________________
ખંડ - ૨ : ઢાળ - ૯
૧૧૩
કોઈ પોતાની પ્રિયાને હિંડોળે બેસાડી તેનો પતિ તેને ઝુલાવી રહ્યો હતો. તો વળી કોઈ પ્રિયાના કંઠમાં હાથ સ્થાપન કરી ઝૂલી રહ્યાં હતાં. કોઈ લાલગુલાલથી રંગરોલ કરી રમી-રમાડી રહ્યાં હતાં. ૩૦ના તે સમયે કુમાર કુસુમવનમાં વૃક્ષે હિંડોળા ખાટ બાંધીને, મદનમંજરીને ખોળામાં બેસાડીને રમી રહ્યો છે. ને વળી નવરસયુક્ત નવનવાં જુદાં જુદા પ્રકારના નાટકો જુવે છે. ૩૧/
જેમ કૃષ્ણની સાથે કમલા (લક્ષ્મી) રમે. તેમ યુવરાજ મંજરીની સાથે રમીને, સરોવરમાં બંને જણા જલક્રીડા કરવા લાગ્યાં. અનેક રીતે લીલાને કરતાં સંધ્યાનો સમય થયો. રાજા પાછો ફરી ગયો. નગરનાં નરનારીઓ પણ સમય થતાં નગરમાં આવી ગયાં. li૩રા યુવરાજ પણ જવા તૈયાર થયો. મંજરીએ લાડ કરતાં કહ્યું કે “સ્વામી !” આ રમવા જેવી કેવી રાત્રિ છે? પરિવારને ઘેર મોકલી દ્યો. આપણે પ્રભાતે મંદિરે (મહેલે) જઈશું. ૩૩ll
વનમાં એક રાત - પ્રેમગર્ભિત પ્રિયાનાં વચનો સાંભળીને, પરિવારને વિદાય કર્યો. પ્રિયા સહિત પ્રિયતમ વનમાં બંને એકલા (રથ સાથે) રહ્યાં. એ વખતે સૂર્યદેવ પણ પોતાની પ્રિયાને મળવા પશ્ચિમદિશાએ પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયો. અર્થાત્ સૂર્યાસ્ત થયો. ૩૪ મિલકુમારના રાસની બીજા ખંડની આઠમી ઢાળ સમાપ્ત કરતાં શ્રી શુભવીરવિજયજી કહે છે કે “હે વૈરાગી જનો ! હવે આગળ શું વાત બનશે. તે તમે સાંભળો.” રૂપા
દ્વિતીય ખંડની ઢાળ : ૮ સમાપ્ત
| (સોરઠી) દોહા નિર્ભય રાજકુમાર રથ તરૂ હેઠે થાપીયો; સંધ્યા સમય વિચાર, વનિતાણું વનમાં વસ્યો. ||૧|| ચૂડી ઝલક ખલકાર, પ્રીતમ ગળે ધરી બાંહડી; પગ ઝાંઝર ઝમકાર, ભાલ તિલક દીપે ઘણું... //રા ફરતાં વન મોઝાર, મુખ તંબોલ ધરી કરી; જાણું જુગલ અવતાર, પવન સુગંધી ફરસતાં. llli રાત્રિ ગઈ ઘડી ચાર, શ્રમ પામી પાછાં વળ્યાં,
સૂતાં બેહુ નરનાર, આવી રથમાં સુખભરે.. નિર્ભય યુવરાજ પ્રિયાની વાત સાંભળી વનમાં રોકાઈ ગયો. પોતાના રથને વૃક્ષ નીચે સ્થાપન કર્યો. સંધ્યા સમય જાણીને વનિતા સાથે વનમાં નીકળ્યો. ૧. વનિતાની ઝળહળતી ચૂડીઓનો ખલકાર, પગમાં ઝાંઝરનો ઝમકાર થઈ રહ્યો છે. એવી પ્રિયાએ પોતાના બંને હાથ પ્રીતમના ગળે ધર્યા. મંજરીના ભાલે કુમકુમ તિલક શોભી રહ્યું છે. રા
મુખમાં તંબોલ ધારણ કરીને બંને જણાં સુગંધી વાતા પવનનો સ્પર્શ કરતાં, આનંદ માણતાં, આમ તેમ ફરી રહ્યાં છે. જાણે કોઈ યુગલિક, વનમાં નવાં અવતર્યા ન હોય, તેવાં બંને દીસતાં હતાં. //all આ રીતે ફરતાં ચાર ઘડી રાત્રિ પસાર થઈ બંને ફરતાં થાકી પણ ગયાં. શ્રમિત થતાં પાછાં ફર્યા અને પોતાના રથમાં બંને જણાં સુખપૂર્વક સૂઈ ગયાં. //૪