________________
પરિક રાશિ
૨૧૩
હિન્દુ શિલ્પ-વિધાનમાં આ પદ્ધતિ બંગાળમાં પ્રચલિત બદ્ધ ધર્મની પરંપરાને અનુલક્ષીને અપનાવવામાં આવી હોય તેમ જણાય છે. આ શિલ્પમાં વિષ્ણુ ભગવાન બુદ્ધની મૂર્તિની પરંપરા પ્રમાણે) “મહારાજ-લીલા” મુદ્રામાં બેઠેલા છે. સિંહનાદ બુદ્ધની મૂર્તિમાં આ મુદ્રા ખાસ વપરાય છે. વિષ્ણુએ તેમના ઉપલા બંને હાથમાં અનુક્રમે ચક્ર અને ગદા ધારણ કર્યા છે. નીચલા ડાબા હાથ વડે પદ્મ ધારણ કર્યું છે, પરંતુ તેમને જમણો હાથ, જે ઘણું કરીને વરદમુદ્રામાં છે, તે બુદ્ધની ચિનુદ્રાની જેમ છાતી સુધી ઉપર લીધેલ છે. આમ આ શિલ્પ પર બૌદ્ધ ધર્મની વ્યાપક અસર જણાય છે. હિંદુ મૂર્તિશિલ્પો પર બંગાળના તાંત્રિક બૌદ્ધ સંપ્રદાયની થયેલ સ્પષ્ટ અસરનું આ શિલ્પ એક ઉત્તમ ઉદાહરણ છે.
બંગાળના તાંત્રિક બૌદ્ધ સંપ્રદાયની અસર નીચે નિર્માણ પામતાં હિંદુ મૂર્તિશિલ્પોમાં પણ, બૌદ્ધ મૂર્તિઓમાં હોય છે તેમ, તેમના મુકુટમાં નાના કદનાં મૂર્તિશિલ્પો પ્રયોજવાની પદ્ધતિ અસ્તિત્વમાં આવી હતી, જે તેની સ્પષ્ટ અસરની સૂચક છે. બારીસાલથી પ્રાપ્ત થયેલી અને કલકત્તાના આશુતોષ મ્યુઝિયમમાં હાલ સુરક્ષિત શિવ-લોકેશ્વરના મુકુટમાં આ પ્રકારની રચના જોવામાં આવે છે.
અજીત ઘોષ સંગ્રહિત અને હાલ કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત ગંગા નદીના પૂર્વ પ્રદેશની પૂર્વવતી અને પાલ શૈલીનું સંમિશ્રણ પ્રકટાવતી વિષ્ણુની એક મૂર્તિ ખાસ નોંધપાત્ર છે. વિષ્ણુના હાથમાં આપેલ ચક્ર અને ભારે શંખ એરિસ્સા શલીને વ્યકત કરે છે. તેમના એક હાથમાં આપેલી ગદા ભૂમિને
સ્પર્શતી દર્શાવી છે, જે સ્પષ્ટત: દક્ષિણ ભારતીય શૈલીને અનુરૂપ છે. તે જ રીતે વિષ્ણુની બંને બાજુએ આવેલ તેમનાં પત્ની શ્રી અને ભૂદેવીએ હાથમાં કમલ ધારણ કર્યા છે, તે પણ દક્ષિણની શલીને અનુરૂપ છે. વિષ્ણુના મસ્તક પાછળનું પ્રભામંડળ, તેમજ ગરુડ અને દાતાનાં શિલ્પો આમ તો ઓરિસ્સા શૈલીનાં છે, પરંતુ તેના પ્રાગટયમાં પાલ શૈલી તરફનો તેનો ઝોક સ્પષ્ટ જણાઈ આવે છે. આ શિલ્પ દ્વારા એ નક્કી થાય છે કે ઓરિસ્સા શૈલી ઉપર મધ્ય ભારતીય પરંપરાની અસર હતી. આ શિલ્પ ૧૧મી સદીનું છે.
ગઢવાલના પ્રદેશમાં ઈસુની ૧૧મી–૧૨મી સદીમાં જે શિલ્પ નિર્માણ પામ્યાં છે, તે પૈકીનું એક લક્ષ્મીનારાયણનું સુંદર શિલ્પ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. વિષ્ણુનું વાહન ગરૂડ ઉપરાંત વિષ્ણુપરિવારનાં શિલ પણ તેના સુંદર પરિકરમાં આવેલાં છે. ગરુડ પર લલિતાસનમાં બેઠેલા વિષણુના ડાબા ખેાળામાં આલિંગન પ્રાપ્ત લક્ષ્મી છે. તેને જમણો હાથ વિષ્ણુના ખભા અને ગળા પર સ્થિત છે. ડાબા હાથમાં તેણે સનાલ કમળ ધારણ કરેલું છે. વિષ્ણુના બે ઉપલા