________________
ભારતીય પ્રાચીન શિલ્પક્લા
છે. એમાં અલ્પાભરણ ધારણ કરતી સ્ત્રીઓનું નૈસર્ગિક ઉન્નત સૌંદર્ય અભિવ્યકત થાય છે. એમના કેશવિન્યાસમાં અલક લટો રાખવી, વચ્ચે પાંથી પાડીને ઉપરના ભાગમાં વાળથી છંત્રાકાર બનાવવો, બંને ભાગના વાળની ગોઠવણી કરીને મસ્તક પર મયૂરપુચ્છ કે મધપૂડા જેવો ઘાટ બનાવવો, વગેરે વિશેષ ધ્યાનપાત્ર છે. પુરુષો મુખ્યત્વે નિરાભરણ અને કેશવિન્યાસથી અલંકૃત જોવા મળે છે. પુરુષમાં બંને તરફ લટકતાં ગુલફાં રાખવાને વિશેષ પ્રચાર નજરે પડે છે. સ્ત્રી-પુરુષોનાં એકાકી અને દંપતીરૂપ ક્રીડારત કે ગોષ્ઠી કરતાં સ્વરૂપો ઉપરાંત વારાણસી પાસે રાજઘાટમાંથી મળેલી તકતીઓમાં દડો કે બીજી વસ્તુઓ લઈ રમતાં બાળકોનાં દશ્ય અંકિત થયેલાં છે.
પ્રસ્તુત કાલમાં દેવદેવીઓની સ્વતંત્ર મૂર્તિઓ પણ બની હતી. આવી મૂર્તિઓ મુખ્યત્વે હાથ દ્વારા મૂર્તન-પદ્ધતિએ બની છે, પણ જરૂરિયાત અનુસાર એમાં બીબાને પ્રયોગ પણ થયો છે. કલાકારો બીબાઓની મદદથી જુદાં જુદાં અંગે તૈયાર કરી હાથ અને છરીની મદદથી તેમને જોડી તેમને અલંકારણાદિથી સજાવતા. આ પદ્ધતિએ મનુષ્યકદથી પણ મોટી મૂર્તિઓ બનાવવામાં આવતી. આવી મોટા કદની મૂર્તિઓનું વજન ઘટાડવા માટે તેઓ સુકાઈ ગયેલા છાણ પર ભીની માટીનું પડ કરી તેના પર મૂર્તન કરતા. તેઓ પાછળ કે નીચેના ભાગમાં કાણું રાખતા, આથી મૂર્તિને પકાવતી વખતે અંદરનું સુકું છાણ બળી જતાં એની રાખ કાણામાંથી બહાર કાઢી લેવાતી અને મૂર્તિ વચ્ચેથી પોલી થતાં તેનું વજન ઘટતું. આ પદ્ધતિએ બનાવેલી મૂર્તિઓ રાજઘાટ, અહિચ્છત્રા વગેરે સ્થાનમાંથી મળેલી છે. આખી મૂર્તિઓમાં મુખ્યત્વે છૂટાં છવાયાં મસ્તક મળે છે. એમાં મુખાકૃતિ પર આધ્યાત્મિક ભાવ જણાતો નથી. અલબત્ત, આંખ અને હોઠોમાં સ્વાભાવિક ભાવ ઝલક જોવા મળે છે. આમાં પણ ઉપરોકત નાની તકતીઓમાં જોવા મળે છે તેવી કેશવિન્યાસોની છટા નજરે પડે છે. આવાં બે મસ્તક નોંધપાત્ર છે. એક મસ્તક પવાયા (મધ્યપ્રદેશ)માંથી અને બીજું અહિચ્છત્ર(ઉત્તરપ્રદેશ)માંથી મળ્યું છે. તેમાંના પહેલામાં પુરુષને ચહેરો છે, આ ચહેરામાં આંખના પોપચાં ઢળેલાં છે. જાણે કે તે સ્વપ્નાવસ્થામાં ન હોય! છતાં એનાં પગ, દાઢી, હોઠ, નસકોરાં અને ગાલ વગેરેની કારીગીરી અને રજૂઆત વધારે સ્વાભાવિક લાગે છે. બીજામાં સ્ત્રીને ચહેરો છે. તેમાં સ્ત્રીનું લાલિત્યમય આલેખન થયું છે. આ ચહેરાને પાર્વતીના મુખ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કાલિદાસના કુમારસંભવમાં પાર્વતીના તેમ જ મેઘદૂતમાં યક્ષિણીનાં દેહ-સૌંદર્યનું જે લાવણ્યમય વર્ણન છે. તેને આ મળતું આવે છે. વળી મથુરામાંથી મળેલું અને લખની મ્યુઝિયમમાં સુરક્ષિત