________________
પરિ. ૨ઃ ધાતુશિપ
૨૧૭
બીજી રીતે કહીએ તે આ મૂર્તિ માં શિવનો ભૌતિક વાસનાઓ પરના વિજયને આનંદ વ્યકત થાય છે. ડમરૂ અને અગ્નિજ્વાળા અનુક્રમે વિજયને મહાોષ અને આત્માની જાગૃતિ સૂચવે છે. અભયમુદ્રા સર્વને પોતાના તરફથી અભયનું દાન સૂચવે છે. આવું અભયદાન જેણે પોતાની વાસના ઉપર કાબૂ મેળવ્યો હોય તે પોતે આપી શકે. પોતાના પગ નીચે કચડાયેલા અસુર તરફ અંગુલિનિર્દેશ કરી શિવ એમ સૂચવે છે કે એમણે પોતાની વાસનાઓને કચડી નાખી છે. આ અંગુલિનિર્દેશનો અર્થ શરણે આવવાથી મોક્ષ પ્રાપ્ત થશે એમ પણ ઘટાવાય છે. આ શિલ૫માં ઉદ્દામ આંદોલિત ક્રિયાશકિતને સાકાર કરવામાં કલાકારે અજોડ સિદ્ધિ હાંસલ કરી છે.
ચોળ શૈલીએ ઘડાયેલી નટરાજની મૂર્તિઓ ઉપરાંત કો. દંડધારી રામનાં પણ સુંદર ધાતુશિલ્પો મળે છે. એમાં મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત એક પ્રતિમામાં ધનુર્ધારી રામની આકૃતિમાં કદાવર દેહમાં લાલિત્યભરી અંગભંગી અને મુખ પરના વિજયનો ભાવ ધ્યાન ખેંચે છે.
આ ઉપરાંત આ શૈલીએ બુદ્ધ, બોધિસત્વો અને બ્રાહ્મણ દેવતાઓની મોટી સંખ્યામાં મૂર્તિ ઘડાઈ હતી. દક્ષિણનાં મંદિરો અને મ્યુઝિયમ આ ધાતુશિલ્પાથી સુસમૃદ્ધ છે. ઉત્તરકાલમાં પાંડ્યો અને વિજયનગરના શાસકોએ પણ આ શૈલીના અનુકરણમાં દેવતાઓ અને રાજપુરુષોની મૂર્તિઓ ઢળાવી. આ શેલીનાં વ્યકિત 'શિલ્પમાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય અને તેની બે રાણીઓનાં ધાતુશિલ્પપ્રસિદ્ધ છે.
ધીમે ધીમે ઘરગથ્થુ ઉપયોગની ચીજોમાં પણ શિલ્પકામ થવા લાગ્યું. એમાં દેવતાઓ અને સ્ત્રીઓ તથા પુરુષની આકૃતિઓ દષ્ટિગોચર થાય છે. એમાં સ્ત્રીઆકૃતિની અત્તરની શીશીઓ અને દીપલક્ષ્મીઓ સુપ્રસિદ્ધ છે.