________________
પરિ ૨ઃ ધાક્ષિક..
૨૦.
બંને હાથ વડે બુદ્ધનું ભિક્ષાપાત્ર ધારણ કર્યું છે. બુદ્ધ ઊભેલા છે. તેઓ પોતાના પઘમંડિત જમણા હાથ વડે બ્રહ્માના મસ્તકને સ્પર્શ કરે છે. તેમનો ડાબો હાથ ચિન્દ્રામાં છે. એમાં વસ્ત્રનો એક છેડે અંગૂઠા અને આંગળી વચ્ચેથી પસાર થતો દર્શાવ્યો છે. બુદ્ધના મસ્તકે આભા પ્રગટ કરતી જવાળાઓ (The flames of the aureole), પદ્મપીઠની પાંખડીઓ, ઇન્દ્રને મુકુટ અને બ્રહ્માની જટા તથા બુદ્ધની વસ્ત્રપરિધાન-પદ્ધતિ આ શિલ્પને ઉત્કૃષ્ટ બનાવે છે. પદ્મપીઠની નીચે બંને બાજુના ગવાક્ષોમાં સિંહનાં શિલ્પો છે.
બુદ્ધનું આવું એક શિલ્પ ઉપરોકત મ્યુઝિયમમાં છે. એમાં વ્યાખ્યાન મુદ્રામાં પદ્માસન વાળીને બેઠેલા બુદ્ધની પાછળ આવેલી પડદીની બંને બાજુએ મકર અને સિંહ પર કંડારેલાં વ્યાલનાં શિલ્પ ખાસ નોંધપાત્ર છે. બુદ્ધની પાછળની પ્રભામંડળની કિનારો જવાલામંડિત છે અને તે પર આવેલ અર્ધ વૃત્તાકાર ઘાટની કમાનની મધ્યમાં ગ્રાસમુખ અને તેના મુખમાંથી નિષ્પન્ન થતી પીપળ-પાનની ડાળીઓ બંને બાજુના છેડા પર ઊભા વેલામાં સંક્રાન્ત પામતી દર્શાવી છે તથા તેમાંથી બંને છેડે એક એક કિન્નર નિષ્પન્ન થતા દર્શાવ્યા છે. આ શિલ્પ પણ ૯ મી સદીનું છે.
આ જ મ્યુઝિયમમાં સંગૃહીત બૌદ્ધ દેવી તારાનું ધાતુશિલ્પ પણ ઉત્તમ કોટિનું છે. પદ્મપીઠ પર દેવી લલિતાસનમાં બેઠેલાં છે. પીઠની નીચે બંને બાજુના ગવાક્ષામાં બેઠેલા સિંહોનાં શિલ્પ છે. દ્વિભુજ દેવીને જમણો હાથ વરદમુદ્રામાં છે, જ્યારે ડાબા હાથમાં અર્ધવિકસિત કમળ છે. તેની નાળમાંથી બંને બાજુએ કમળડોડા નિષ્પન્ન થાય છે. તેના દેહ પર ધારણ કરેલાં આભૂષણોમાં કાનમાં દ્વિવિધ કર્ણફૂલો પહેર્યા છે. કાંડામાંની વલયપંકિતઓને બ્રેસલેટની માફક એક જ ચાપડા વડે ગ્રથિત કરી છે. કલાત્મક રીતે ગોઠવેલી અલકલટો, મુકતાફળ વડે ગ્રથિત યજ્ઞોપવીત, કટિસૂત્ર, પગનાં નૂપુરો અને અંગ પર વલ્લીદાર બારીક વસ્ત્ર-પરિધાન આકર્ષક છે. મસ્તક પર મુકુટ રત્નજડિત છે. મૂર્તિની પાછળની પડદીની બંને બાજુએ નીચે આવેલા હસ્તિ ૫ર સિંહ-વ્યાલનાં શિલ્પો છે. તેની ઉપરના છેડે દરેક બાજુએ એક એક મકરમુખ તથા કિનારનાં શિલ્પ છે. મસ્તક પાછળની આભાને કિનારયુકત પત્રપંકિતઓથી મંડિત કરેલ છે. આ શિલ્પ પણ ૯ મી સદીનું છે.
પાલ શૈલીમાં ઘડાયેલું ૯ મી સદીનું બલરામ કે સંકર્ષણનું નાલંદામાંથી પ્રાપ્ત થયેલું શિલ્પ હાલ દિલહીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બલરામ ભા. પ્રા. શિ.-૧૪