________________
ખંડ - ૨ : ઢાળ - ૧
રાજસુતા પરણી સહી હો રાજ, સાંભળી હર્ષિત ચિત્ત; મેરે૦ મુજ વિશ્વાસે મોકલી હો રાજ, તમને વધાવવા નિમિત્ત. મેરે વાલા. ૨૪ એમ કહેતી કુંવર ગલે હો રાજ, મોતીનો હવે હાર; મેરે) વનિતા વીતક સાંભળો હો રાજ, બળતી વિયોગી નાર. મેરે વાલા. રપા વિષ પીતાં મેં ઢોલીયું હો રાજ, કાપ્યો ફાંસો દેખ; મેરે૦ મેં વચને કરી ધીરવી હો રાજ, તવ એ લખિયા લેખ. મેરે કુંવર વાલા. // કહે કેમ આવડી હો રાજ, શંકા ચિત્તમાં આય; મેરે૦ થોડે દિન તેડી જશે હો રાજ, મિથ્યા વચન ન થાય. મેરે વાલા. ll૨શી વસ્ત્ર ભૂષણ તાંબૂલ દેઈ હો રાજ, દાસી મુદિતા કીધ; મેરે૦ રત્નજડી નિજ મુદ્રિકા હો રાજ, પટ્ટરાણી કર દીધ. મેરે વાલહા..૨૮ પ્રાણપ્રિયા તુજ સ્વામિની હો રાજ, ધરજે અંગુલી તાસ, મેરે વિસરજી સા એમ કહી હો રાજ, લેખ ધરે નિત્ય પાસ. મેરે વાલા. એરલા બીજે ખંડે પ્રેમની હો રાજ ઢાળ પ્રથમ કહી છેક; મેરે૦ વિર વચની સંસારમાં હો રાજ, ધર્મે પણ તસ ટેક. મેરે વાલા. ll૩ના
વહાલા! નંદસુતા નાથને નમસ્કાર કરે છે. નમે છે. નયનો નીરથી ભરેલાં છે. મારા અવનીપતિને કરજોડી અરજ કરું છું. હે સ્વામિન્ ! આ લેખ લખતાં મારાં ચીર ભીંજાઈ રહ્યાં છે. જુઓ તો ખરા ! I૧ “હું તને પટ્ટરાણી પદ આપીશ.” આ પ્રમાણે કહીને, મારા પિયુડે જયારે મને રજા આપી હતી અને એનાં સાક્ષી એ વનનાં વૃક્ષો અને વ્યંતર દેવો છે. આ કોલ કરનાર બીજો કોઈ નહિ, પણ મારો કંત જ હતો. રા
આ વાત તો વેગળી રહી પણ હમણાં તો કઈ દિશામાં વાયરો વાઈ રહ્યો છે? કે જે તમારું મુખ જોવા મળતું નથી. હા ! પણ ગંગાજળનાં નીરને જેણે એકવાર પીવું હોય તેને છિલ્લરનું જળ ન રૂચે. તેમ છે સ્વામિનું! ખરેખર, હું તમને છોડીને ક્યાંયે જવાની નથી. ૩l સવારે સૂર્ય પૂર્વદિશાને, સાંજે પશ્ચિમદિશાને સાચવે છે. તે તો જગતનો રાજા કહેવાય. એવો દિનમણી (સૂર્ય) બંને દિશારૂપી સ્ત્રીઓનાં મનને સાચવે છે, તે રીતે શું તમે મને ન સાચવી શકો? Ill
કેતકી અને માલતીમાં મોહી રહેલો ભમરો, વનની અંદર ભમે છે, અને જાઈ, (જુઈ) ચમેલીમાં ફૂલની સુગંધને લેતો જાય છે //પા વળી પૂર્વની પ્રિયામાં પ્રેમરસ ભરાયો હશે. (કેતકીમાં રસ ભરાયો હશે) એવું યાદ કરીને ફરી ત્યાં આગળ આવે છે, ત્યાં દવ લાગતાં કેતકીના છોડને બળેલો જોઈને તેની રાખમાં ભમરો આળોટે છે. //૬
ત્યારે હંસલીના વિયોગે બળતો એવો હંસ તેને પૂછે છે, “તું શા માટે આ રીતે આળોટે છે?” ત્યારે ભમરો કહે છે “તેના (કેતકીના) વિરહથી મારું તન બળી રહ્યું છે. માટે તેની રાખમાં આળોટીને