________________
ખંડ - ૩ : ઢાળ - ૮
૧૦૫
સાધ્વીશ્રીની વાત સાંભળતાં સાંભળતાં હાથી મૂછિત થયો. તે અવસ્થામાં મનમાં ચિંતવતાં હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું. ચારે કોર લોકોના ટોળાં વધુ ને વધુ એકઠાં થવા લાગ્યાં. હાથી શાંત થયો. લોકોની વચ્ચે હાથી શાંત ઊભો છે. જોતજોતામાં હાથીના હૈયે પશ્ચાતાપ થતાં આંખો થકી અશ્રુધારા વહેવા લાગી. તે સાથે જ હાથી સાધ્વીશ્રીના ચરણ કમળમાં નમ્યો. ૧૯ી સાધ્વીશ્રી અવધિજ્ઞાની હતાં. હાથીના હૈયાના ભાવો વાંચી જોઈ શકતા હતાં. તેથી સાધ્વીશ્રીએ હાથીને સમ્યકત્વ સહિત વ્રત ઉચ્ચરાવવા લાગ્યાં. હાથીએ પોતાના આગળના બે પગ ભેગા કરીને મસ્તક નમાવીને સાધ્વીશ્રીની વાત સાંભળી પચ્ચખાણ કર્યા. રાજમાર્ગના ચાર રસ્તા વચ્ચે હાથી અને સાધ્વીની વાતો સાંભળી લોકો ચમત્કાર પામ્યા. આશ્ચર્ય પામ્યા. તે પછી સાધ્વીશ્રીએ રાજાને બોલાવી વાત જણાવી. આ હાથી હવે તમારો સાચો સાધર્મિક થયો છે. તેની સેવા કરો. સારી રીતે સાચવશો. પ્રાસુક આહારપાણી તેને આપજો. હાથી બોલવાનો નથી. તેની મુંઝવણો હવે દૂર થઈ છે. તમે રાજા છો. તેને બરાબર ધ્યાન રાખશો. ૨૦ના
સાધ્વીશ્રીની વાત સાંભળી રાજા તે હાથીને સત્કારપૂર્વક બહુમાન વડે પોતાની હાથીશાળામાં તેડી ગયો. તેનું જતન કરવા લાગ્યો. ખરેખર ! રૂપસેનના સ્નેહને સુનંદાએ જાળવી રાખીને સફળ કર્યો. સુનંદા પણ આનંદિત થયાં. અનુક્રમે કેવળજ્ઞાન પામી મુક્ત ગયાં. ll૨૧II વળી વિદ્યાધર મુનિએ કહ્યું કે હે રાજકુમાર ! વૈરાગ્યના વેષને ધારણ કરવો જોઈએ. વિષયસુખમાં જે રમે છે, તે આ ભવસાગરમાં ભટકે છે અને અનેક વિટંબનાઓ પામે છે. //રરો
માતા-પિતા-બાંધવ-પુત્ર-એન-સ્ત્રી આ બધાં સંસારની અંદર સ્વાર્થના સગાં છે. આયુષ્ય-યૌવનલક્ષ્મી આદિ જે મળ્યું છે, તે સઘળું અષાઢી મેઘમાં રહેલી ચંચળ વીજળી સરખું છે. ૨૩ બાળપણ મળમૂત્રથી ભરેલું છે. વળી ક્યારેક શીતળા, ઓળી આદિ રોગોથી શરીર ઘેરાય છે. પરણીને વીર્યનો ક્ષય થતાં યૌવન અવસ્થા પણ આ રીતે નિષ્ફળ જાય છે. ll૨૪ો.
વૃદ્ધાવસ્થામાં માણસ પરવશ પડે છે. વળી પરભવમાં પણ હાથ ઘસતો ચાલ્યો જાય છે. તેથી જે મનુષ્યભવની સામગ્રી મેળવીને ધર્મ કરે છે તે જ સાચા સુખને પામે છે. રપા ત્રીજા ખંડને વિષે ગુણજનોને ગમે તેવી સુંદર રસાળ એવી સાતમી ઢાળ કહી. પંડિતજી શ્રી શુભ-વીરવિજયના વચનરસપાનની ઘડી તો જાણે સાકર-દ્રાક્ષ અને શેરડી કરતાં પણ વધુ મીઠી છે. રદી
ખંડ - ૩ ઢાળ : ૭ સમાપ્ત
-: દોહા :એણી પેરે દઈ દેશના, જામ રહ્યા મુનિચંદ, અગડદત્ત ચકોર જયું, પામ્યો અતિ આનંદ III કહે તુમ વચનેથી થયો; જન્મ સફળ મુજ આજ; જંગમ તીરથ દર્શને, સિધ્ધાં સઘળાં કાજ રા પ્રભુ સુપસાયે આ થયા, ધર્મ બંધવ ખટ એહ; સંજમ લેઈ વિચારશું, ગુરૂકુલ વિનય વસેe Ill પણ ઘર જઈ નમી માયને, છે મુઝ ઈચ્છાનાથ; પિત્રા કૃત સમહોત્સવ, લીયું દીક્ષા તુમ હાથ Iકા