________________
૯૯.
ધમિલકુમાર રાસ
કુંવરે તેઓના આશીર્વાદ-વચનોને વધાવીને અંગીકાર કર્યા. અને પાંચ સોનામહોર આપી. રથ આગળ કર્યો. પોતે રથની પાછળ ચાલ્યો. તે જ વખતે રસ્તામાં ૧૦ થી ૧૨ માણસો ભેગાં થયા. જે કુમાર સાથે ચાલ્યા. III અલ્પશ્રુતવાળા મુનિઓનો સમૂહ, જેમ ગીતાર્થ ગુરુને અનુસરે તેમ તે ૧૦૧૨ માણસો કુમારને આગળ કરીને તેની સાથે ચાલવા લાગ્યા. રા.
દુર્જય દુર્યોધનનો મેળાપ - માર્ગે જતાં મધ્યરણે પહોંચતાં એક કાપાલિક જોગી મળ્યો. શરીરે ભસ્મ લગાવી છે. માથું જટાથી શોભે છે. ૩. ખોપરીની માળા ગળામાં પહેરેલી છે. માથે કરંડિયો ઉપાડેલો છે. ઘંટ વજાવતો, પાણી ભરેલું કમંડલ હાથમાં લઈને કુંવરની પાસે આવ્યો. llll
જમણો હાથ ઊંચો કરી, આશિષ આપતો તે બોલ્યો, “હે સાર્થેશ! ક્રોડ વરસ પર્યત જીવો !” મારી વાત સાંભળો. પીસંસારનું કૂડું સ્વરૂપ દેખીને, સંસાર છોડી સાધુ થયો. ગોકુળગામનો વતની છું. તમે આ માર્ગે જશો ત્યાં જ મારું ગામ આવે છે. મારા ગુરુ કાપાલિક યોગી છે.જેના સાનિધ્યમાં રૂડા આ ભેખને ધારણ કર્યો છે. ll
દેવોને નમસ્કાર કરવાના સંકલ્પપૂર્વક ઘણા દિવસોથી તીર્થયાત્રા કરું છું. હે વત્સ ! શંખપુરી તીર્થનાં રહેલાં મંદિરોના દર્શનાર્થે જઈ રહ્યો છું. //ળી તમે શંખપુરી જઈ રહ્યા છો તેથી મારે પણ તમારી સાથે આવવું છે. તેથી અમે પણ તમારી સાથે આવશું. પણ બેટા ! મારી પાસે ભાર છે. દેવપૂજા કરવા માટે ધર્મીજનોએ (ભક્તોએ) મને સાત દિનાર પણ આપ્યા છે. 12
તે દિનારની થેલી (જે માથે ઊંચકી હતી તે) તમારા રથમાં સ્થાપન કરો. જેથી નિર્ભયપણે હું તમારી સાથે ચાલી શકે. આ વનમાં રહેલો ભયંકર દુર્યોધન નામનો ચોર, તેનાથી હું ડરું છું. તેથી તમને આ સોંપુ છું. તમારો સાથ મને નિર્ભય બનાવશે. મને ઠીક રહેશે: એમ કહીને, કુમારના જવાબની રાહ જોયા વિના, કુમારના રથમાં ભાર મૂકી દીધો અને મસ્ત ફકીર તે યોગી ભજન-ગીતો ગાતો ગાતો, વચમાં નૃત્યના ચાળા કરતો હતો. વળી હાસ્યકથાઓને કહેતો, મુખના ચેનચાળા કરતો. લોકો(સુભટો વગેરે)ને તાન ચડાવતો, હસાવતો, સાથે સાથે ચાલવા લાગ્યો. ૧૦ના
ગોકુળ ગામે - ભિક્ષુકનાં વેશમાં યોગી ઉપર કુમારને જરાયે વિશ્વાસ નથી. કુમાર સમજી ગયો છે. દુર્યોધન ચોરજ સાથ ભેળો થયો કારણ કે પરિવ્રાજકના વેષમાં ચોરે, કાશી નગરમાં આગળ ઘણો ત્રાસ આપ્યો હતો તેથી આ કાપાલિક પણ કુમારને ભયંકર લાગ્યો.) છે. તો આગળ પાછળ ઇશારા કરીને, અસ્વારને, રથના સારથીને વેગથી ચલાવવા કહ્યું. ને જલ્દી ચાલતાં દૂર ગામ દેખાયું. જેનું નામ ગોકુળગામ છે. ||૧૧| |
ગોકુળથી દૂર વનમાં જ કુમારે સર્વને ઉતારાની આજ્ઞા કરી અને સૌ સુભટોએ પાણીનું સરોવર હતું ત્યાં નજીકમાં ઉતારો કર્યો. (કુમારથી કાપાલિક યોગી જરાયે દૂર ખસતો નથી) લગભગ ભોજનનો સમય જાણીને કપટી યોગી તે સમયે કુંવરને કહેવા લાગ્યો. ૧રી આજ તો તમે અમારા પરૂણા (મહેમાન) છો. માટે આપને તથા પરિવાર સૌને હું ભોજન કરાવું. ગોકુળગામ મારું છે. ત્યાં મારા ભક્તો છે ત્યાંથી દૂધ-દહીં-અન્નપાણી હું લઈ આવીશ. (૧૩)
ગયું ચોમાસું મેં આ ગામમાં કર્યું છે. તેથી અહીંના આહીરો મારા ઘણા રાગી છે. મારા કહેવા માત્રથી ઘણું ગોરસ લાવીને આપશે. આજે મને આ શુભભાવ જાગ્યો. તો મારી વિનંતી સ્વીકારો. મને લાભ આપો. /૧૪ો માટે હું આવું ત્યાં લગી, હે મહારાજ ! આપે અહીંથી જવું નહીં. કેમ કે તમારી ભક્તિથી મારો જન્મારો સફળ થશે. લોકમાં મારી આબરૂ વધશે. I૧પણl