Book Title: Bharatiya Prachin Shilpkala
Author(s): Pravinchandra C Parikh
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 221
________________ ર૧ર ભારતીય પ્રાચીન શિલ્પકલા આ શિલ્પમાં વિષણુનાં શિલ્પ નોંધપાત્ર છે. વિષ્ણુની બંને બાજુએ ઘણું કરીને તેમની બંને પત્ની શ્રી અને સરસ્વતી અને પ્રસંગેપારા શ્રી અને ભૂદેવી પણ હોય છે. આ પ્રકારની યુગલ-મૂર્તિઓ પૈકીની એક મૂર્તિમાં ભૂદેવીના હાથમાં કમળ પુષ્પને સ્થાને અનાજન ડોડો આપેલ છે. એનાથી ભૂદેવીનું વસુંધરા સ્વરૂપ સૂચવાય છે, જે ઉત્તર ભારતીય પરંપરાનું ઘાતક છે. તેવી રીતે વિષ્ણુના ચાર હાથ પૈકીના ગમે તે ઉપલા એક હાથમાં ગદા હોય છે. તે પણ ઉત્તર ભારતીયપણાનું ઘાતક લક્ષણ છે. (દક્ષિણની પરંપરા પ્રમાણે વિષ્ણુ ગદાને પોતાના નીચલા હાથ પૈકીના એકમાં ધારણ કરે છે.) તેવી રીતે દક્ષિણમાં આ દેવ નીચલા ગમે તે હાથમાં શંખ ધારણ કરે છે ને ઉત્તર ભારતીય પરંપરા પ્રમાણે, શંખનું વલયાકાર મથાળું નીચલી બાજુથી રાખવામાં આવે છે. બંગાળનાં શિલ્પોમાં ઉત્તર ભારતીય પરંપરાનાં લક્ષણો પ્રગટ થાય છે. ગદાનો ઘાટ તથા પ્રભાવલિ બંગાળની પદ્ધતિનાં છે. રાજશાહી મ્યુઝિયમમાં સંગૃહીત પ્રતિમામાં વિષ્ણુએ આ રીતે શંખ ધારણ કરેલ જોવા મળે છે. સાગરદિગ્બીમાંથી મળેલ અને કલકત્તાના અંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત વિષ્ણુનું શિલ્પ સેંધપાત્ર છે. આ શિલ્પમાં દેવ ષડ્રભુજ છે. વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકટની પાછળ આવેલ આભામંડલમાં સાત નાગપુરુષનાં શિલ્પો કોતરેલાં છે. તેમના શંખ અને ચક્ર આયુધ પુરુષો તરીકે તેમની બંને બાજુએ ઊભેલા છે. તેમની જમણી બાજુએ પીઠિકા પર ઉપાસક પુરુષની મૂર્તિ તથા શિ૯૫ની પાછળની બાજુએ એક નાનકડો લેખ કોતરેલો છે. રંગપુરમાંથી પ્રાપ્ત થયેલ અને રાજશાહી મ્યુઝિયમમાં સંગૃહીત ૧૧મી સદીની વિષ્ણુ પ્રતિમામાં બંને બાજુએ આયુધ પુરુષોની રચના થઈ છે. આ પદ્ધતિ બંગાળનાં ધાતુશિલ્પોનું મહત્ત્વનું લક્ષણ છે. આયુધ પુરુષ તરીકે પ્રજાતાં શિલ્પો સાવ નાના કદનાં નહિ, પરંતુ અહીં મધ્યમ કદનાં પ્રયોજવામાં આવ્યાં છે, તે બાબત અગાઉની પદ્ધતિમાં થયેલ ફેરફારની સૂચક છે. સામાન્યત: ચક્ર અને ગદા આયુધપુરુષ તરીકે નિર્માણ પામતાં તેને બદલે ઉપરના શિલ્પમાં શંખ અને ચક્રનું નિર્માણ થયું છે. તે પણ એક નોંધપાત્ર હકીકત છે. કલકત્તાના અંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં આવેલું ઈસુની ૧૨ મી સદીનું સાગરદિધીથી મળેલું ષિકેશનું શિલ્પ ઉત્તમ કોટિનું છે. વિષ્ણુના આ સ્વરૂપે ધારણ કરેલાં કમલસ્થિત આયુધો બગીય મૂર્તિવિધાન પદ્ધતિનાં દ્યોતક છે. સંભવત:

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250