________________
૧૯૪
ભારતીય પ્રાચીન શિલ્પકલા
દેવનાં વાહન તરીકે પણ એ પૂજાતાં. આ વાહનો જુદા જુદા ગ્રામદેવતાઓનાં પ્રતીક હોવાનું મનાય છે.
પ્રાચીન કાળમાં કાલાતીત પ્રકારનાં શિલ્પનિર્માણનાં અનેક કેન્દ્રો જાણમાં આવ્યાં છે. પંજાબનું તક્ષશિલા, ઉત્તર પ્રદેશનાં મથુરા, ભીટા, રાજઘાટ, શ્રાવતી, અહિચ્છત્ર, કૌશામ્બી, મધ્ય પ્રદેશમાં ગવાલિયર પાસેનું પદ્માવતી; બિહારનાં પાટલિપુત્ર, બકસાર, વૈશાલી તથા બંગાળના તામ્રલિપ્તિ(તાલુક), મહાસ્થાન વગેરે એનાં મુખ્ય કેન્દ્ર હતાં. દક્ષિણ ભારતમાં હૈદરાબાદ વિસ્તારમાંથી પણ આ પ્રકારનાં શિલ્પ મળ્યાં છે.
કાલાધીન શિલ્પ બીબામાં ઢાળીને બનાવવામાં આવેલાં છે, આમાં પહેલાં કોઈ પણ શિલ્પ પર ભીની માટી દબાવીને એની છાપ લેવામાં આવતી. તેને અગ્નિમાં પકાવતાં તેનું બીબું તૈયાર થતું આ બીબામાં માટીના લદા દબાવી એમાંથી ઉપસાવેલ શિલ્પ પ્રાપ્ત થતું. તેને જરૂરિયાત મુજબ સફાઇબંધ અને સુશોભનયુકત કરવામાં આવતું. આમ બીબાની મદદથી એક જ સ્વરૂપનાં અસંખ્ય શિલ્પ પ્રાપ્ત થતાં. આમાં કલાનું તત્ત્વ જેના પરથી બીબું બનાવાતું એ શિલ્પની રચના પર આધારિત રહેતું. શિલ્પ બનાવવામાં એકવડાં કે બેવડાં બીબાંઓનો પ્રયોગ થતો. એકવડા બીબાથી અંશમૂર્ત શિલ્પ તૈયાર થતું, જયારે બેવડા બીબાથી પૂર્ણ મૂર્ત શિલ્પ તૈયાર થતું. બેવડા બીબાથી શિલ્પ ભારે વજનનાં બનતાં. આથી એનું વજન ઘટાડવા માટે આગળ અને પાછળનાં બે બીબાંઓની મદદથી શિલ્પને બે ભાગમાં તૈયાર કરી પછીથી તેને જોડવામાં આવતું, જેથી એમાં વચ્ચે પોલાણ રહેતાં શિલ્પનું વજન ઘટી જતું. આજે આ બેવડા બીબાની પદ્ધતિએ માટીનાં રમકડાં બને છે. જો કે પ્રાચીન કાલમાં મુખ્યત્વે એકવડા બીબાને પ્રયોગ થતો.
કાલાતીત અને કાલાધીન બંને પ્રકારનાં શિલ્પાને અગ્નિમાં પકવતાં પહેલાં તેમના પર માટીનું પાતળું અસ્તર લગાવવામાં આવતું, જેથી પાકયા પછી તેમના પર ચમક આવતી. જુદી જુદી રીતે પકવવાથી એ શિલ્પો જુદા જુદા રંગ ધારણ કરતાં. કેટલાંક શિલ્પ પર પછીથી રંગ કરેલો પણ જોવા મળે છે.
કાલાધીન પ્રકારનાં શિલ્પોના પ્રારંભિક કક્ષાના બે નમૂના મથુરામાંથી મળી આવ્યા છે. બંને નમૂના સ્ત્રીદેહના છે. દેહભાગ ચપટો અને સપાટ તેમજ પેટ, લિત બ અને સ્તનપ્રદેશની ભારે રચના એ તેની વિશેષતા છે. પહેલો નમૂનો મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સંગૃહીત છે. તેના હાથ સિવાયનાં અંગોપાંગ યથાવત છે. એને દેહ ભારે અલંકારથી લદાયેલો છે. એના મસ્તકની પાછળ પ્રભાવલી જેવી ચક્રાકાર રચનામાંથી વાળની લટો ખભા પર લટકતી દર્શાવી છે. કેડને ફરતી ભારે