________________
પરિ. ૨ : ધાતુશિ
બનેલી રહેતી. એ મોટા કદની વજનદાર મૂર્તિઓ દેવયાત્રામાં લઈને ફરવા માટે. અગવડરૂપ બનતી. જ્યારે ધાતુ-પ્રતિમા મુકાબલે સગવડ ભરી હતી. ખાનગી ઘરમાં ઉપાસના માટે અનેક પ્રકારની નાની નાની ધાતુમ્ ર્તિઓ બનતી હતી.
શિલ્પ બનાવવામાં ધાતુને પ્રયોગ છેક આઘ-તિહાસિક કાલથી થતો જોવા મળે છે. મોહેજો-દડોમાંથી મળેલી કાંસાની નર્તિકા અને ભેંસને ઉલ્લેખ પ્રકરણ-૨ માં થયેલ છે. ત્યારબાદ મૌર્યોત્તર કાલ પહેલાં ધાતુશિલ્પો વિશે કંઈ જાણકારી ઉપલબ્ધ થતી નથી. કેટલાક વિદ્વાન લોરિયા-નંદનગઢ(બિહાર)માંથી મળેલ તકતી પર થયેલા નારીઅંકનને અંતિહાસિક કાલનું પ્રાચીનતમ ધાતુશિલ્પ ગણાવે છે અને આને ઈ. સ. પૂર્વે ૩ જી સદીનું ધારે છે, પરંતુ બહુસંખ્યક વિદ્વાનો આ પ્રકારની સુવર્ણતકતીઓને શિલ્પની અપેક્ષાએ આભૂષણોની શ્રેણીમાં મૂકે છે. અહીં એતિહાસિક કાલનાં કેટલાંક ધાતુશિલ્પોનું વર્ણન અભિપ્રેત છે.
૨) અનુ-મૌર્યકાલ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈમાં સુરક્ષિત પાર્શ્વનાથની કાંસ્ય પ્રતિમા ઐતિહાસિક કાલની સૌથી પ્રાચીન પ્રતિમા છે. તેને સમય ઈ. સ. પૂર્વે ૧ લી સદીને આંકવામાં આવ્યો છે. કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા પાર્શ્વનાથના મસ્તક પર ફણા છે. છાતી પર શ્રીવત્સનું લાંછન કરેલું નથી. દેહસૌષ્ઠવની દષ્ટિએ આ મૂર્તિ મોહેં-જો-દડોની નતિકા સાથે અને મથુરામાંથી મળેલી શુંગકાલીન માતૃદેવીની માટીની પકવેલી પૂતળીઓ સાથે સામ્ય ધરાવે છે.
ચૌસા (જિ. શાહાબાદ, બિહાર)માંથી મળેલાં અને પટના મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયેલાં ધાતુશિલ્પમાં એક ધર્મચક્ર, એક કલ્પવૃક્ષ અને ૧૬ જૈન તીર્થકરોની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આમાં ધર્મચક્ર અને કલ્પવૃક્ષ પ્રાચીનતમ અર્થાત ઈ. સ. પૂર્વે ૨ જી-૧ લી સદીનાં હોવાનું અનુમાન થયું છે, જ્યારે તીર્થંકરની દસ મૂર્તિઓ કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી છે, તે કુષાણકાલની અને બાકીની છ બેઠેલી છે તે ગુપ્તકાલના આરંભની હોવાનું જણાય છે. બધી જિનમ્ ર્તિઓ નગ્ન છે. આમાંની બે મૂર્તિઓ કેશવલરીને કારણે પાર્શ્વનાથની અને બીજી બેમાં શિક્ષકમાં ચંદ્રનું અંકન હવાથી ચંદ્રપ્રભુની મનાય છે, જ્યારે બાકીની ઓળખી શકાતી નથી.
પટનામાંથી મળી આવેલ શિવ-પાર્વતીનું સુવર્ણ ઓપિત શિલ્પ પણ નોંધપાત્ર છે. શિવે મસ્તક પર ઉણીષ ધારણ કરેલ છે. આ શિલ્પ ઈસુની બીજી સદીનું મનાય છે. નાગાર્જની કડામાં થયેલા ઉખ્ખનનમાંથી આ સંકાના ઉત્તરાર્ધમાં કેટલાંક ધાતુશિલ્પો મળી આવ્યાં છે. એમાં ધનુધરી રાજપુત્ર અને કાર્તિકેયનાં શિલ્પ પ્રખ્યાત છે..