________________
૨૦૮
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
મુંબઈ પાસે આવેલ જોગેશ્વરીમાંથી ધાતુની એક સુંદર દીવી મળી આવી છે. પશ્ચિમી ચાલુકયોના સમય દરમ્યાન એટલે કે ઈસુની ૮ મી સદી દરમ્યાન આ દીવી બની હોય એમ લાગે છે. તે હાલ મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ દીવીનું હાથીનું શિલ્પ બાઘનાં ભિત્તિચિત્રોની યાદ આપે છે. તે ઉત્તર બંગાળની પાલ શૈલીના હાથીનું ખંડિત છતાં ઉત્તમ તાપ્રશિલ્પ (જે હાલ કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે તેની સાથે અદ્ભુત સામ્ય ધરાવે છે. આ દીવીની સાંકળની મધ્યમાં વચ્ચે વચ્ચે આવેલું નૃત્યાંગનાનું શિલ્પ તથા તેની ઉપર તથા નીચે આવેલ વાજિંત્ર વગાડતી અંગનાઓનાં શિલ્પ અંગમરોડની દષ્ટિએ ઉત્તમ પ્રકારનાં છે. તેમાં મધ્યનું શિલ્પ તો દક્ષિણ ભારતીય ચાલુકય અને પલ્લવોના રાજ્યત્વકાલ દરમ્યાન જે અભિનવ સિદ્ધિ નૃત્યક્ષેત્ર સધાઈ હતી તેને વ્યકત કરતું જણાય છે. આમાંની વાજિંત્ર વગાડતી સ્ત્રીઓને મળતી કેટલીક મૂર્તિઓ જાવાની પરિપાટીને વ્યકત કરે છે.
મધ્ય પ્રદેશમાં ૯ ૧૦ મી સદી દરમ્યાન ચેદી રાજાઓના આશય નીચે ધાતુશિલ્પશૈલી પ્રચારમાં આવી. આ શૈલીનાં શિલ્પો રાયપુર અને નાગપુર મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આમાં સિરપુરમાંથી પ્રાપ્ત થયેલ બુદ્ધની અને બોધિસત્ત્વની લેખ સાથેની મૂર્તિઓ ખાસ ઉલ્લેખનીય છે. આમાં રાયપુર મ્યુઝિયમમાં સંગૃહીત અવલોકિતેશ્વર, ગણેશ અને પાર્વતીનાં શિલ્પો ખાસ ધ્યાન ખેંચે છે. મુનિ કાન્તિસાગરના સંગ્રહમાં મધ્ય પ્રદેશમાંથી મળી આવેલ પરિચારિકાથી આવૃત્ત બદ્ધ દેવી તારાની એક સુંદર મ તિ છે. એ સતના (મધ્ય પ્રદેશ)થી મળેલ યોગિનીમૂર્તિઓના શિલ્પ-વિધાન સાથે સામ્ય ધરાવે છે.
પૂર્વ ભારતમાં બંગાળ અને બિહારમાં પાલ રાજાઓના શાસન દરમ્યાન ધાતુશિલ્યની કલાનો અપૂર્વ વિકાસ થયો. તેથી આ શિલ્પ પાલ શૈલીના નામે પ્રસિદ્ધ છે. આ શૈલીનાં શિલ્પ ૯ મીથી ૧૨ મી સદી દરમ્યાન મળે છે. આ શૈલીએ મુખ્યત્વે બુદ્ધ, બોધિસત્ત્વો અને બૌદ્ધ દેવી તારાના શિલ્પો જોવા મળે છે. આમાંનાં કેટલાંક નાલંદા મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પાલશૈલીનું એક ઉત્તમ ધાતુશિલ્પ પટના મ્યુઝિયમમાં છે. ૯ મી સદીનું આ શિલ્પ બુદ્ધનું અવતરણ (descent of Buddha)ના નામે ઓળખાય છે. ત્રાયન્નિશ સ્વર્ગમાં માતાને ઉપદેશ આપવા બદ્ધ ગયા. ઉપદેશ આપ્યા પછી તેમણે પૃથ્વી પર પુન: અવતરણ કર્યું. સંકિસામાં કેસલ નરેશ પ્રસેનજિતે તેમનું સ્વાગત કર્યું. આ કથાનકને આકાર આપતા આ શિલ્પની જમણી બાજુએ બ્રહ્મા અને ડાબી બાજુએ શક્ર (ઇન્દ્ર) છે. બ્રહ્મા જમણા હાથ વડે અને ચામર ઢોળી રહ્યા છે. તેમના ડાબા હાથમાં કમંડળ છે. ઇન્દ્ર