________________
ખs - ૨ : ઢાળ - ૧૦.
૧૨૩
શક્તિ અનંતી સાંભળી રે લો, ભક્તિથી શક્તિ વેગીલી રે લો; શક્તિ ખાયક ગોપમાન છો રે લો, ભક્તિવશે ભગવાન છો રે લો. If૨ના ભાવના વ્યક્તિએ સાંકલ્યો રે લો, પ્રાસાદથી તે નીકળ્યો રે લો, આગળ પાછળ જીવતો રે લો, દીઠો અશોક તરૂ સોહતો રે લો. ૨૧ માનુ વનમાં નોતર્યા રે લો, વિદ્યાચારણ મુનિ ઉતર્યા રે લો, મુનિગણ મંડલ મારગી રે લો, ચાર જ્ઞાન જ્યોતિ ઝગી રે લો. રરો તીરથ જંગમ સુરતરૂ રે લો, શાંત સુધારસ સાગરૂ રે લો; સાહસગતિ સુર નામ છે રે લો, નામ તિશ્યો પરિણામ છે રે લો. ૨all સંસારદુઃખ દવ જાલમાં રે લો, છાયા શીતલ સંસારમાં રે લો; પુત્ર કલત્ર મુનિવરા રે લો, દુઃખમાં વિસામા એ ખરા રે લો. ૨૪ રત્ન રોહણગિરિ જાણીને રે લો, મેઘધ્વનિ સુણી વાણીને રે લો, દેખી કુંવર આણંદિયા રે લો, આવી સૂરીશ્વર વાદિયા રે લો. ૨પા બેઠા તિહાં વિનયે કરી રે લો, ભૂખ તરસ ઠંડી પરી રે લો, ધર્મ ઉદયસ્થિતિ સાંભળી રે લો, સંસારશેરી વિસરી રે લો. If૨૬ll ખંડ બીજે દશમી ભણી રે લો, ઢાળ મુક્તિ મેલા તણી રે લો;
પૂરણ ખંડ ઈહાં થયો રે લો, જંગલમેં મંગલ ભયો રે લો. રહ્યા - પરદેશી સોદાગર - યુવરાજ! ઉત્તરાપથના કેટલાક વણિક સોદાગરો આવ્યા છે અને તે વેપાર અર્થે આવેલા છે તે પોતાની સાથે ઉત્તમ અશ્વરત્નો પણ લાવેલા છે. તે સર્વ વેપારી આપણા મહેલની બહાર દરવાજે ઊભેલા છે. તેઓને આપ શ્રીમાનને મળવાની ઇચ્છા છે. કુંવરે કહ્યું “તેઓને આવવા દો.” આજ્ઞા મળતાં પ્રતિહારી તે વેપારીઓને માન સહિત સભામાં લઈ આવ્યો. યુવરાજને પ્રણામ કર્યા. રાજાને પ્રણામ કરીને, સુખાસન ઉપર બેઠા. મેરા તેમાંથી એક મુખ્ય સોદાગર બોલ્યો કે “યુવરાજ ! અમારા ઘરે અનેક જાતના ઘોડાઓ છે. તેની અંદર સુંદર લાક્ષણિક અશ્વો પણ છે. તેમાં વળી એક અશ્વ તો સર્વલક્ષણે કરીને યુક્ત, પવનની જેમ ગતિ કરનારો છે. આall તમારા સરખા સાહેબને તો તે ખરેખર જોવા યોગ્ય છે. લાખોની ફોજમાં પણ આ ઘોડો શોભી ઊઠે તેવો છે. આ પ્રમાણે સાંભળી
કુંવરે પૂછ્યું. “ક્યાં છે તમારા અશ્વો? ચાલો, જોઈએ, કુમાર સુભટો સહિત નગરની બહાર જ્યાં અશ્વો ' રહેલા હતા, ત્યાં તે ઉદ્યાનમાં આવ્યો. એક એક અશ્વને જોતાં કુમાર વિચારવા લાગ્યો. l/૪
* અશ્વોની પરખ - કેટલાક અશ્વોનાં રૂવાટાં સ્નિગ્ધ અને સૂક્ષ્મ હતાં. કેટલાક વક્ર કાંપવાળા હતા. તો કેટલાકનું વક્ષસ્થળ સ્થૂલતા પામેલ અને પૂંઠે પૃથુ હતા. કેટલાકના તો વળી કાન લઘુ અને પીઠ વિશાળ હતાં. પણ કેટલાક જંઘાબળે કરીને ગગનમાં ચાલનારા હતા. કેટલાક ચરણસ્પર્શથી માત્ર આકાશમાં ઊછળે તેવા હતા. મુખ ઉપર માંસ અલ્પ છતાં ઘણા લક્ષણવંત એવા અનેક અશ્વરત્નોને જોઈને, કુંવર મનમાં ચમત્કાર પામ્યો. દી જેનું ઊંચું શરીર હોવાથી ચડવું પણ દુષ્કર છે એવા એક લાક્ષણિક અશ્વ