________________
ધર્મિલકુમાર રાસ
સળગાવી. ને પોતે ચિતામાં પ્રવેશ કર્યો. પણ જુઓ ! કર્મની ગતિ કેવી ન્યારી છે ! ચિતા ભડભડ સળગે તે જ પહેલાં અચાનક યમુના નદીમાં પૂર આવ્યાં. નદીના કિનારે જે હતું તે સઘળું તણાઈ જવા લાગ્યું. તેમાં આ સળગતી ચિતા પણ તણાઈ ગઈ. ।।૨૪। નદીના પૂરમાં અર્ધદગ્ધી (અડધી દાઝેલી) તે તણાવા લાગી. કોઈ કાષ્ઠને તે વળગી. પવનના સૂસવાટાથી તણાતી તે સ્ત્રી વૃંદાવનના કાંઠે આવી. પૂર ઓસર્યાં. (ઊતરી ગયાં) તે ત્યાં આગળ પડી રહી છે. ઠંડીથી અકડાઈ જવાથી ઊભી પણ થઈ શકતી નથી. અર્ધભાનમાં પડી છે. ત્યાં તે જ વનમાં ગાયોનું ધણ લઈને ભરવાડ ચારો ચરાવવા આવ્યો છે. બેભાન જેવી અવસ્થામાં કિનારે પડેલી તે સ્ત્રીને જોઈ. પોતે તેને ઉપાડીને પોતાના ઘેર લઈ આવ્યો. ૨૫।।
૧૪૮
ભરવાડના ઘરે :- રૂનો ઢગલો કરીને તેમાં સૂવાડી. ચારે કોરથી રૂ વડે વળી પાછી ઢાંકી દીધી. રૂના ગરમાવાથી ચેતનવંતી થઈ. જયાં જયાં દાઝી હતી ત્યાં પાણીથી ફોલ્લા પણ પડ્યા હતા. ભરવાડે ઉપચાર કર્યા ને તે સ્ત્રી સાજી થઈ. તો ભરવાડે તે સ્ત્રીને પોતાની સ્ત્રી બનાવી. ઘરમાં રાખી. ત્યાં
તેણીનો સંસાર ચાલુ થયો. તે સ્ત્રી બીજી કોઈ નહીં, પણ હું પોતે. અહીંયાં રોજ માથે ગોરસ મૂકીને મથુરામાં વેચવા આવું છું. આજે આ ગોરસની મટકી ભીડમાં ફૂટી ગઈ એમાં શોક શું કરું ? ॥૨૬॥ પતિ-પુત્ર-રાજા-બધાનાં સુખને ખોયું છે. આમાં હું કોને જોઉં ? કોને રોઉં ? ભાગ્ય યોગે આ બધાની વેરણ થઈ. બ્રાહ્મણ કુળને લજવી, હમણાં ભરવાડણ થઈ છું. ।।૨૭। કર્મની કઠિનાઈ જ્યારે યાદ આવે, ત્યારે તો આંખમાંથી ચોધાર આંસુ વહે છે. તેમાં આ છાશ કે દહીં ઢોળાઇ ગયું તેમાં શોક શું કરું ભાઈ ! એમ કહીને તે પાછી મથુરા વનમાં પહોંચી. આગળ જતાં વનમાં મુનિવરને જોયા. ।।૨૮।। કામલતાને વૈરાગ્ય અને પ્રભુના માર્ગ :- મુનિવરના ચરણે નમીને ત્યાં જ બેઠી. મુનિની મીઠી મધુરી વૈરાગ્યવાળી વાણી સાંભળી, હૈયામાં વૈરાગ્ય થયો. ત્યાં દીક્ષા ગ્રહણ કરી. પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા લાગી. ચારિત્રની સુંદર આરાધના કરી કેવલજ્ઞાન પામી. મુક્તિનગરમાં પહોંચી. ।।૨૯।
કામલતાના મુખે એનું ચરિત્ર સાંભળ્યું. તે નજરે જોયા પછી તે પાંચેય બંધવનું સ્ત્રી થકી મન ઊઠી ગયું. વૈરાગ્ય જાગ્યો. કોઈ સાથે જતો હતો, તેની સાથે પાંચે ભાઈઓ કંચનપુર નગરમાં સુખપૂર્વક પહોંચ્યા. II૩૦॥ ધમ્મિલકુમાર રાસની રસીલી એવી આ ત્રીજા ખંડની ત્રીજી ઢાળમાં શ્રી શુભવીરવિજયજી મહારાજે તેમની સુંદર વાણી પ્રકાશી. હે વૈરાગી ! તત્ત્વના રસિયા ! હવે આગળ શું બને છે તે સાંભળો. II૩૧॥ તૃતીય ખંડની ઢાળ : ૩ સમાપ્ત -: દોહા :
કંચનપુર ચહુટે ગયા; પાંચે પુણ્ય પવિત્ર;
તવ તિહાં કુલટા નારીનું; દીઠું દુષ્ટ ચરિત્ર. ॥૧॥ શિર મૂંડી ધરી રાસભે, કાઢે નૃપ પુર બ્યાર; એક નરને શિરપાવ દેઈ, કરે ઘણો સત્કાર. ॥૨॥ પૂછે પાંચે બાંધવા, કોઈકને તેણી વાર; તે નર કહે કૌતુક જિશ્યો, નારી તણો અધિકાર. ॥૩॥
પાંચ ભાઈ કંચનપુર નગરે :- પુણ્યાત્મા પાંચેય બંધવો મથુરાનગરી છોડીને કંચનપુર નગરીએ
પહોંચ્યા. ફરતાં ફરતાં નગરના ચૌટામાં પહોંચ્યા. પાંચેય ભાઈઓ ફરતા હતા. ત્યાં વળી એક સ્ત્રી