________________
૧૨૦
વરસ દિવસ સમ વહી ગયાં, એક દિન સભા મોઝાર; કર જોડી યુવરાજને, એમ ભાંખે પ્રતિહાર. ॥૧૩॥
ધર્મિલકુમાર રાસ
વિદ્યાધરો આવવાથી મંજરી બચી ગઈ. કુમાર પણ અગ્નિસ્નાનથી બચી ગયો. ઝેરી સર્પનું ઝેર ઊતરી ગયું. પણ હવે બંને સાવધ થઈ ગયા. ફરી આવું ન થાય તે ભયથી રાત્રિ જાગતાં રહ્યાં છે. શેષ રાત્રિની એક ઘડી (વહેલી સવારે-પરોઢિયે) બાકી રહી છે. ત્યારે નયનોમાં નિદ્રા ભરાણી છે. (કુમાર તો બેઠો છે) ॥૧॥ પતિના ખોળામાં માથું મૂકીને, સૂતેલી મંજરી સુખે નિદ્રા લઈ રહી છે. કુમાર પણ ખોળામાં રહેલી મંજરીનાં શ્વાસોચ્છ્વાસ-હોઠ-હાથ-પગ-મુખ-નખ વગેરે ઝીણી નજરે નિહાળી રહ્યો છે. ૨
થોડીવારમાં કમલ અને કુસુમવનને વિકસિત કરનાર સહસ્ર કિરણ (સૂર્ય) ઉદય પામ્યો. નગરમાંથી રાજાએ (પિતાએ) મોકલેલો સુભટનો પરિવાર કુમારને લેવા આવ્યો. કુમાર જ્યાં હતા ત્યાં આવીને ઊભા. ।।૩।। રાજકુંવરે પોતાના સુભટો જોયા. વેળા પણ થઈ હતી. સુભટોને જોઈને કુમાર મનમોહિનીના મુખને જોતો તેને જગાડવા લાગ્યો. ઇષ્ટ અને મિષ્ટ (મીઠાશ) વચનો થકી કુંવર મંજરીને જગાડી રહ્યો હતો. ॥૪
તે આ પ્રમાણે... “હે પ્રિયે ! કમળોનો આહ્લાદજનક પરાગ પ્રસરી રહ્યો છે. વૃક્ષો ઉપર કૂકડાઓ શબ્દ કરીને જગતને જગાડી રહ્યા છે. સૂર્યદેવ મેરુગિરિનાં શિખરોને પવિત્ર કરી રહ્યા છે. હે સુનયને ! રજની વહી ગઈ છે. પ્રભાત થયું છે. માટે તું જાગ્રત થા.” (નિદ્રાને દૂર કરીને, તું હવે જાગ) ॥૫॥ “હે વાલેશ્વરી ! જો તો ! આ મૃગલાઓ પણ તૃણ (ઘાસ) ભક્ષણ કરવા માટે દોડી રહ્યાં છે. વળી આ પક્ષીઓ પણ જો જો ! ચણ શોધવા જઈ રહ્યાં છે. તથા આ માર્ગ પણ ઠંડી ઊડવાથી (દૂર થવાથી) સુખે વહન કરી શકાય તેવો થયો છે. હે સુનયને ! રાત્રિ પૂરી થઈ છે. પ્રભાત થયું છે. માટે..હવે તું જાગ. ઊઠ ! ॥૬॥
કુમારનાં શીતવચનો સાંભળીને મંજરી જાગી. મુખશુદ્ધિ કરી. રથમાં બેઠાં. સુભટોથી પરિવરેલો કુમા૨ મંજરીને લઈને નગરમાં, મહેલમાં આવ્યો. IIII મહેલમાં જઈને પિતાના ચરણે નમસ્કાર કર્યા. માતાને પણ નમ્યો. નમતાં કુમારને માતાએ શિખામણ આપી. શિષ્ટ વચનો કહ્યાં. ॥૮॥
માતાની હિતશિક્ષા હે પુત્ર ! જેઓ એક જ આંખે દેખે છે, એક હાથે કાર્ય કરે છે અને એક પગે જ ચાલે છે તે ક્યારેક આ જગતમાં કોઈક પ્રસંગે અવશ્ય અપમાનિત થાય છે. વત્સ ! વિધિની નજરમાં પણ તારુ કાર્ય અન્યાયયુક્ત ગણાય નહીં, તે ધ્યાનમાં રાખજે. કમલસેનાને પરણીને તું લાવ્યો છે. બંને સ્ત્રીઓને સરખી નજરે જોવી જોઈએ. માતાએ આ રીતે (ગર્ભિત) શિખામણ આપી. ઘણા
હૃદયપલટો :- કુમાર વિવેકી હતા. માતાનાં વચન સાંભળીને સમજી ગયો. મંદિરની અંદર જઈને સીધો કમલસેનાના આવાસે (મહેલે) ગયો. પ્રચ્છન્નપણે (ગુપ્તપણે) બહારથી જુએ છે કે તે સુંદરી શું કરી રહી છે ? કમલસેના પણ સવારમાં સ્વામી અગડદત્તની છબી હાથમાં લઈને, તેની સાથે વાર્તાલાપ કરી રહી હતી. જાણે પોતે પરમેશ્વરને પ્રાર્થના ન કરતી હોય ? તેવી રીતે જોઈ રહી હતી. કુંવરને પણ આ દયામણું દશ્ય જોઈને લાગણીનાં પૂર ઉભરાઇ આવ્યાં. સીધો તેની સામે જઈને જ ઊભો રહ્યો. કમલસેના ચિત્રમાં ચીતરેલ પૂતળીની જેમ અનિમેષ નયને આશ્ચર્યથી કુમાર સામે જોઈ રહી હતી. કુમાર મૌન હતો. જાણે..પરણ્યાંની પહેલી ઘડી ! કેમ કે ઘણા સમયે મળ્યાં હતાં. સંયોગની વચમાં ઘણા મહિના વીતી ગયા હતા. થોડી ક્ષણો તો આમ પસાર થઈ. છેવટે તે (કુમાર) બોલ્યો. “પ્રિયે !” કમલસેના પણ બોલી...‘હે નાથ ! મારા પ્રાણ !'