________________
ખંડ - ૨ : ઢાળ - ૬
એમ કહી યોગી ગામમાં ગયો. મીઠું-મધુર-ગોરસ બનાવીને લઈ આવ્યો. અને તે ગો૨સ કુંવ૨ની આગળ મૂકીને કહ્યું કે “હે વત્સ ! આ આરોગો. મારી મહેનતને સફળ કરો.” ||૧૬|| ઋષિભોજન મને કલ્પે નહીં. મહારાજ ! હું ઋષિભોજન ક્યારેય લેતો નથી. વળી ગોરસભોજનથી રસવિકાર થતાં, મસ્તકનો રોગ (માથુ દુઃખે) થાય છે. તેથી ગોરસના ભોજનની વાત ન ક૨શો. એમ કહી કુંવરે ભોજન ન લીધું. ॥૧૭॥
e
કુંવરના સાર્થને (સુભટો વગેરેને) તે યોગીએ દૂધ-દહીં ગોરસનું ભોજન પીરસ્યું. તે વખતે કુમારે આંખના ઇશારે ના પાડી. જેમ ગુરુ શિષ્યને વારે, તેમ વાર્યા. પણ કુશિષ્ય ઇંગિત આકારને સમજી ન શકે, તેમ ગોરસના લાલચુ લોકોએ આરોગવાનું છોડ્યું નહીં. પેટભરપૂર ભોજન કર્યું. ॥૧૮॥ યોગીએ ભોજન પછી તંબોલ આપીને કહ્યું કે “હે પુત્રો ! તમે બધા આરામ કરો. હવે હું ભોજન કરી લઉં.” તેઓ સર્વે (વિષમિશ્રિત ભોજન હતું) ભોજન કરી તંબોલ લઈને વૃક્ષ નીચે જઈને સૂતા. સૂતા તે સૂતા. ઊઠ્યા જ નહિં. હંમેશ માટે સૂતા ॥૧૯॥
જ્યારે થોડે દૂર ૨થને ઉતારો આપ્યો હતો. ત્યાં મદનમંજરીએ ભોજન બનાવ્યું ને મદનમંજરી અને કુમા૨ જમ્યા. કુમારને ત્યાં જમતો જોઈને. મનમાં યોગી ઘણો ખિજાયો. પોતાનું ભોજન કર્યા પછી, કુમાર જ્યાં હતો ત્યાં આવીને ખડ્ગ ખેંચ્યું. કુમારને મારવા હાથ ઉગામ્યો. ।।૨૦।। ઘા મારતાં પહેલાં યોગી બોલ્યો. “રે રાંકડા ! ચંદ્રમુખી રમણીને, અને લક્ષ્મીને લઈને તું હવે કઈ બાજુ જઈશ ? હું દુર્યોધન ચોર છું. સમજી લેજે. ૨૧૫
દુર્યોધનની સામે વાટે :- વિષ આપીને આ તારા સાથીદારોને પરલોક પહોંચાડી દીધા. હવે તારો વારો આવ્યો છે. આ મારા ખડ્ગ વડે કરીને તારું ચૂર્ણ કરીશ અને પછી જમરાજાને એ ચૂર્ણ ખાવા માટે આપીશ.’’ ।।૨૨। આ સાંભળી કુમાર આશ્ચર્ય પામ્યો. સજાગ તો હતો જ. તરત જ તેણે પણ તલવાર ખેંચી, અને પળનો વિલંબ કર્યા વિના ચોર (યોગી)ની કુક્ષીમાં પ્રહાર કર્યો. ચોર તરત જ હા ! હા ! કરતાં પૃથ્વી ઉપર ઢળ્યો. જગતમાં એવો નિયમ છે કે “જે વહેલો તે પહેલો”. તે પ્રમાણે યોગી તલવાર ઉગામવા જાય તે પહેલાં જ કુમારે સાવધપણે પહેલો ઘા પોતે કર્યો અને પાર ઊતરી ગયો. જીતી ગયો. ૨૩
દીન થયેલા અને મરવા પડેલા દુર્યોધનને પાણીની તરસ લાગી. તરસથી તરફડતા ચોરને જોઈને કુંવરે પોતાના રથમાંથી પાણી લાવીને આપ્યું. સુલસાના પુત્ર અગડદત્તે, વ્યથિત એવા ચોરની ઉપર દયા આવવાથી પાણી પીવડાવ્યું. ॥૨૪॥ શીતલજળ પીવાથી તૃપ્તિ થઈ. કુમાર ઉત્તરીયવસ્ત્ર થકી પવન નાંખવા લાગ્યો. પાણી અને પવનથી ચોર મરણની આખરી ઘડીએ સ્વસ્થ અને શાંત થયો. આ રીતે બીજા ખંડને વિષે પાંચમી ઢાળે કુમારના દયા વગેરે ગુણોનું વર્ણન કરતાં શ્રી વીરવિજયજીએ ઢાળ સમાપ્ત કરી. ।।૨૫ દ્વિતીય ખંડની ઢાળ : ૫ સમાપ્ત
-: Elel :
કુંવર કૃપાલુ ગુણે કરી, કરતો ચોર વિચાર, કરૂણાયર એ ગુણનિધિ, મિક્ષિંગ્ મુજ અવતાર. ॥૧॥ મેં અતિથિ કરી મારીયા, પંથીજન વિશ્વાસ;
બાલ વૃદ્ધ ધર્મી હણી, બાંધી પાપની રાશ. ॥૨॥