________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ વેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પાતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પિતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે. તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે
અહા લોકો! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે એને પાર પામવા પુરુષાર્થને ઉપગ કરો! ઉપગ કરે !!”
એમ ઉપદેશવામાં એમને હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકથી મુક્ત કરવાનું હતું. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા એગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે, સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમજ દુખપ્રદ છે. અહ, ભવ્ય લેકે ! એમાં મધુરી મહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ ! નિવૃત્ત થાઓ !!
મહાવીરને એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહા પ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાનદર્શનગપરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર “ઉત્તરાધ્યાયન સૂત્રમાં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તવાભિલાષીના મુખકમળથી
For Private And Personal Use Only