________________
પરિ. ૪? હાથીદાંતનાં શિરે
૨૨૧
એ ઘણું કરીને એને માટે શૃંગાર-પ્રસાધનની ટોપલીઓ લઈને ઊભેલી એની પરિચારિકાઓ છે. આથી આ શિલ્પ “પ્રસાધનિકાનું હોવાનું સૂચવાય છે. આ શિલ્પકૃતિ મથુરાની વેદિકા પરની યક્ષિણીઓના શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. આ શિલ્પ દેહરચના, શૈલી અને અલંકાર પરથી ઈસુ પૂર્વેની ૧લી અથવા પછીની ૧ લી સદીનું હોવાનું મનાય છે.
પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાનને સમાવેશ ભારતમાં થતો હતો. તાજેતરના. ત્યાંનાં કપિલા વગેરે સ્થળોએ થયેલાં ખોદકામોમાંથી ભારતીય કલાના દ્યોતક ઘણા. નમૂનાઓ મળી આવેલ છે. કાબુલની ઉત્તરે આવેલ બેગામના ખેદકામમાંથી હાથીદાંત પર કોતરેલાં અનેક ફલકો પ્રાપ્ત થયાં છે. એ ઘણું કરીને પ્રસાધન માટે તૈયાર: કરવામાં આવતી લાકડાના ચોકઠાવાળી વેદીઓનાં હોય તેમ જણાય છે. એમાં કરેલું કોતરકામ ઘણીવાર આછું, કવચિત રેખાંકિત અને કયારેક ઊંડા લક્ષણવાળું જણાયું છે. એમાં આલેખાયેલાં પાત્રોના દેહ પૂર્ણ લાલિત્યમય અને વિષયાનુરૂપ ભાવની અભિવ્યકિત કરતાં જણાય છે.
કપિશામાંથી મળેલી હાથીદાંતની કેટલીક પેટીઓ પર કક્રીડા કરતી સ્ત્રીઓનાં મનરમ અંકન છે (જુઓ પટ્ટ-૫, આકૃતિ ૨૩). આ શિલ્પો પર વિશેષત: ગધારકલાનો પ્રભાવ વરતાય છે. અલબત્ત, એમાંનાં કેટલાંક મથુરા શૈલીને અને કેટલાંક દક્ષિણની વેંગી શલીને અનુસરતાં જણાય છે. સુશોભનમાં કમળ, પુષ્પપત્ર, પશુપક્ષીઓ તથા પાંખાળા માનુષીદેહોની વિવિધ ભંગીઓને ઉપયોગ થયો છે.
કાષ્ઠની જેમ હાથીદાંતની કોતરણીનું કામ આજે પણ ભારતના અનેક પ્રદેશમાં.. ખાસ કરીને દક્ષિણમાં થતું જોવામાં આવે છે. તે