________________
પરિ. ૩ઃ કાષ્ઠશિ -
૨૧૯ મામલપુરમૂના શૈલકર્ણ રથ અને મંડપના રચના-વિધાનમાં પણ કાષ્ઠકામનું અનુસરણ થયેલું જોવામાં આવે છે; દા. ત. પલ્લવ રાજા મહેન્દ્રવર્માએ કરાવેલા સાદા થાંભલાઓ સાથે સંલગ્ન અશ્વાકૃતિવાળા કાટખૂણિયા બ્રેકેટ સ્પષ્ટત: લાકડાના કોતરકામને નજરમાં રાખીને કર્યા હોય તેમ જણાય છે.
કાષ્ઠકલાને પ્રાચીન કાળમાં “દારુકર્મ” તરીકે ઓળખવામાં આવતી. દારુ. અથવા કાષ્ઠમાંથી મૂર્તિઓ બનાવવાની પરંપરા પ્રાચીન હતી. ભવિષ્ય, મત્સ્ય, વિષ્ણુધર્મોત્તર વગેરે પુરાણોમાં તો કાષ્ઠમાંથી પ્રતિમાઓ બનાવવાનાં પ્રકરણો આપ્યાં. છે. અપરાજિતપૃચ્છામાં ચંદન, દેવદારુ, વગેરેમાંથી લિંગ બનાવવાનું કહ્યું છે. એટલું જ નહિ પણ કાષ્ઠલિંગને કાષ્ઠમંદિરમાં સ્થાપિત કરવાનો અનુરોધ કર્યો છે. પરંતુ કાષ્ઠ પ્રતિમાઓનો નાશ જલદી થવાનો સંભવ હોવાથી સેવ્ય પ્રતિમાઓ પાષાણ અને ધાતુની બનવા લાગી. આમ છતાં ઘણાં ઘર-મંદિરોમાં પૂજાતી કાષ્ઠ મૂર્તિઓમાં શ્વેતાર્ક (ધોળા આકડા)ને લાકડામાંથી બનાવેલી ગણેશની મૂર્તિનું બાહુલ્ય જોવા મળે છે.
ઓરિસ્સાના જગન્નાથપુરીના મંદિરની કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની સેવ્ય પ્રતિમાઓ કાષ્ઠની બનેલી છે. દર બાર વર્ષે આ પ્રતિમાઓ પુનર્નિર્મિત કરવામાં આવે છે. ભારતમાં જ્યાં જ્યાં જગન્નાથજીનાં મંદિરો છે, ત્યાં ત્યાં એ મૂર્તિ એ. કાષ્ઠની જ બનાવવાની પરંપરા છે.
મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત અર્ધનારીશ્વરની એક સુંદર કાષ્ઠપ્રતિમા પાટણમાંથી પ્રાપ્ત થયેલી છે. “જગસ્વામી” નામથી ઓળખાતી સૂર્યની તથા તેમની પત્ની રન્નાદેવીની કાષ્ઠ-મૂર્તિઓ પાટણના મહાલક્ષ્મીજીના મંદિરમાં પૂજાય છે. બંને મૂર્તિઓ અનુક્રમે ચાર ફૂટ અને સાડા ત્રણ ફૂટ ઊંચી છે. તે ચંપાના કાષ્ઠમાંથી બનાવેલી અખંડ મૂર્તિઓ છે. જગસ્વામીનું મૂળ કેન્દ્ર પ્રાચીન ગુજરાતની રાજધાની શ્રીમાળ( ભિન્નમાળ) હતું. ત્યાં આવેલું જગસ્વામીનું આખુંયે મંદિર કાષ્ઠનું હતું. એ મદિર ૧૨ મા સૈકા સુધી સારી સ્થિતિમાં હતું. શ્રીમાલનો ધ્વંસ થતાં જગસ્વામી તથા રન્નાદેવીની મૂર્તિઓ પાટણ, લાવવામાં આવી હોવાની અનુશ્રુતિ છે.
ગુજરાતમાં મધ્યકાળમાં ખાસ કરીને મુસ્લિમકાલમાં ઘરદેરાસરો કરવા નિમિત્તે કાષ્ઠકલાને જૈનોએ ઘણું ઉત્તેજન આપ્યું હતું. અમદાવાદ, પાટણ, ખંભાત, સુરત, સિદ્ધપુર, પાલીતાણા, રાધનપુર વગેરે સ્થળોએથી ઉત્કૃષ્ટ પ્રકારની કાષ્ઠકોતરણીના નમૂના મળી આવ્યા છે, તે એના સૂચક છે. .