________________
૨: આઘ-એતિહાસિક શિરે હોવાનું જણાયું છે. આ સભ્યતાનાં કેટલાંક નવાં કેન્દ્રો પાકિસ્તાન સરકારે પણ શોધ્યાં છે. આજ સુધી એનાં લગભગ ૪૦ જેટલાં કેન્દ્રો જાણમાં આવ્યાં છે.
આ કેન્દ્રોમાંથી પ્રાપ્ત થયેલ સેના-ચાંદી અને મણિએમાંથી બનાવેલાં ઘરેણાંથી માંડીને માટી પથ્થર, ધાતુ જેવા પદાર્થોમાંથી બનાવેલાં આમજનતાને ઉપયોગી ઘરેણાં, વાસણો, રમકડાં, શિલ્પ, ચિત્રાંકનો વગેરે ઉન્નત નગરજીવનનાં દ્યોતક હોવા ઉપરાંત પ્રજાજનોની કલારુચિના પણ દ્યોતક છે.
હડપ્પીય સભ્યતાનાં શિલ્પ સુઘાટય કલાના નમૂના છે. એમાં અંશમૂર્ત અને પૂર્ણ મૂર્ત બંને પ્રકારો મળી આવે છે. આ શિલ્પો મૃત્તિકા (માટી), પાષાણ
અને ધાતુનાં બનેલાં છેઆમાં પાષાણ અને ધાતુનાં શિલ્પ માટીનાં બનાવેલાં શિલ્પની અપેક્ષાએ અધિક સુરેખ, ક્લાય અને ઉત્કૃષ્ટ છે.
માટીનાં બનેલાં શિલ્પ અને પાષાણ ધાતુનાં શિલ્પની રૂપક્ષમતા તેમજ બંનેની શૈલી વરચે ભારે તફાવત વરતાય છે. માટીનાં શિલ્પ સમાજના નીચલા થરના લોકોની લોકકલાનાં ઘાતક હોવાનું જણાય છે. જ્યારે પાષાણ અને ધાતુનાં શિલ્પ સમાજના ઉદાત્ત વર્ગની કલાના નમૂના હોવાનું લાગે છે. આ ફરક સમાજમાં પ્રવર્તમાન આર્થિક વિષમતાને લઈને હોવા સંભવે છે.
હડપ્પીય સભ્યતાનાં શિલ્પો મુખ્યત્વે ધાર્મિક વિષયને અનુસરે છે. મનુષ્યાકાર, પ્રાણી-આકાર અને બંનેના મિશ્રા આકાર ધરાવતાં શિલ્પ મુખ્યત્વે મુદ્રાઓ અને મુદ્રાંકો પર પ્રાપ્ત થાય છે. ઉપરાંત માટી, પાષાણ અને ધાતુનાં કેટલાંક શિલ્પ પણ આ પ્રકારનાં છે. વળી લિંગ, જળધારી અને વૃક્ષની શિલ્પકૃતિઓ પણ મળે છે. (અ) મુદ્દાઓ પરનાં રેખાંકને
મુદ્રાઓ પરનાં રેખાંકનો બીબામાં બનાવીને ઉપસાવેલાં છે, જ્યારે મુદ્રાંકો પર શિલ્પાના આકાર ઊંડા ઊતરેલા જોવા મળે છે.
મુદ્રાઓમાં આઘશિવ તરીકે ઓળખાતી ત્રણ મુદ્રાઓ વિશિષ્ટ છે. એમના પરનાં ત્રણ રેખાંકનમાં દેવના જે આકાર આલેખવામાં આવ્યા છે તે અનુકાલીન મહાદેવના રવરૂપ સાથે ઘણું સામ્ય ધરાવે છે. બે રેખાંકનમાં એમનાં, એક દક્ષિણાભિમુખ, એક સમ્મુખ અને એક વામાભિમુખ એમ કુલ ત્રણ મુખ આલેખ્યાં છે; જ્યારે ત્રીજા રેખાંકનમાં માત્ર એક દક્ષિણાભિમુખ બતાવ્યું છે. એકમાં એ દેવ ભૂમિ પર બેઠેલા છે, જ્યારે બીજા બેમાં એ બાજઠ પર બેઠેલા છે, જેમાંના એકના પાયા વૃષભાકારે ઘડવામાં આવ્યા છે. ત્રણેયમાં એ દેવ યોગાસનમાં બેઠેલા