________________
૧૮૨
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
જોવા મળે છે. આ શૈલી સમકાલીન બુંદેલખંડની શિલ્પ શૈલીને મળતી આવે છે. કુતુબમિનાર પાસેથી મળી આવેલ વિષણુનું મૂર્તિશિલ્પ આ શૈલીને ઉત્તમ નમૂન છે.
૪) મધ્ય ભારત મધ્ય ભારતમાં બુંદેલખંડમાં-ખજુરાહો અને મહોત્સવનગર (મહાબા)માં ચંદેલ્લા રાજાઓના પ્રોત્સાહનથી રથાપત્ય અને શિલ્પકલાનો ઉત્તમ સમન્વય સધાયેલો જોવા મળે છે. બુંદેલખંડની શિલ્પલી નિયમબદ્ધ છે, છતાં એમાં જડતા આવી નથી. મૂર્તિશિલ્પમાં રૂપક્ષમતા અને લાવણ્યયોજન અદભુત રીતે સિદ્ધ થયાં છે. નિરર્થક શારીરિક અંગવિન્યાસને અહીં અભાવ છે. સપ્રમાણ દેહસૌષ્ઠવમાં વિવિધ અંગભંગીઓ પ્રયોજવાથી મૂર્તિઓ મનોહર બની છે. એમાં ગંભીર અને હાસ્ય જેવા પરસ્પર વિરોધી ભાવની રજૂઆત થઈ છે. આમ મનોવૈજ્ઞાનિક ભાવોની સૂક્ષ્મ અભિવ્યકિતથી બુંદેલખંડની સુઘાટયકલા અદ્વિતીય ખ્યાતિ પામી છે. આમાં ખજુરાહોનાં શિલ્પ જગવિખ્યાત બન્યાં છે.
છત્રપુર જિલ્લામાં આવેલું ખજુરાહો ઉત્તર ભારતની નાગર શૈલીનાં મંદિરોના શ્રેષ્ઠ નમૂના ધરાવે છે. આ મંદિરોમાં સ્થાપત્યકીય અંગોનાં સુસંયોજનને લાવણ્યપૂર્ણ શિલ્પાથી અનુપમ રીતે સજાવ્યાં છે. અહીં ૮૫ મંદિરો બન્યા હોવાનું કહેવાય છે, પણ એ પૈકી આજે ૨૫ જોવા મળે છે. આ બધાં મંદિરોની રચનાશૈલી અને તેમનું શિલ્પ-વિધાન લગભગ સમાન તત્ત્વો ધરાવે છે. શૈવ, વૈષ્ણવ કે જૈન મંદિરો વચ્ચે તે તે ધર્મ-સંપ્રદાયની કેટલીક વિશેષ મૂર્તિઓને બાદ કરતાં તેમનાં સુશોભનાત્મક શિલ્પ વચ્ચે કોઈ અંતર વરતાતું નથી. ૯મી થી ૧૨ મી સદી દરમ્યાન બંધાયેલાં આ મંદિરો પૈકી ઉત્તરકાલમાં બંધાયેલાં લક્ષ્મણ, પાર્શ્વનાથ, વિશ્વનાથ, કેદારિયા વગેરે મંદિરોમાં વાસ્તુ અને શિલ્પકલા પૂર્ણ પણે પાંગરેલી જણાય છે.
ખજુરાહોમાં ઉપલબ્ધ અસંખ્ય મૂર્તિ શિલ્પને પાંચ વર્ગોમાં વહેંચી શકાય : પહેલા વર્ગમાં ઉપાસના માટે બનેલી દેવ-પ્રતિમાઓનો સમાવેશ થાય છે. આ પ્રતિમાઓ પૂર્ણમૂર્ત ઘડાયેલી છે. તેમને મંદિરના ગર્ભગૃહો કે અન્ય વિશેષ સ્થાન પર પ્રતિષ્ઠિત કરેલી હતી. આમાંની મોટાભાગની પ્રતિમાઓ સીધી ઊભી કે સમભંગ સ્થિતિમાં છે. કેટલીક મૂર્તિઓનું કદ ઘણું મોટું છે. બીજા વર્ગમાં પરિવાર દેવતા કે પાર્શ્વ-દેવતાને સમાવેશ થઈ શકે. તેઓ મુખ્યત્વે બહારની દીવાલો પર કે ગવાક્ષોમાં જોવા મળે છે. એમાં દિપાલો, ગણ અને જૈન મંદિરમાં જૈન શાસન-દેવતાઓ વગેરેની મૂર્તિઓ દષ્ટિગોચર થાય છે. ત્રીજા વર્ગમાં