________________
ખંડ - ૩ઃ ઢાળ - ૬
૧૬૦
વડ
હવેલીની અગાશીએથી આ દશ્ય જોયું. દશ્ય જોતાં જોતાં પોતાને પણ કામ પ્રજવલિત થયો. કામબાણથી હણાએલી તે સુનંદા પોતાની માતાની પાસે આવીને કહેવા લાગી. “માતા ! મારા પિતાને (રાજાને) કહો કે યૌવનના આંગણામાં પ્રવેશેલી એવી મારો વિવાહ કરે. Iટા સુનંદાની હવેલીની સામે પાનવાળાની દુકાન હતી. (પાનનો ગલ્લો હતો) એકદા તે ગલ્લા દુકાનની આગળ વસુદત્ત શેઠનો પુત્ર રૂપસેન ઊભેલો હતો. તેને સુનંદાએ જોયો. સુનંદાએ ઇશારો કર્યો. બંનેની નજરો મળી. તે જ વેળાએ સુનંદાએ અડધો શ્લોક લખીને દાસી મારફત રૂપસેનને પહોંચાડ્યો. તે પત્ર (શ્લોકપત્ર) રૂપસેને હાથમાં લીધો. ll
રૂપાસેને તે પત્ર વાંચ્યો. પત્રમાં લખેલ અર્ધ શ્લોક આ પ્રમાણે હતો. “તે કમલિનીનો જન્મ નિરર્થક ગયો કે જેના વડે ચંદ્રબિંબ જોવાયું નથી અને તે ચંદ્રબિંબનો જન્મ નિરર્થક ગયો કે જેના વડે વિકસિત એવી કમલિની જોવાઈ નથી.” રૂપસેન તે શ્લોક વાંચી મનમાં ઘણું હરખાયો અને તે જ દાસી સાથે પણ સુનંદાને પાછો મોકલ્યો. તે પત્ર સુનંદાએ વાંચ્યો. તે પણ મનમાં ઘણું હરખાઈ. તન રોમાંચિત થયું. પ્રિયતમના હાથે સ્પર્શ કરાયેલા એવા પત્રને વારંવાર હૈયા સરસો દબાવ્યો. ૧૦ના
પૂર્વઢાળ ચાલુઃ
વળી સુનંદાએ દાસી મારફતે કહેવડાવ્યું કે તમારે હંમેશાં અહીંયાં આવવું. તમારું મુખ જોયા વિના ભોજન પણ અમને ભાવતું નથી. દાસીની વાત સાંભળીને રૂપસેન પોતાના આવાસે ગયો. તે પછી નિયમિત તે તંબોળીની દુકાને (પાનવાળાની દુકાને) રૂપસેન આવવા લાગ્યો. સમય પણ નક્કી હતો. સુનંદા પણ પોતાના આવાસ થકી તે બહાર ઊભી રહેતી. ને બંનેની નજરો મળે છે. સમય જતાં એક દિવસ રાજય તરફથી ઢંઢેરો ફરી રહ્યો છે. કહે છે “આજથી પાંચમે દિવસે કૌમુદી મહોત્સવ છે.” આ પડહ સુનંદાએ પણ સાંભળ્યો. બીજા દિવસે તંબોલીની દુકાને રૂપસેન ગયો. ત્યારે રાહ જોઈ રહેલી સુનંદાએ રૂપસેનને જણાવ્યું કે, “જે દિવસે નગરજનો વનમાં કૌમુદી મહોત્સવ મનાવવા, ઉજવવા જાય તે રાત્રે હે પ્રિયજન ! મારા ઘરની પાછળ તમે જરૂરથી પધારજો . તે મારા ઘરની પાછળ બારી થકી હું દોરડું બાંધીને, તેનો છેડો હું નીચે નાંખીશ. તેના વડે ચઢીને તમે મારા આવાસમાં ઉપર આવી જજો . ||૧૧| |/૧૨ા. ' હે પ્રિયે ! તમે ચતુર અને વિચક્ષણ છો. આ અવસરને ચિત્તથી પણ ચૂકશો નહીં. તમને રંભા સરીખી મદભર નવયૌવના મળી છે. સામેથી આવકારે છે. તેને છોડી ન દેશો. હે વાલેશ્વર ! દૂર રહી થકી અહોનિશ તમારું ધ્યાન ધરી રહી છું. મારા મનની વાતો મારા પ્રેમની વાતો...માત્ર કેવળી ભગવંત જાણે છે. અથવા હું તમને મળવા ઘણી તલપાપડ થઈ રહી છું. ll૧૩ી યદુક્ત! - કહ્યું છે કે...પુનમની રાત છે.... અંધારું ક્યાંય નથી. તેથી મારે જવું યોગ્ય નથી. હે પ્રિય સખી! જગતના લોકો ઘણુ કરીને છિદ્રો જોવામાં તત્પર હોય છે. માટે, હે ચિત્તહર, સખી! તું આ પ્રમાણે ન બોલ. અથવા મને આગ્રહ ન કર. હમણાં તો માણસોની સાથે જ મેળામાં જવું યોગ્ય છે. આવી જે યુક્ત-અયુક્તની વિચારણા જયાં હોય, તો તે સ્નેહને તે પ્રેમને જલાંજલિ આપવી પડે. ૧.
પૂર્વઢાળ :
દાસીના મુખેથી આ પ્રમાણે સાંભળીને હર્ષથી એકબીજાએ સંકેત કર્યો. પાંચ દિવસ જે કહ્યા તે વિતાવવા પાંચ વર્ષ સરખા લાગ્યા. તેટલો સમય તે બંનેએ વિયોગમાં માંડમાંડ વિતાવ્યો. હવે આ બાજુ કૌમુદી મહોત્સવના દિવસે રાણી યશોમતીએ પુત્રી સુનંદાએ બોલાવી કહ્યું. “બેટા ! ઉત્સવમાં જવા