________________
ધર્મિલકુમાર રાસ
કહ્યું છે કે, શય્યા, આસન, ભોજન, ધન, રાજ્ય, સ્ત્રી અને ઘર પ્રાયઃ કરીને આ સાતે સૂનાં મૂક્યાં હોય તો, તેનો કોઈ અન્ય માલિક થઈ જાય છે. IIII સતી સ્ત્રી હોય તો પણ નીતિકારના વચનને અનુસારે ક્યારેય એકલી ન મુકાય. પરપુરુષને જોઈને અરે ! સગા બાપ-ભાઈને જોઈને પણ સ્ત્રીનું મન ડોલાયમાન ચલાયમાન થાય છે. માટે ચપળા સ્ત્રી સૂની મૂકવી ન જોઈએ. ॥૪॥
૧૩૨
રાજા પણ ક્ષણવાર વેગળો મૂક્યો હોય તો તેને પણ કાનભંભેરણી કરનાર હોય તો વિદ્યા પણ હંમેશાં સંભારવી પડે. હંમેશાં આવૃત્તિ કરવી જોઈએ નહિ તો તે પણ વિસરાઇ જાય છે. પા લાલીની કથા ઃ- વળી કહે છે કે ખોળામાં રહેલી નારીનો પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. પોતાના શરીરનાં લોહી અને માંસ આપવા છતાં તે સ્ત્રી તેની થઈ નહીં. પોતાના પતિને છોડી અન્ય સાથે ચાલી ગઈ. IIFII લાલી નામની કોઈ સ્ત્રી ભૂખ-તૃષાથી પીડાતી હતી. ત્યારે તેના પતિએ તેના સાથળમાંથી લોહી અને માંસ કાઢીને, પોતાની સ્ત્રીની ભૂખ-તૃષા દૂર કરી. ત્યાં કોઈ અન્ય ચોર આવવાથી તે લાલી તેની ઉ૫૨ મોહિત થઈ. ત્યારે તેના ધણીને કહેવા લાગી. “રે આ લાકડુ કોની ઉપાડી લાવ્યા છો ! હવે આડું અવળું વિચાર્યા વિના, જ્યાંથી લાવ્યા છો, ત્યાં મૂકી આવો.” બિચારો ધણી લાલીના કહેવાથી લાકડુ મૂકવા ગયો. અને પોતે ચોરની સાથે ભાગી ગઈ. ।।૭।।
ઢાળ બીજી
(પાપસ્થાનક ચોથું વરજીએ..એ દેશી) પંચ પુરુષ છળ પામીને; દેવકુલે રહ્યા જેહ; રાજકુંવર આજ મારવો; ચિંતવતા એમ તેહ. ધિક્ ધિક્ રમણીના રાગને...ll ધિક્ ધિક્ રમણીના રાગને, રાગે મોહ્યો સંસાર, નરભ્રમણી ૨મણી ભલી; માને મૂઢ ગમાર..ધિણ્...॥૨॥ લઘુ બંધવ દ્વાર સંનિષે; ઉભો લેઈ તરવાર; નૃપસુત બળતો જે કાષ્ટમેં, એહવી કેહવી છે નાર...ષિગ્...III ચારે બાંધવ ચિંતવી, ધરીયો ડાબલા માંહી; કહાડી દીપક બારણે; જોતાં રૂપ ઉચ્છાંહી...વિગ્...II૪l કુંવર પથારી વિલોકતાં, તવ શીત કંપતી નાર; લઘુ તસ્કર નજરેં પડ્યો, મોહી તે તેણીવાર...ધિણ્...પા નારીરાગ નદીપૂર જ્યું, રહેવું વાદળી છાય; મેઘ પ્રિયા ક્ષણ વીજળી, ભૂનર ફરસતી જાય...ષિગ્...IILII તસ્કર લવણિમ જલધિએ, ડૂબ્યું તન મન ઝાજ; ઉઠી વળગી તે છાતીએ; મેહેલી કુલપતિ લાજ...ષિગ્...III .