________________
ખંડ: ૩ : ઢાળ - ૦
૧૦૩
વૃદ્ધપણે નર પરવશ થયો, પરભવ હાથ ઘસતો ગયો; તેણે નરભવ સામગ્રી લહી, કરશે ધર્મ તે સુખિયા સહી. રૂપાણી ત્રીજે ખંડે ગુણીજન ગમી, ઢાળ રસાલ કહી સાતમી; શ્રી શુભવીર વચન રસ ઘડી, સાકર દ્રાખ કિસી શેલડી. ll૨૬ll
સુનંદાની સાથે લગ્ન કરી રાજા રથપુર નગર ચાલી ગયો અને રૂપસેન મનુષ્યભવ હારી ગયો. બીજો ભવ કરી, વળી ત્રીજા ભવે (રથપુરના વનમાં) ત્યાં સર્પરૂપે અવતર્યો. સુનંદા પતિની સાથે વનક્રીડા કરવા તે વનમાં ગઈ અને ત્યાં આ સર્પની નજરે સુનંદા પડી. પૂર્વના રાગને કારણે તે સર્પ તેની સન્મુખ ગયો. ૧ાા નેહરાગને કારણે સર્પ પોતાની ફણા વિસ્તારી રહ્યો છે. તે જોતાં જ સનંદા ડરીને ભાગવા લાગી. તો સર્પ પણ તેની પાછળ દોડે છે. સુનંદા તો પાછળ પડેલા સર્પને જોઈને ચીસો પાડવા લાગી. “હા ! સર્પ !” “હા ! સર્પ !” રાજા તરત દોડીને ત્યાં આવ્યો. પોતાનું પગ ખેંચીને સર્પને હણી નાંખો. રાઈ - | સર્પ મરી ગયો. (રૂપસેન - સર્પ થયો. હવે ચોથો ભવ) તે જ વનમાં તે સર્પ મરીને કાગડો થયો. હવે આ રાજારાણી એકવાર આ વનમાં ફરવા ગયાં છે. રાગથી રંજિત થયેલાં આ બંને એક વૃક્ષ નીચે આવીને રહ્યાં છે. ૩. તે જ વખતે તે કાગડો ઊડતો ઊડતો તે જ વૃક્ષ ઉપર આવીને બેઠો. કાગડો આમ તેમ જોતાં નીચે રહેલી સુનંદા જોવામાં આવી. પૂર્વનો સ્નેહરાગ ઉત્પન્ન થયો. સુનંદાને જોઈને કાગડો “કા' “કા' કરવા લાગ્યો. એક સરખું બોલતો કાગડો તેથી રાજારાણીને કાનને અપ્રિય લાગ્યો. ન ગમતા શબ્દો કહેવા લાગ્યા. ને તરત રાજાએ ત્યાં જ બાણે કરીને કાગડાને હણી નાખ્યો. II૪ો. * પાંચમા ભાવમાં (રૂપસેનનો જીવ) હંસ થયો. હંસના ટોળામાં તે (રૂપસેનનો જીવ) હંસ રમી રહ્યો હતો. તે જ સરોવરના તીરે રાજા-રાણી ફરતાં ફરતાં અચાનક આવી ઊભાં. સરોવરના કિનારે બેઠેલાં બંને જણાં સરોવરના પાણીને જોતાં જોતાં વાતો કરતાં હતાં. હંસના ટોળા મધ્યે રહેલો પેલો હંસ. તેણે રાણીને જોઈ.
જોતાં જ પૂર્વના સ્નેહને લઈને ખેંચાયો. અને રુદન કરવા લાગ્યો. પાં સુનંદા ઉપર સ્નેહ ઉભરાતાં પોતાની . • બે પાંખો પ્રસારીને, ઊડીને સુનંદાને વળગ્યો. તરત જ રાજાના આદેશથી રાજાના જ સુભટે પોતાની તલવારથી તે હંસને હણી નાખ્યો. છઠ્ઠા ભવે તે જ વનમાં રહેતી હરણીનાં પેટે હરણિયો થયો. llll
વળી એકદા આ રાજારાણી વનમાં ફરવા ગયાં છે. હરણિયાની નજરે રાણી સુનંદા ચડી ગઈ. પછી તો તે રાણીની સામે ટગર ટગર નજરે જોવા લાગ્યો. પૂર્વના સ્નેહના અનુરાગને કારણે બોલી ન શકતો. નયણોમાં આંસુ છલકાઈ ગયાં. અને મૂરવા લાગ્યો. રાજાને શિકારનો પણ શોખ હતો. શિકારી બનેલા તે વખતના રાજાએ બાણથી હરણિયાને હણી નાંખ્યો. તેના (માંસને રાંધીને ખાવાની લોલુપતાએ) ફ્લેવરને ઘેર લઈ ગયો. //શા તેના શરીરમાંથી નીકળેલા માંસને રાંધ્યું. રાજારાણી બંને એ સ્વાદપૂર્વક ખાતાં હતાં. રાણી તે વાનગીને વખાણતાં ખાઈ રહી છે. તે જ સમયે કોઈક મુનિભગવંત ત્યાં આગળથી તેઓની નજીકથી પસાર થયા. આ બંનેને જોતાં અવધિજ્ઞાની ભગવંતનું મસ્તક ધુણવા લાગ્યું. ૮.
રાણીએ મસ્તક ધુણાવતાં મુનિને જોયા. તરત પૂછવા લાગી કે હે મુનિભગવંત ! આપ મસ્તક કેમ ધુણાવો છો ? મુનિ બોલ્યા. “કારણ છે. રહસ્ય છૂપું છે. જાણવું હોય તો જ્યાં અમે રહ્યા છીએ - ' ત્યાં આવો. મા