________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પલા
૧૫
મળેલી બૌદ્ધ દેવી તારા અને ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ પણ મધ્યકાલીન બૌદ્ધ કલાના સુંદર નમૂનાઓ છે. એમાં બુદ્ધના મસ્તક પરનું લગભગ મુકુટઘાટનું ઉષ્ણીશ, મૂર્તિની પાટલી પરનું અને પીઠ પાછળનું રૂપાંકન સમૃદ્ધ અને મોહક છે.
બુંદેલ ખંડમાં આવેલા ચેદિ દેશનાં ૧૦ મી ૧૧ મી સદીનાં શિલ્પોમાં અંગ વિન્યાસની બાબતમાં આદિવાસી સંસ્કૃતિની અસર જોવા મળે છે. હૈહય કે ચેદિ રાજ્યની શિલ્પકૃતિઓમાં રૂપાંકન ભરચક ઠાંસેલાં છે. ખજુરાહોનાં શિલ્પ અને હૈહય શિલ્પ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ખજુરાહના કલાકારોએ મુશ્કેલીઓ દૂર કરીને કલામાં નવીનતા લાવવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે હૈહય શૈલીમાં કલાકારે નવીન સમસ્યાઓને પ્રાચીન રૂઢિઓને આધારે હલ કરતા હોવાનું લાગે છે. ચંદ્રહિમાંથી મળેલ બારસાખ પરનાં ગંગા-યમુનાનાં અને વિંટલ પરનાં ગણેશ, લક્ષ્મી તથા સરસ્વતીનાં અંશમૂત શિલ્પો, સહાગપુરના વિરાટેશ્વર મંદિરના મંડપમાંનાં સુરસુંદરીઓનાં શિલ્પાંકન તેમજ શિવનું ચતુર-નૃત્ય-દશ્ય, જબલપુર પાસે ભેડાઘાટના ચોસઠ યોગિની મંદિરમાંની ઘંટાલી, શકિની, ફણેન્દ્રી, વૈષ્ણવી, ભીષણી, દર્પ હારી, જાહ્નવી, ઉત્તાલા, ગાંધારી, વગેરે નામાંકનયુકત યોગિની પ્રતિમાઓ તથા ત્યાંથી નૃત્યગણેશની પ્રતિમા, સોહાગપુરમાંથી મળેલ યોગ-નરસિંહ, વિષ્ણુ, શેષશાયીની મૂર્તિઓ તથા શ્રીકૃષ્ણની બાળલીલાનાં દશ્યો ધરાવતી લાંબી પટ્ટીઓ વગેરે હૈહય શૈલીનાં ઉત્તમ દષ્ટાંત ગણાય છે.
૫) ગુજરાત-રાજસ્થાન-માળવા આ વિસ્તારમાં આ કાલ દરમ્યાન ભાષા અને કલામાં પણ લગભગ સમાન સ્વરૂપ પ્રવર્તતું હતું, તેથી ભાષાની જેમ આ પ્રદેશની શિલ્પશૈલી “મારુ-ગુર્જરીલી” નામે ઓળખાવા લાગી છે. ગુજરાતના સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સમર્થ રાજવીઓની આણ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવાના કેટલાક ભાગો પર પ્રવર્તતી હતી. આથી પરસ્પરના પ્રભાવથી એક સમાન કલાશૈલીનો પ્રાદુર્ભાવ અને પ્રસાર થયો હોવાનું જણાય છે. ગુજરાતના ચાલુકયો, રાજસ્થાનના ચૌહાણો અને માળવાના પરમારોના પ્રોત્સાહનથી સ્થાપત્યની સાથે શિલ્પકલાનાં વિકાસને ભારે વેગ મળ્યો. આ શૈલીનાં શિલ્પો સજીવ, સુડોળ અને તત્કાલીન લઘુચિત્રામાં જોવા મળે છે એવી લાંબી અણિયાળી કીકીસહિત કોતરેલી આંખ જેવાં તરી આવતાં લક્ષણો ધરાવે છે. અલબત્ત, સ્થાનિક વેશભૂષા જેવી લાક્ષણિકતાઓના સંદર્ભમાં આ શૈલીના પ્રાદેશિક પેટા પ્રકારો પણ પાડી શકાય એમ છે.
ગુજરાતનાં ૧૧મી સદીનાં શિલ્પ સપ્રમાણ દેહ અલંકારયુકત, દ્વિભંગ કે ત્રિભંગવાળાં નાજુક જણાય છે. અલંકારો, દેહરચના, કેશગૂંફન વગેરે અનેક