________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા
દાખવ્યું છે. મંદિરને અર્ધ-ખીલેલ કમળ જેવા ઘાટનો કેન્દ્રીય ઘુંમટ અદૂભુત છે. તેની પાંખડીઓ એટલી પાતળી પારદર્શક અને કુશળતાપૂર્વક કરેલી છે, કે તેને જોતાં પ્રેક્ષક મંત્રમુગ્ધ બની જાય છે.
રાજસ્થાનમાં ચંદ્રાવતી, નાડોલ, સાદડી, રાણકપુર, કિરાડુ, બિકાનેર, વગેરે સ્થાનેથી મુખ્યત્વે જૈન ધર્મને લગતાં શિલ્પ મળ્યાં છે. ચંદ્રાવતીમાંથી મળેલી અને હાલ સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ મ્યુઝિયમમાં સુરક્ષિત તીર્થંકર પ્રતિમા ૧૦મી સદીના અંતની કે ૧૧ મી સદીના આરંભની ચંદ્રાવતીની શિલ્પકલાને મનોહર નમૂનો છે. બિકાનેરમાંથી મળેલ જૈન દેવી સરસ્વતીની મૂર્તિ નોંધપાત્ર છે. ત્રિભંગમાં ઊભેલાં દેવીના નીચેના ભાગમાં બંને બાજુએ એક એક વીણાવાદિની કન્યા અને દેવીના મસ્તકની બંને બાજુએ એક એક માલાધર ગંધર્વ જોવા મળે છે. દેવીએ પોતાના ચાર હાથમાં અનુક્રમે માળાયુકત વરદ મુદ્રા, કમળ, પુસ્તક અને જળપાત્ર ધારણ કરેલ છે. આભૂષણોમાં રત્નજડિત મુકુટ, કુંડળ, બે હાંસડીઓ, લાંબી પંચસેરી. માળા, ભારે બાજુબંધ, બબ્બે વલયો, પહોળો કટિબંધ, અલંકૃત કટિમેખલા અને પગમાં ત્રણ સેરવાળાં સાંકળા પહેર્યા છે. દેવીના મસ્તક ફરતું પ્રભામંડળ અને એની છેક ઉપર જવાલાકાર કમાન કંડારી છે. દેવીના પગ પાસે અંજલિમુદ્રામાં બેઠેલ દંપતીની આકૃતિ મૂર્તિ ભરાવનાર દાતાની હોવાનું જણાય છે. આસનન નીચે વાહન હંસ ખૂબ નાના કદમાં કંડાર્યું છે. સફેદ આરસની આ લાવણ્યમયી પ્રતિમામાં અલંકારો ખૂબ કાળજીપૂર્વક કંડાર્યા છે. આ મૂર્તિ ૧૨મી સદીની પશ્ચિમ. ભારતીય કલાને સરસ નમૂનો ગણાય છે. બિકાનેર પાસે રાજોરગઢમાંથી મળેલું એક સુંદર સ્ત્રી-મસ્તક મનોહર કેશરચનાને લઈને ભારે પ્રશંસા પામ્યું છે. ૧૨મી સદીના આ શિલ્પમાં મસ્તક પર આગળના ભાગમાં સેંથીની બંને બાજુએ ચારચાર ગોળાકાર ગુચ્છા રાખવા, બાકીના વાળને પાછળ અંબોડામાં ગૂંથી એના પર પુષ્પગુચ્છની સજાવટ કરવી, કાનની આગળના વાળને આગળની બાજુ ગોળ કલાત્મક વળાંક આપવો અને મસ્તક પર ધારણ કરેલું મુકતાભરણ વગેરે આ શિલ્પના લાવણ્યમાં અનુપમ વધારો કરે છે.
માળવામાં પરમારોના આશ્રયે સાહિત્ય અને કલાનો વિકાસ થયો હતો. પરમાર નરેશ ભાજદેવે ધારાનગરીના સરસ્વતી મંદિરના મુખ્ય ખંડમાં સ્થાપેલી સરસ્વતીની મૂર્તિ માળવાની લાલિત્યપૂર્ણ શૈલીને સર્વોત્તમ નમૂનો છે. ઉદયપુરમાં ઉદયાદિત્યે .. બંધાવેલું નીલકંઠ કે ઉદયેશ્વર મંદિર પણ આ શૈલીનાં શિલ્પ ધરાવતું ૧૧મી સદીના . મધ્યનું વિખ્યાત મંદિર છે. માળવાનાં શિલ્પોમાં ખજુરાહો અને ગુજરાતનાં શિલ્પાનો . પ્રભાવ સ્પષ્ટ જણાય છે.