________________
ખંડ - ૨ : ઢાળ - to
૧૦૩
વળી-કુંવર રથમાં બેસીને વનની મધ્યમાં ગયો. ત્યાં અતિભયાનક ઉત્કટ ફણાવાળો, મણિધર નાગને ફૂંફાડા મારતો સામે ધસમસતો આવતો જોયો. યમરાજના ડોળા સરખી લાલઘુમ આંખવાળો, ધમણની જેમ ફૂંફાડા મારતો, યમરાજના દંડ જેવો તે પ્રચંડ-વિકરાળ દેખાઈ રહ્યો છે. ૧૯
. નાગને નાથ્યો - આવા ભયંકર નાગને જોઈને મદનમંજરી ભય પામી. અને કુમારને (ગળે) કંઠે વળગી પડી. કુંવરે તેને ધીરજ આપી. પ્રિયા ! ભય પામીશ નહીં. હું તેને ક્ષણમાં વશ કરી લઉં છું. તરત રથમાંથી કુમાર નીચે ઊતરી ગયો. ગારૂડી જેમ મંત્રથી થંભન કરે, તેમ સર્પને દમીને કુમાર રથમાં બેસીને, માર્ગમાં આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં અનુક્રમે સઘળુંયે વન (રણ) વટાવી દીધું. ભય બધા જ ચાલ્યા ગયા અને વન પણ પૂરું થયું. ૨ના અને રથ શંખપુરીના સીમાડે પહોંચ્યો. એટલે જાણે આ સંસારઅટવી ઓળંગીને મનુષ્યભવ પામ્યા હોય તેમ ત્યાં કુમાર અને મંજરીએ રથને છોડીને વિશ્રામ લીધો. હવે ત્યાં આગળ કમલસેના, કુમારને યાદ આવી ગઈ. આ પ્રમાણે વીરવિજયજીએ બીજા ખંડને વિશે છઠ્ઠી ઢાળ પૂરી કરી.
દ્વિતીય ખંડની ઢાળ : ૬ સમાપ્ત
-: દોહા :એણે અવસર તિહાં સૈન્યના, દેરા તંબૂ દૂર; દેખી સંશય ડોલતા, આવ્યા સુભટ હજૂર. III અગડદત્તને ઓળખી. કરતા તેહ પ્રણામ; કમલસેના રાણી પ્રતે, દેત વધામણી તામ. રા. રાણી મંત્રી પ્રમુખ સવિ, આવી પ્રણમે પાય, બોલાવે તસ પ્રેમશું, કુંવર કરી સુપસાય. all શિબિરમાંહે સહુઆવિયા, નૃપસુત કરી વિશ્રામ;
પૂર્વ વૃત્તાંતે પૂછીયો, કહે સેનાપતિ તા. ૪ કુમાર વન ઊતરી ખુલ્લા મેદાનમાં આવ્યો. રથ ઊભો રાખીને કંઈક વિશ્રામ લીધો. ત્યાં તો કુમારે દૂર દૂર સૈન્યના ડેરા અને તંબૂઓ વગેરે જોયું. ત્યાં રહેલા ડેરાવાસી-તંબુવાસી લોકોએ કુમારના પણ તંબુ જોયા. મનમાં સંશય ધરતા સુભટો કુમારના ડેરા પાસે આવી પહોંચ્યા. ૧}ા સુભટોએ પોતાના
માલિકને ઓળખી લીધા. સુભટોએ અગડદત્તકુમારને હાથ જોડી પ્રણામ કર્યા અને ઘણા ખુશ થયા. " પાછા ફરી કમલસેનાને વધામણી આપવા દોડ્યા. //રા
કુમાર ને કમલસેના - કેટલાક વળી સુભટો કુમાર પાસે બેઠા. થોડીવારમાં જ કમલસેના રાણી - મંત્રી પ્રમુખ સઘળું સૈન્ય ત્યાં આવ્યું અને કુમારને નમસ્કાર કર્યા. અણધાર્યો કમલસેનાનો મેળાપ થવાથી કુમાર પણ ઘણા ખુશી થયા. કુમારે સર્વને પ્રેમથી સત્કાર્યા. (૩ી થોડી ઘણી વાતો કરી, પોતપોતાની શિબિર-છાવણીમાં આવ્યાં. કુંવરે પણ પોતાના તંબુમાં જઈને વિશ્રામ કર્યો. ભોજન આદિ કરીને પરવારી, કુમાર મંત્રી વગેરેએ વાર્તાવિનોદ કર્યો. ત્યાર પછી કુમારે પણ આગળનો વૃત્તાંત પૂક્યો. તે સાંભળીને સેનાપતિ હવે આગળ કહે છે. તેના