________________
૧૨૪
ઘમ્મિલકુમાર રાસ
ઉપર આરૂઢ થઈને કુંવરે તેને નગર બહાર આમતેમ પરિપાટી દેતાં ફેરવ્યો. તેની ચાલથી સુભટોનાં મન શંકાશીલ થયાં કે રખેને કંઈ અનુચિત ન થઈ જાય. IIII તેટલામાં તો કુંવરે અશ્વની લગામ પોતાના હાથ ઉપર વીંટીને ખેંચી, ત્યાં તો પંખીની જેમ અશ્વ ઊડ્યો. જેમ જેમ લગામને વધારે ખેંચે તેમ તેમ તેનો વેગ વધી રહ્યો છે. આકાશમાં બમણા વેગથી અશ્વ દોડી રહ્યો છે. ૮।।
પંચમી ધારા : (ઘોડાની એક પ્રકારની ગતિ છે.) એ પવનની ગતિની જેમ તેની ગતિ પણ રોકી શકાતી નથી. સુભટો પાછળ દોડી રહ્યા છે. છેવટે કુંવર નજરે દેખાતો નથી. ત્યારે થાકીને સુભટો નિરાશ થઈને પાછાં ફર્યા. II નગરમાં આવીને રાજાને સમાચાર આપ્યા. આ બાજુ કુંવર નિર્જન એવા વનની અંદર જઈ પહોંચ્યો છે. લાગ્યું કે અશ્વ કોઈ રીતે રોકાય તેમ નથી, તેવામાં ઊંચા એવા વડલાનું વૃક્ષ જોવામાં આવ્યું. તેની ડાળ પકડી લીધી, પકડીને કુંવર ઉપર ચડી ગયો. લગામ મૂકતાં જ અશ્વ પણ ચિત્રમાં ચીતરેલ હોય તેની જેમ સ્થિર થઈ ગયો. ન હાલે કે ન ચાલે. ||૧૦|| વક્રશિક્ષિત એ અશ્વ કુંવરને વનમાં ઉપાડી ગયો. જેમ દુષ્ટ ચેલો ગુરુને મળ્યો હોય તો વાળવા છતાં વળે નહીં, તેમ લગામ ખેંચી છતાં તે અશ્વ જરાય ઊભો ન રહ્યો. આ રીતે વક્રશિક્ષા પામેલો છે તે કુંવરે જાણ્યું નહીં. ૧૧||
કુમાર નિર્જન વનમાં :- કુમાર વિચારવા લાગ્યો કે “ઘોડો અને હું બંને દુ:ખી થયાં. બિચારો આજપર્યંત મારા માટે જીવ્યો હશે !' આ પ્રમાણે વિચારી અગડદત્ત વડલેથી નીચે ઊતર્યો. મધ્યાહ્નનો સમય થતાં વનમાં આમતેમ ફરી રહ્યો છે. ।।૧૨।। ગેંડો જેમ વનમાં એકલો ફરતો હોય તેમ, તે કુમાર એકલો ફરી રહ્યો છે. સરોવર તથા વનફળને જોતો હતો. પંથના પરિશ્રમને પામેલા પ્રાહુણાને માટે ચંદનવનની મીઠી મધુર મહેંક ઘણી જગ્યાએ વહેતી હતી. ।।૧૩।। મીઠો પવન તાપને દૂર કરતો હતો. આંબાની પંજરી અને મંજરીને જોઈને કોયલ ટહુકતી હતી. કહેતી હતી કે “મંજરી ! (આંબાની મંજરીને) આ કુંવર આવ્યો છે તેના તાપ-સંતાપને દૂર કરો. વળી તેનું સ્વાંગત કરો. ॥૧૪॥
જંગલમાં જિનમંદિર :- અગડદત્તકુમાર તો સુંદર સહકારના વનની શોભાને જોતો આગળ ચાલ્યો જાય છે. ત્યાં તે વનમાં અચાનક સ્ફટિકપાષાણની પીઠિકા દીઠી. તેમજ પદ્મરાગમણિથી ઘડેલું અને વિવિધ રત્નોથી જડેલું સુંદર મંદિર જોયું. આ મંદિરનો ઘંટ દૂર સુધી સંભળાય છે. અને પવનની લહેરોથી ઊડતી ધ્વજાઓ, જાણે ગગનમાં નૃત્ય કરી રહી હતી. તે જાણે કે દિશારૂપી વધૂને લૂંછણાં દેતી હોય તેવી શોભી રહી હતી. ।।૧૫+૧૬॥ ત્યાં નજીકમાં રહેલી પુષ્કરિણી વાવમાં સ્નાન કરીને કુમાર, હાથમાં સુવર્ણમય કમળ લઈને આનંદ અને ઉમંગથી પ્રાસાદમાં (જિનમંદિરમાં) ગયો. ।।૧૭।
મંદિરમાં આદિનાથ પરમાત્મા બિરાજતા હતા. પ્રભુને નમસ્કાર કરી, વિધિપૂર્વક અર્ચના(પૂજા) કરી અને સુંદર એવા કમળ થકી પુષ્પપૂજા કરી. કુમાર ઘણો આનંદિત થયો. તેના બંને નયનરૂપી છીપમાંથી અશ્રુકણો રૂપી મુક્તાફળો ઝરવા લાગ્યાં. આનંદના અતિરેકમાં હર્ષના આંસુ આવ્યાં. ॥૧૮॥
કુમાર હવે પાપનો નાશ કરનાર એવા જિનેશ્વર પ્રભુની સ્તુતિ કરે છે. “હે પ્રભો ! જેની દેવ અને દાનવોએ સ્તવના કરી છે. એવા હે નાથ ! મારા તમને નમસ્કાર હો. આપ તો લોકાગ્રે જઈ વસ્યા છો. છતાં ભક્તિથી મેં હૈયામાં ગ્રહણ કર્યા છે. મારા હૈયામાં બિરાજમાન કર્યા છે. ॥૧૯॥ હે નાથ ! આપ તો અનંતશક્તિના માલિક છો. તેવું સાંભળ્યું છે પણ અમારી ભક્તિ આગળ તો એ શક્તિ દૂર ગઈ હોય તેવું લાગે છે. (તો જ અમે અમારા હૈયામાં આપને ધારણ કરી શકીએ ને.) હે પ્રભુ ! ક્ષાયિક શક્તિના માલિક હોવા છતાં આપે તેને ગોપવી દીધી લાગે છે. માટે તો ભક્તિ વડે હે ભગવાન્ ! અમે તમને વશ કરી શક્યાં