ધર્મિલકુમાર રાસ
કુંવરે વિચાર્યું કે “હં............” એની તિર્કી નજર ચેનચાળા તો ચોરનાં જ છે. રાજા-પ્રજાને જુદા જુદા વેષે ઠગ્યા છે. આજે પરિવ્રાજક રૂપમાં ભાઈસાહેબ આવ્યાં લાગે છે, ઠીક છે. આપણે તો ચોર સમજીને શરૂઆત ક૨વી. પરિવ્રાજક નજીક આવ્યો એટલે કુમાર ઊભો થઈને પગમાં પડ્યો. (નમ્યો) સંન્યાસીએ પણ રાજકુંવરને કલ્યાણકારી આશીર્વાદ આપ્યા. મિત્રની જેમ પૂછવા લાગ્યો. III
too
:
ત્રિદંડીની માયાજાળ :- હે વત્સ ! નિરાશ કેમ જણાય છે ! કંઈ દુઃખ હોય તો કહે ઃ જાણે મહાન ઉપકાર કરનાર કોઈ પરમ પુરુષ હોય તેમ પ્રેમથી પૂછ્યું. ત્યારે કુમાર બોલ્યો – હે મહાત્મા ! હું એક પરદેશી છું. આપ તો સમર્થ યોગી છો ! આપની પાસે શી વાત કરું ! શરમ આવે છે મને. પણ આપે મને પ્રેમથી લાગણીથી પૂછ્યું તો શરમ દૂર કરીને કહું છું કે યોગીરાજ ! જુગારમાં સર્વ દ્રવ્ય હારી ગયો. દારિત્ર્યના ખાડામાં પડ્યો છું. દ્રવ્ય વિના જીવવું ઘણું કઠિન છે. કારમા દિવસો વિતાવીને હવે કંટાળી ગયો છું. ક્યાં સુધી આ રીતે જીવવું ? ।।૧૦। કહેવાય છે કે “વ્યાધિ-વ્યસન-વિવાદ-વૈશ્વાનર (અગ્નિ) અને વૈર આ પાંચે વળ્યા (વથી શરૂ થતા) વધે તો જરૂર દુઃખમાં નાંખે. આ જુગારના વ્યસનથી દરિદ્રી બન્યો. ગરીબાઈ રૂપી ઝે૨ માણસને જીવતાં છતાં મારનાર છે. રોગ વિનાની માંદગી છે. કેમ કે દ્રવ્યની ચિંતામાં આખો દિવસ બળવાનું. શરીર સૂકાવાનું ||૧૧||
કુમારની વાત સાંભળી યોગી બોલ્યો કે “હે વત્સ ! આ બધું ફોગટ બોલી રહ્યો છે. શું સૂર્યના ઉદયે કદાપિ હિમ પડે ખરું ? જો ન પડે તો આ દરદ્રતા રૂપી કંદનો નાશ કરવા માટે કુહાડા સરખો હું હોતે છતે તારું દારિદ્રય શું ટકી શકવાનું છે ?” કુંવર કહે “યોગીરાજ ! મારું દારિદ્ર દૂર કરો તો આપનો મોટો ઉપકાર માનીશ.” ||૧૨|| “સારુ વત્સ ! ઠીક છે. હાલ તું અહીં જ બેસ અને સમય થતાં હું તને તેડવા આવું છું.” એમ કહી યોગી સ્મશાન તરફ ચાલ્યો. કુંવરે વિચાર્યું કે “આ ભાઇમાં દાળમાં કંઈક કાળું જણાય છે. નક્કી નગરમાં આનાં જ તોફાન લાગે છે.” વિચાર કરતાં કરતાં સૂર્યાસ્ત થઈ ગયો. રાત્રિ હંમેશાં ચાર જણને પ્રિય હોય છે. ઘુવડ-ચોર-ભૂત ને વ્યભિચારીને. ૧૩
આ બાજુ રાત્રિનો એક પ્રહર પૂરો થતાં લોઢાનાં બે ખાતરીયાં તેમજ હાથમાં ત૨વા૨ ધારણ કરીને પરિવ્રાજક આવી પહોંચ્યો. “હે કુમાર ! ઊઠ, મારી સાથે ચાલ.” કુમાર ઊભો થયો. યોગી પાછળ ચાલવા લાગ્યો. બંને નગરમાં પ્રવેશ્યા. પ્રથમ તો યોગીએ લોકની નજર બાંધી.’
અદૃશ્ય વિદ્યાના બળે કરીને એક કોટિધ્વજ (કરોડપતિ)ના ઘર આગળ આવીને ખાતરિયાથી ખાતર પાડી ભીંતમાં મોટું બાકોરું કર્યું. બંને જણા ઘરમાં પેઠા. વસ્ત્ર, આભરણ અને ઝવેરાતની પેટીઓ એકઠી કરી. પછી બંને જણાએ પેટીઓ લઈ જઈને યક્ષના મંદિરમાં મૂકી. ।।૧૫। ત્યાં મંદિરમાં કોઈ પરદેશીઓ ફરતાં ફરતાં આવીને સૂતાં છે તેમને ઉઠાડી અને દામ આપવાનાં નક્કી કર્યાં. પેટીઓ તેમનાં મસ્તક ઉપર ચઢાવી. યોગીરાજ આગળ થયો. નગર છોડી સ્મશાનની નજીક થઈને પાસેનાં આમ્રવનમાં આવ્યા. ॥૧૬॥
આમ્રવનમાં કોઈ એક (ચોરનો જાણીતો વડલો) વડલાની વૃક્ષ નીચે પેટીઓ મુકાવી. સૌ કોઈ વિશ્રાંતિ લેવા માટે સૂતા. યોગીરાજ (ચોર) પણ કપટ નિદ્રાએ પોઢી ગયો. રાજકુમાર પણ સૂતો. પણ સૂતો કુમાર વિચાર કરવા લાગ્યો. રે ! આ ચોરયોગીનું ધૈર્ય અપાર છે. વળી ઘણો શક્તિશાળી છે. બુદ્ધિમંત ને સાથે મહાપ્રપંચી પણ લાગે છે. આના ભરોસે નિરાંતે સૂવું તે જોખમભર્યું લાગે છે. તેની ઉપર વિશ્વાસ મૂકવા જેવો નથી. ।।૧૭।