________________
ખંડ - ૨૪: ઢાળ - ૧
toe
હવે એક વાર વિદ્યાધર યુગલ ફરવા નીકળ્યાં. જે વનભૂમિમાં આ સ્ત્રી બળદપતિને ચરાવી રહી હતી, ત્યાં બંને જણાં આવ્યાં. વિદ્યાધરી વિદ્યાધરને પૂછે છે. “આ સ્ત્રી કેટલા પ્રેમથી બળદની સંભાળ રાખે છે ?” ત્યારે વિદ્યાધરે કહ્યું કે “એની શોધ્યે જ પતિને બળદ બનાવ્યો છે. હકીકતમાં તે તેનો પતિ છે.” ત્યારે વિદ્યાધરીએ પૂછ્યું. શું એ ફરી મનુષ્ય ન બની શકે ? શોક્યનો પણ તે પતિ જ હતો ને ? પોતાના પતિને બળદ બનાવતાં જરાયે દયા ન આવી ? વિદ્યાધર બોલ્યો - બળદ પાછો મનુષ્ય બની શકે. બળદની પત્નીના કાન ચમક્યા.
ત્યારે વિદ્યાધર બોલ્યો. આ સ્ત્રી જે વૃક્ષ નીચે ઊભી છે. તે જ ભૂમિમાં તેની આસપાસ સંજીવની બુટ્ટી છે. એ સંજીવની બુટ્ટીનો ચારો બળદને ચરાવે તો વળી પાછો મનુષ્ય થઈ શકે. ।।૧૭।। મોટી પત્ની જે બળદપતિને ચારો ચરાવવા લઈ આવી હતી તે પત્નીએ આ યુગલ વિદ્યાધરનો વાર્તાલાપ સાંભળ્યો. અને પતિની ઉપરના અત્યંત સ્નેહથી તે (જ્યાં ઊભી હતી તે જગ્યાને તેની આસપાસ ભૂમિ) ભૂમિનો સઘળોયે ચારો ચરાવવાનો વિચાર કર્યો. કેમ ! કે પોતે સંજીવની બુટ્ટીના છોડવાને ઓળખતી ન હતી. બધો ચારો ચરાવતાં બળદ એ મનુષ્ય બની ગયો ।।૧૮।।
આ લેખની અંદર “ચારિસંજીવની ન્યાય.”ની કહેવત યુક્તિપૂર્વક જણાવી. પંડિત હશે તે અવશ્ય જાણી લેશે. (હમણાં તો તમે કમલસેનાને વશ, બળદિયા જેવા થયેલા છો. પણ પંડિત છો તેથી વધારે કહેવું નહિ પડે !!).નહીંતર પછી “નારી ધાન્યને દેખાડે છે અને મૂર્ખ તોલડરાગ કહે છે.” તેના જેવું થશે. એટલે કે “એક જગ્યાએ ડાયરો મોટો ભરાયો હતો. જેમાં એકબીજા પ્રહેલિકા, સાખી, પ્રશ્નોત્તરી • વગેરે કરે છે. તેમાં વળી એક જણે શાયરી ગાઈને પૂછ્યું કે “આ રાગ કયો હતો ? તેની સ્ત્રીએ જોયું કે મારો પતિ જવાબ આપી શકતો નથી. તેથી તોલડામાં ધાન્ય ભરીને બતાવું. જેથી સંકેતથી “આ ધન્યાશ્રી રાગ છે.” તેવું મારા સ્વામીને યાદ આવશે. એવું વિચારીને તે સ્ત્રી તોલડમાં ધાન્ય ભરીને ઊભી રહી અને ઇશારો કરે છે. ત્યારે તેનો પતિ કહે છે. “તોલડા રાગ, તોલડા રાગ.” તોલડાને જોવાથી આવો રાગ છે, તેવું બોલ્યો. હકીકતમાં તોલડ નામનો કોઈ રાગ છે નહિ, પણ તે મૂર્ખને તેવી ખબર નહિ. અહીં આ રીતે લેખમાં લખીને મદનમંજરી કહી રહી છે કે તમે પણ આવું ઊંધું ન સમજતા અને સ્નેહ છોડી ન દેતા. ।।૧૯।।
હે સ્વામી ! નજરથી ભલે દૂર છો, પણ મારા હૃદયપટની અંદર આરામ કરી રહ્યા છો. મારા હૃદયથી દૂર ખસશો, તો માનીશ કે નક્કી કંઈક કૌતુક થયું. નક્કી કંઈક ગરબડ થઈ. II૨૦ઞા હે સાહેબ ! આ દાસીને પત્રનો જવાબ જલ્દીથી આપશો અને તમે સદા સુખી રહેજો.” આ પત્ર વાંચી કુંવર સખીને પૂછવા લાગ્યો કે આ લખનારી કોણ છે ? ।।૨૧।
ત્યારે વૃદ્ધ સખી બોલી ! હે રાજન્ ! સાંભળો ! સતી જેવી શેઠની પુત્રી કે જેને તમે તેના ગૃહઉદ્યાનની અંદર વચન-અમૃતરસના સ્નેહથી સિંચન કર્યું હતું. I॥૨૨॥ રાતદિવસ તમારા ઉપર સ્નેહને ધારણ કરતી મદનમંજરીએ આ પત્ર લખ્યો છે. તમે તો હાથીનું દમન કરી, રાજાને ખુશ કર્યા અને ચો૨નો ઘાત કરીને નગરજનોને સુખી કર્યા. ॥૨॥
અને વળી રાજકન્યાને પરણ્યા. એવા તમારા ગુણોને સાંભળીને (તેણી) ચિત્તની અંદર ઘણી આનંદિત થઈ અને તમારી ઉપર વિશ્વાસ રાખતી એવી મારી સખીએ મને અહીંયાં તમને વધાવવા માટે ‘મોકલી છે. ।।૨૪।