________________
ખંડ - ૩ : ઢાળ - ૨
સ્ત્રીનું દુષ્ટ ચરિત્ર :- મંજરીના હાથમાં તલવાર આપી છે. કુંવર નીચો નમી અગ્નિ પ્રજવલિત કરી રહ્યો છે. તે જ વખતે સ્ત્રી જેવો (મ્યાનમાંથી તલવાર કાઢીને) કુંવરના કંઠ (ગળે) ઉપર તલવારનો ઘા કરવા જાય છે ત્યાં જ લઘુચોરે તેણીના હાથ ઉપર જોરદાર થપ્પડ મારી. એટલે તેણીના હાથમાં રહેલી તલવા૨ ભૂમિ(ભોંય) ઉ૫૨ પડી ગઈ. ।૧૮। લઘુ ચોર વિચારવા લાગ્યો. “દીપ પતંગને ન્યાયે” એટલે દીવાના રૂપમાં પાગલ બનેલું પતંગિયું, જેમ બળી મરે છે, તેમ આ બિચારો ભલો ભોળો કુમાર આ અવળચંડીની સાથે ચિતામાં ભેગો બળવા તૈયાર થયો હતો. પણ આ તો એને જ મારવા તૈયાર થઈ. વળી હાલમાં મારી ઉપર રાગવાળી થયેલી આ રાક્ષસી, અંતે તો મારા પણ આવા જ પ્રકારના હાલહવાલ કરશેને ? વિષની વિશાળ વેલડી જેવી આ નારીનો રંગ (સંગ) પતંગિયા જેવો છે. જે વારંવાર બદલાય છે. ૧૯+૨૦ા
૧૩૦
ધિક્કાર છે આ સુંદરીને ! કે જેનો ધણી દાસપણું કરે છે અને આ કુલટા સ્ત્રીએ એના પ્રેમને જરા પણ નહીં ગણકારી, પોતાના કાળજાને કઠણ કરીને, વફાદાર ધણી ઉપર તલવારનો ઘા કર્યો. ।।૨૧।। આ દુષ્ટ ચરિત્ર જોતાં તો તે સ્ત્રી મને સુખ શું આપશે ? આ તો પવિત્ર એવા આ કુમારનું પુણ્ય પ્રગટ્યું. જે રાંક એવા કુમારને મેં બચાવ્યો. ।૨૨।। ગામનું ભૂંડ તાપથી તપે ત્યારે મળ, મૂત્ર અને વિષ્ટાના કાદવમાં (ગામને ગોંદરે ખાળમાં) આળોટીને આનંદ પામે, અને તેને જ આરોગે. પણ તેને ગંગાજળ ગમતું નથી. ॥૨૩॥
વળી દ્રાક્ષના માંડવેથી દ્રાક્ષ છાંડીને, ઊંટ કંટકવૃક્ષમાં આસક્ત બને છે. તેમ આ કુમાર પણ કુળવંતી અને ગુણવંતીના અમૃતરસનાં ઘૂંટડા છોડીને (કમલસેનાને છોડીને) કુલખંપણ એવી (મદનમંજરી) સ્ત્રીમાં આસક્ત બન્યો છે. ।।૨૪। આ પ્રમાણે વિચારતો લઘુચોર ધીમે રહીને પોતાના ચાર ભાઈ ભેગો થઈ ગયો. અને દૂર રહીને આ સ્ત્રી કેવાં ચરિત્ર ભજવે છે તે જોવા લાગ્યો. કુંવર મંજરીને પૂછવા લાગ્યો. “તલવાર કેમ પડી ગઈ !' મંજરી કહેવા લાગી. હે સ્વામી ! સાંભળ ! ||૨૫|| હે પ્રિય ! ઠંડીથી મારો હાથ ઘણો ધ્રૂજે છે. તેથી તલવાર પડી ગઈ અને તે ભોળા કુમારે પત્નીની વાત સાચી માની લીધી. ઊઠીને તલવાર મ્યાન કરીને મૂકી દીધી. ।।૨૬।
તેણીને છાતી સરસી ચાંપીને ધીમે રહીને, નીચે બેસાડી અને તેણી પણ ઠંડીથી ધ્રૂજતી હોય એ રીતે કુમારને વળગીને કહેવા લાગી. “તમે અગ્નિ લેવા મારાથી દૂર ગયા. તો એટલો પણ તમારો વિરહ મારાથી સહન ન થયો. ૨૭ વાલેસર વિના એક ઘડી પણ દૂર રહી શકું તેમ નથી. માંસ અને નખ તથા જળમાછલીની જેમ હે પ્રીતમ ! તમારી પ્રીતિથી હું બંધાયેલી છું. જો હવે એક ક્ષણ પણ દૂર મારાથી જશો, તો હું તે વિરહને સહન કરી શકું તેમ નથી. ।।૨૮।। મારા પ્રાણથી પણ અધિક તમે મને વહાલા છો. મારા મનની અંદર તમે એક જ રમો છો. અન્ય સામું તો મને નજર માંડવાનું પણ મન થતું નથી. ॥૨૯॥ જ્યારે એક ખૂણામાં સંતાયેલા પાંચે ચોરો આ વાત સાંભળીને અંદરોઅંદર હસી રહ્યા છે. કુંવર તો પ્રાણપ્રિયાની વાત સાંભળી મનમાં મલકી રહ્યો છે. મંજરીને તાપનો શેક કરી રહ્યો છે. ખરેખર ! પ્રેમદાના પાસમાં જે પડ્યા હોય તેને વિવેક ક્યાંથી હોય ? અર્થાત્ વિવેક હોતો નથી. II3II
• સવૈયા
સ્ત્રીની વાત માને તેના મોઢામાં ધૂળ પડી. તે આડું અવળું કપટપૂર્વક બોલે, હૃદયમાં રહેલ ગાંઠને ન ખોલે, મનનાં ઊઠાં ભણાવે, ખોટી વાર્તા બનાવીને કહે, (આ લક્ષણો સહજ સ્ત્રીમાં હોય છે.)
૧૧