________________
૧૮૪
ભારતીય પ્રાચીન શિલ્પકલા
દેવાંગના અને અપ્સરાઓને સમાવેશ થાય છે. એમની સંખ્યા ઘણી મોટી છે. ' તેમને આકર્ષક અંગભંગીઓમાં કંડારી છે. આમાં એમને કયાંક સ્નાન બાદ વાળમાંથી પાણી નિચોવતી, પગે અળતો લગાવતી, બાળકો કે પશુ-પક્ષીઓ સાથે મસ્તી કરતી, વીણા-બંસી વગેરે વાદ્યો વગાડતી, દડે રમતી, પત્ર લખતી (આકૃતિ ૪૨) એમ વિવિધ સ્વરૂપે દર્શાવી છે. આ પ્રતિમાઓમાં ભારતીય સાહિત્યમાં વર્ણવેલ અનેક નાયિકાઓના ભેદ મૂર્તિમંત થતા જોવા મળે છે. જેવા વર્ગમાં તત્કાલીન જીવનની ઝાંખી કરાવતાં ઘરગથ્થુ દશ્યોને સમાવેશ કરી શકાય. પાંચમા વર્ગમાં પશુપક્ષીઓનાં શિલ્પ આવે છે. પશુઓમાં શાર્દુલ, અને વાનરનો અને પક્ષીઓમાં શુક-સારિકા, મયૂર અને હંસનો વિશેષ પ્રયોગ થયો છે. ખજુરાહોના કલાસિક્કોએ એમનું અંકન વાસ્તવિક અને પ્રભાવોત્પાદક રીતે કર્યું છે.
ખજુરાહોના આ કલાભંડારમાં પૂર્વ-મધ્યકાલીન જીવન સાકાર થયેલું જોવા મળે છે. વેશભૂષા, પ્રસાધનો, સંગીત, નૃત્ય, શિકાર, યુદ્ધ, રતિક્રીડારત યુગલો વગેરે અનેક દશ્ય અહીં જોવા મળે છે. રતિક્રીડારત યુગલોનાં દશ્યમાં કામસૂત્રમાં વર્ણિત બધાં આસનને સાકાર કરવાનો પ્રયાસ થતો જણાય છે. શિલ્પ-શુંગારને આટલે પ્રચુર અને વ્યાપક આયામ ભારતના કોઈ અન્ય કલા કેન્દ્રમાં જવલ્લે જ જોવા મળે છે.
ખજુરાહોની પ્રતિમાઓમાં સુંદરીઓનાં કમનીય પાતળી કાયા, વિવિધ અંગભંગી, લચક અને ઉઠાવ, હાવભાવ, ચેષ્ટાઓ અને અલંકારો પ્રત્યક્ષ કરવામાં કલાકારોની અલૌકિક પ્રતિભા અને કલાકૌશલનો પરિચય મળે છે. કલ્પનાની સૂક્ષ્મતા, વૃત્તિ, વૈભવ અને વિશ્લેષણની નવીનતા, આકાર-પ્રકારની મનોહરતા અને રૂપાંકનની ગહનતા તેમ જ વિવિધતાની બાબતમાં ખજુરાહોનાં મંદિરો અજોડ છે.
ચંદેલ્લા રાજા કીર્તિવર્માના સમય(૧૧મી સદી)ની બૌદ્ધ, હિંદુ અને જેના ધર્મોને લગતી કલાકૃતિઓ મહેબાની આસપાસના વિસ્તારમાંથી મળી છે. એમાં બોધિસત્વ સિંહનાદ અને પાપાણિ અવલોકિતેશ્વરની મૂર્તિઓ શ્રેષ્ઠ છે. જમણા -હાથમાં નાગ વીંટયું ત્રિશૂળ ધારણ કરીને મહારાજ લીલાસનમાં સિંહ પર બેઠેલા સિંહનાદના જટામુકુટની પાછળ કમળપત્રનું પ્રભામંડળ કંડાર્યું છે. તેમની જટામાંથી
છૂટી પડીને સ્કંધ પર પથરાયેલી લટમાં સૈકાઓ પછી પણ ગુપ્ત કલાને પ્રભાવ , ટકી રહેલો હોવાનું સૂચવે છે. બોધિસત્ત્વની બેસવાની છટા, અંગ પર ધારણ કરેલા વૈવિધ્યપૂર્ણ અલંકારે, સિંહનું પરંપરાગત પણ કાળજીપૂર્વકનું આલેખન, મરોડદાર અક્ષરોમાં લખાયેલ અભિલેખ વગેરેને કારણે આ મૂર્તિ અનુપમ બની છે. અવલકિતેશ્વરની મૂર્તિ પણ આવાં જ લક્ષણો ધરાવતી સરસ પ્રતિમા છે. મહોબામાંથી