________________
ભારતીય પ્રાચીન શિલ્પલા
કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. વળી અંધકાર અને ગજાન્તકનું સંયુકત સ્વરૂપવાળું ભૈરવનું ઓજપૂર્ણ શિલ્પ પણ એ મ્યુઝિયમમાં સંગૃહીત છે.
મધ્ય ભારતમાં બુંદેલખંડમાં આ કાલના અંત સમયે ચંદેલ્લા અને ચેદિ દેશમાં હૈહય રાજ્ય સ્થપાયાં હતાં. એમણે કરાવેલાં મંદિરોમાં ધાર્મિક અને લૌકિક પ્રકારનાં શિલ્પો જોવા મળે છે, પરંતુ આ શૈલીને મુખ્ય વિકાસ ૧૧મી ૧૨મી સદી દરમ્યાન થયો હોવાથી તેનું નિરૂપણ હવે પછીના પ્રકરણમાં કરવું ઈષ્ટ છે.
૫) ગુજરાત
ગુજરાતમાં આ સમયે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર કનોજના પ્રતીહારોનું અને દક્ષિણ તથા મધ્ય ગુજરાત પર માન્યખેટના રાષ્ટ્રકૂટનું આધિપત્ય પ્રવર્તતું હતું. ૧૦મી સદીના મધ્યમાં ઉત્તર ગુજરાતમાં સ્થપાયેલી સોલંકીઓની સત્તાનો વિસ્તાર થતાં આ કાલના અંત સુધીમાં તેમનું આધિપત્ય સમગ્ર ગુજરાત પર પ્રસર્યું. આ ગાળા દરમ્યાન અનેક નાની મોટી અધીન, અર્ધ સ્વતંત્ર અને સ્વતંત્ર સત્તામાં પણ પ્રવર્તતી હતી. આ બધી રાજસત્તાઓએ મંદિર-સ્થાપત્યની સાથે શિલ્પકલાને પણ પ્રોત્સાહન આપેલું જણાય છે.
આ કાલ દરમ્યાન પૂર્વવત મૈત્રકકાલીન શિલ્પશૈલી ધીમે ધીમે રૂપાંતર પામતી જતી જોવા મળે છે. મૂર્તિશિલ્પોમાં કટિવિન્યાસ ભારે બનવા લાગ્યો છે. પણ આ સિવાય બીજા મૈત્રકકાલીન શિલ્પકલાનાં લક્ષણો ઘણે અંશે ચાલુ રહેલાં દષ્ટિગોચર થાય છે. આ અનુમૈત્રકકાલીન શૈલીનાં પાષાણ અને ધાતુનાં કેટલાંક નોંધપાત્ર શિલ્પો પિંડારક(પીંડારા), રણુ પીપળી, વડનગર, સિદ્ધપુર, આબુ અને અકોટામાંથી મળ્યાં છે. સૌરાષ્ટ્રમાં સેંધવોના પ્રદેશમાં પિંડારક તીર્થનાં મંદિરોની દીવાલ પરના શિલ્પાથરમાં લક્ષ્મીનારાયણ, બ્રહ્મા-સાવિત્રી, શિવ-પાર્વતી, દ્વિભંગમાં ઊભેલા ચતુર્ભ જ ગણપતિ, અને ગરુડ પર બેઠેલા વિશ્વનાં શિલ્પો મનોહર છે. રાણુ પીપળી (જિ. વડોદરા)માંથી મળેલી રથારૂઢ સૂર્યની પ્રતિમા આ કાલનો સુંદર નમૂનો છે. આમાં સાત ઘોડા અને એક ચક્ર વડે ચાલતા રથમાં સૂર્ય પદ્માસન લગાવી બેઠા છે. એમનો જમણો હાથ ખંડિત છે. ડાબા હાથમાં પદ્મ ધારણ કર્યું છે. તેમણે રત્નજડિત મુકુટ, ભારે કુંડળ અને ભારે હાર તથા કડાં પહેર્યા છે. તેમના મસ્તક ફરતું પદ્મપાંખડીયુકત પ્રભામંડળ છે ને એના બંને ખૂણામાં મકરમુખ કંડાર્યા છે. સૂર્યની ડાબી બાજુએ રાણી અને જમણી બાજુએ નિષ્ણુભા દેવી છે, જ્યારે સારથિ અરુણાની ડાબી બાજુએ દંડ તથા પ્રત્યુષા અને જમણી બાજુએ પિંગળ અને ઉષા છે. રથ ગતિશીલ છે. વડનગરના અમથેર માતાના મંદિરમાંની સપ્ત