________________
૭: અનુગુપ્તકાલીન શિલ્પકલા
૧૪૭
પ્રજામાં લોકપ્રિય બનેલાં કલાસ્વરૂપ વિશેષ પ્રયોજાયાં છે. યમુનાની મૂર્તિ આનું સરસ દષ્ટાંત છે. ચૌડાગ્રામ અને કાકદીઘીમાંથી મળેલાં ધાતુશિલ્પ પણ આ શેલીના સારા નમૂના પૂરા પાડે છે. સમય જતાં આ કલાલીમાંથી પાલકલાનો વિકાસ થયો.
૪) મધ્ય પ્રદેશ મધ્યપ્રદેશમાં ગુપ્તકાલમાં પોતાની વિશિષ્ટ શિ૯૫શૈલીને વિકાસ થયો હતો, • આ શૈલી પ્રસ્તુત કાલમાં પણ ચાલુ રહેલી જણાય છે. દેહની સ્થૂળતાને લઈને આ શિલ્પો અલગ તરી આવે છે. અલબત્ત, મૂર્તિવિધાન સ્પષ્ટ અને વિગતપૂર્ણ થયું છે. આ શિલ્પ ઉત્તરભારતીય શિલ્પો કરતાં સમકાલીન દખ્ખણનાં શિલ્પો સાથે વધુ સામ્ય ધરાવે છે. જબલપુર પાસે આવેલા ભેડાઘાટમાંથી મળેલ માતૃકાઓની મૂર્તિઓ અને સાંચીની કેટલીક બુદ્ધ અને બોધિસોની પ્રતિમાઓ આ શૈલીનાં દષ્ટાંત પૂરાં પાડે છે.
૫) ગુજરાત-રાજસ્થાન ગુજરાત અને રાજસ્થાનમાં આ કાલનાં શિલ્પ પૂર્વકાલીન પશ્ચિમી શૈલીની પરંપરાનો વિકાસ સૂચવે છે. દેશના અન્ય ભાગોને મુકાબલે આ કાલના ગુજરાતનાં મૂર્તિ શિલ્પોનો વૈભવ ઘણો સુસમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. મૈત્રકો અને બીજા સમકાલીન રાજવંશોએ આ કાળ દરમ્યાન અનેક સ્થળોએ મંદિરો બંધાવ્યાં ને તેને શિલ્પથી વિભૂષિત કર્યા. તેમણે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ગુજરાતના લગભગ બધા ભાગોમાંથી આ કાલનાં શિલ્પો મળી આવ્યાં છે. સુદઢ બાંધો, બેઠા ઘાટનાં અંગઉપાંગે, મેટાં માથાં, પર્યસત્ક વસ્ત્રપરિધાન, વૈવિધ્યપૂર્ણ અલંકારોનું વધેલું પ્રમાણ, લાવણ્યપૂર્ણ દેહ, સૂમ ભાવવ્યંજના વગેરે આ શેલીનાં શિલ્પોનાં વિશિષ્ટ લક્ષણો જણાય છે.
કારણમાંથી મળેલ નંદીને અઢેલીને ઊભેલાં શિવ-પાર્વતીની અને નૃત્ય કરતી કૌમારીની મૂર્તિઓ, શામળાજીમાંથી મળેલી “કળશી છોકરાની મા” ને નામે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની મૂર્તિ, ત્યાંની મકરવાહિની ગંગા અને ત્રિશૂળધારી શિવ દ્વારપાળ, કોટયર્ક મહુડીનાં માતા તથા શિશુ અને સ્કંદમાતા, વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત ભેરવ, કપુરાઈમાંથી પ્રાપ્ત થયેલ શિવ-પાર્વતીનું ખંડિત શિલ્પ, ટીંટોઈમાંથી મળેલ નૃત્ય કરતા ગણેશ અને વીણાધર શિવ તથા પાર્વતી, કપડવંજ પાસે કઠલાલમાંથી મળેલ વિશ્વરૂપ વિષ્ણુ, ઉત્તર ગુજરાતમાં વડાવલ અને કોટેશ્વર પાસેથી મળેલાં માતૃકાશિલ્પ, કદવાર(જિ. જૂનાગઢ)ના વરાહમંદિરની વરાહ પ્રતિમા, માંગરોળમાંથી મળેલ અને રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સુરક્ષિત સૂર્ય-પ્રતિમા,