________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા
૧૮૯
લગતાં દશ્યો પણ સરસ રીતે કંડારાયાં છે. ત્રિપુરા કમ્ (કર્નલ જિલ્લો)માંથી મળેલ અને મદ્રાસ મ્યુઝિયમમાં સચવાયેલ મહિષાસુરમર્દિની દુર્ગાની મૂર્તિ અને હૈદ્રાબાદ મ્યુઝિયમમાં સંગૃહિત નવગ્રહપટ્ટ આ શૈલીના કલાત્મક નમૂનાઓ છે.
માયસોરના હોલસાળ મૂલત: પશ્ચિમી ચાલુકયોના સામંત હતા. આથી એમની. કલાશૈલી ચાલુકય ધાટીની છે. અલબત્ત, હેયસાળ શૈલી મંદિરોની જેમ શિલ્પ પણ વિશિષ્ટ શૈલી ધરાવે છે. સ્થૂળ દેહ, ટૂંકું કદ અને લગભગ ઘરેણાંથી લદાયેલાં હોવા છતાં આ મૂર્તિ શિલ્પ આંખને ગમે એવાં બન્યાં છે. વિષ્ણુવર્ધને ૧૨ મી સદીના પૂર્વાર્ધ દરમ્યાન કરાવેલાં સંખ્યાબંધ મંદિરે પૈકી વેલાપુર(વેલૂર) અને દ્વારસમુદ્ર(હલેબીડ)નાં મંદિરો તેમનાં પીઠ અને મંડોવર પરની દીવાલો પરની શિલ્પસજાવટને લઈને પ્રસિદ્ધ છે. હાથીઓ, મકર, હંસ, ઘોડેસવારો, ગજસવારો વગેરેના થર મૂર્તિવિધાનની વિગતે સહિત સરસ રીતે કંડાર્યા છે. દર્પણમાં પ્રતિબિંબિત થતા પોતાના રૂપ પર ઓવારી જતી, કાંડા પર બેઠેલા પોપટ સાથે ગુફતેગો કરતી, સ્નાન પછી વસ્ત્રપરિધાન કરતી, નૃત્યનું એક દશ્ય પૂરું કર્યા. પછી વિરામ લેતી, તંતુવાઘના તારને છેડતી, પ્રિયતમને માટે સુવાસિત પુષ્પો ચૂંટવા કદબવૃક્ષ નીચે ઊભેલી નવયૌવનાની આ વિવિધ સંસારલીલાઓ હલેબીડના કલાસિદ્ધોએ ખૂબ ધીરજ અને કૌશલપૂર્વક કંડાર્યા હોવાથી શિલ્પ મનમોહક બન્યાં છે. વળી હલેબીડના નૃત્ય કરતા ગણેશ, નૃત્ય કરતાં સરસ્વતી, ગજેન્દ્રમોક્ષ અને, ગજાતક હોયસાળ શૈલીનાં ઉત્કૃષ્ટ શિલ્પ ગણાય છે. બેલૂરનાં શિલ્પો પૈકી ગોવર્ધનધારી કૃષ્ણનું શિલ્પ સરસ નમૂનો છે. સોમનાથપુરનું મંદિર નાનું છતાં શિ૯૫ની. વિગતોની બાબતમાં અતિ સમૃદ્ધ છે. આ મંદિરોનું વેણુગોપાલનું શિલ્પ વેલૂરના ગોવર્ધનધારીના શિલ્પને મળતું આવે છે.
સુદૂર દક્ષિણમાં ૧૦મી સદી દરમ્યાન પલ્લવ શિલ્પકલાના પ્રભાવવાળી ચળ શિ૯૫ક્ષાનો વિકાસ થયો હતો, જેનું સ્વરૂપ ગયા પ્રકરણમાં તપાસેલું છે. પ્રસ્તુત કાલમાં આ ચોળ શિલ્પશૈલી એના વિકાસની ચરમ સીમાએ પહોંચી. ૧૧મી સદીના પૂર્વાધમાં ચોળસમ્રાટ રાજરાજ અને રાજેન્દ્ર બંધાવેલાં મહામંદિરોમાં એના ઉત્કૃષ્ટ નમૂના દષ્ટિગોચર થાય છે. આમાં પણ રાજરાજે તાંજોરમાં બંધાવેલ બૃહદીશ્વર મંદિર અને તેના પુત્ર રાજેન્દ્ર ગંર્ગકૉડળમમાં કરાવેલ ગંગકોંડાળેશ્વર મંદિર ચેળ શિલ્પકલાના અદ્ભૂત ખજાનારૂપ છે. ચાળ શિલ્પમાં બ્રહ્મા, વિષ્ણુ, લક્ષ્મી કૃષ્ણ, શિવ, નટરાજની મૂર્તિઓ, ઋષિઓ, દેવ-દેવીઓ, રાજા રાણીની પ્રતિમાઓ ઉપરાંત મંદિરના સ્તંભ પરનું સુંદર નકશીકામ પ્રશસની છે. મૂર્તિશિલ્પો લાવણ્યપૂર્ણ અને ભાવવાહી હોવાથી જીવંત લાગે છે.