________________
૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલાલની શિલ્પકલા
૧૭૫
એક સારું દષ્ટાંત પૂરું પાડે છે. દહુંડી (સ્મારક શિલા) પર કંડારેલા આ શિલ્પમાં મૃત્યુશૈયા પર પોઢેલો રાજા અને તેની પાસે યુવરાજ બતાવ્યો છે. આ દશ્યમાં એક સ્વામીભકત સજજન પોતાના સ્વામી સાથે અગ્નિસ્નાન કરવા તત્પર ઊભેલો દષ્ટિગોચર થાય છે.
માઇસરમાં નોળમ્બવાડી પ્રદેશમાં નોળંબ વંશનું શાસન હતું. તેમનાં શિલ્પ પર પશ્ચિમી ચાલુકય શૈલીને પ્રભાવ જોવા મળે છે. તેમની રાજધાની હેમાવતીનાં મંદિરોનાં સ્તંભો અને છતો પરની બારીક કોતરણી મનોહર છે. હેમાવતીમાંથી મળેલી અને હાલ મદ્રાસના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત ઉમા-મહેશ્વર અને સૂર્યની પ્રતિમાઓ પશ્ચિમી ચાલુક્ય શૈલી જેવી ભારે અને વૈવિધ્યપૂર્ણ અલંકાર-સજાવટ તેમજ ઉત્તમ ભાવાભિવ્યકિતની દષ્ટિએ નોળંબ કલાના ઉત્તમ નમૂના ગણાય છે. હેમાવતીના એક શિવમંદિરના મંડપની છતનો એક ખંડ મદ્રાસ મ્યુઝિયમની શોભારૂપ છે. એમાં ઘેટા પર બેઠેલાં અગ્નિ અને સ્વાહા, મહિષ પર બેઠેલો યમ અને તેમની દેવી તથા રાક્ષસ પર બેઠેલ નિર્ઝતિનું સુરેખ આલેખન છે. રામ-સીતા, પૃષ્ઠસ્વસ્તિકાકારે પગ અને દેહ રાખી નૃત્ય કરતા નટેશ, ગજાંતક, આલિંગનચંદેશાનુગ્રહમૂર્તિ વગેરે પણ હેમાવતીમાંથી મળેલાં ગણનાપાત્ર શિલ્પ છે. મંદિરની દીવાલો પર કંડારેલાં શિલ્પમાં વિષ્ણુ, ગંગા અને કુંદનાં શિલ્પો વિશેષ ધ્યાન ખેંચે છે.
મદ્રાસ અને મહાબલિપુરમ્ વિસ્તારમાં ઉત્તરકાલીન પલ્લવોની આણ પ્રવર્તતી હતી. આ સમયે પૂર્વવત પલ્લવ કલાની તુલનાએ શિલ્પના આલેખનમાં વિગતપૂર્ણતા વધતી અને દેહની સ્થૂળતા ઘટીને સપ્રમાણ બનતી જોવા મળે છે. આમ પલવ શિલ્પીલીને આ કલામાં વિકાસ થઈને તે એનું સુંદર સ્વરૂપ પામી છે. કાંચીપુરમૂનાં વૈકુંઠપેરુમાલ, રાવતેશ્વર, મુકતેશ્વર, મતંગેશ્વર, વગેરે મંદિરોનાં શિલ્પો તેના ઉદાહરણરૂપ છે. વૈકુંઠપેરૂમાલ મંદિરની અંદરની દીવાલો પર નગરજીવન, યુદ્ધો અશ્વમેઘયજ્ઞ, રાજ્યાભિષેક, રાજાની ચૂંટણી, મંદિરોના જીર્ણોદ્ધાર તેમજ અન્ય પ્રસંગોનું શિલ્પ હરોળમાં થયેલું આલેખન તત્કાલીન સંસ્કૃતિના અભ્યાસ માટે ઘણું ઉપયોગી છે. પલ્લવશિલ્પો શિવ, વિષ્ણુ અને દેવીના મૂર્તિવિધાનની બાબતમાં સુસમૃદ્ધ છે. સત્યમંગલમમાંથી મળેલી અને મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત માતૃકા-સમૂહ અને વીરભદ્ર શિવ તેમજ યોગદક્ષિણામૂર્તિ શિવની પ્રતિમાઓ નમૂનેદાર છે. જો કે કાવેરીપાક્કમ વિસ્તારને રાષ્ટ્રકૂટોએ ઘેડા સમય માટે જીતી એના પર આણ પ્રસારી હતી. આથી તેમજ પલ્લવરાણી રેવા રાષ્ટ્રકૂટ સમ્રાટ દંતિદુર્ગની દૌહિત્રી હોવાથી રાષ્ટ્રકૂટ કલાશૈલીની અસરો પલ્લવકલામાં ભળી. કાવેરીપાક્કમનાં શિલ્પોમાં મળતાં