________________
પરિશિષ્ટ ૨. ધાતુ—શિલ્પેા
શિલ્પામાં ધાતુના પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે આછા થયેલા જોવા મળે છે. અલબત્ત, ધાતુશિલ્પા પણ છેક હડપ્પા સભ્યતાના કાલથી મળે છે, પણ ત્યાર બાદ એના નમૂના ઈ. સ. પૂર્વે ૧લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે.
૧) નિર્માણ-પદ્ધતિ
ધાતુ-શિલ્પા બનાવવાની પદ્ધતિનું “માનસાર” “અભિલષિતા ચિંતામણિ” અને “માનસાલ્લાસ” જેવા ગ્રંથામાં વર્ણન મળે છે. આ પદ્ધતિને “મધુચ્છિષ્ટ— વિઘા” (Cire-perdue or lost-wax) કહેવામાં આવે છે. ભારતમાં આ પદ્ધતિ છેક આદ્ય-તિહાસિક કાલથી પ્રયોજાતી જોવા મળે છે. આમાં મધુચ્છિષ્ટ (મીણ)માં અભિપ્રેત શિલ્પ હાથથી ઘડવામાં આવતું. ત્યાર પછી તેના પર માટીનું જાડું પડ ચડાવી એને દેવતા પર પકવવામાં આવતું. આથી માટી પાકી થઈ જતી અને તેની અંદરનું મીણ પીગળીને નીકળી જતાં, અંદર મીણના શિલ્પના ઘાટનું પેાલાણ બનતું. એમાં ગરમ ધાતુ રેડીને ઠારતાં અંદર ધાતુશિલ્પ તૈયાર થતું. માટીના બીબા કે સાંચાને તેડીને શિલ્પ બહાર કાઢી લેવાતું અને તેને જરૂરિયાત મુજબ છેાલીને કે ઘસીને ધાર્યા ઘાટ અને એપ અપાતા. આવા પ્રકારનાં ઢાળેલાં ધાતુશિલ્પાનુ વજન ઘટાડવા માટે મીણની વચ્ચે માટીના એક અણઘડ લોંદો રાખવામાં આવતો. આથી સાંચા પકવતી વખતે મીણ પીગળી જાય ત્યારે આ લેાંદ પાકીને સાંચામાં યથાવત્ રહી જતા. સાંચામાં ધાતુને ઢાળતાં આ પકવ લોંદા જેટલી જગ્યા કોરી રહેતી. આ રીતે ધાતુ પણ ઓછી જોઈતી અને શિલ્પનું વજન પણ ઘટતું. આમ ભારતીય ધાતુશિલ્પામાં છેક પ્રાચીન કાલથી “ધન” (નક્કર) અને “સુશિર”(પેાલાં) એવા બે પ્રકાર નજરે પડે છે. આ પદ્ધતિએ એક સાંચાથી કેવળ એક શિલ્પ જ તૈયાર થઈ શકતુ ં. આ કામમાં નિપુણ કલાકારો અને કારીગરો રોકાયેલા હતા. દક્ષિણ ભારતમાં તે “સ્થપથી” તરીકે ઓળખાતા. ત્યાં ૧ફૂટથી ૫ ફૂટ ઊંચી મૂર્તિ એ મોટાં
મદિરોમાં ખાસ કરીને વાર્ષિક ઉત્સવા વખતે નીકળતી દેવયાત્રામાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી. આવી મૂર્તિ એને “ઉત્સવમૂતિ ” કહેવામાં આવતી. તે મંદિરની સેવ્ય પ્રતિમાઓ કરતાં જુદી હતી. મંદિરની સેવ્ય પ્રતિમાઓ હ ંમેશાં પાષાણ કે કાષ્ઠની