________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા
૧૮૧
આછા અલંકારોને સ્થાને સુડોળ લાલિત્યમય અંગવિન્યાસ અને વિપુલ અલંકાર સજાવટ પ્રયોજાવા લાગે છે. સાંપ્રદાયિક શિલ્પમાં આધ્યાત્મિકતાને આછો ભાવ પણ વ્યકત થયો છે. ૧૨મી સદીના મહાકવિ જયદેવ વગેરેના સાહિત્યમાં સાંસારિક ભાવોનું વ્યાપક નિરૂપણ થયું છે. આ વિસ્તારની પ્રતિમાઓમાં પણ સાંસારિક ભાવ અને શારીરિક સૌંદર્ય દર્શાવવાની તત્પરતાના મૂળમાં પણ એ વલણ રહેલું જણાય છે. બુદ્ધ ગયા, રાજગૃહ, ચંપા, રાજશાહી, દિનાજપુર, ઢાકા, સિલહટ વગેરે અનેક સ્થળોએ આ શૈલીને વિકાસ થયો હતો. આ શૈલી કાશ્મીર, નેપાળ, તિબેટ, થાઈલેન્ડ, જાવા, સુમાત્રા અને સિલાનમાં પણ પ્રસાર પામી હતી.
આ શૈલીની ઘણી ખરી મૂર્તિઓ બૌદ્ધ ધર્મને લગતી અને કેટલીક શૈવ, વૈષ્ણવ અને શાકત સંપ્રદાયોને લગતી મળી છે.
કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સંગૃહીત મંજુશ્રી, મારીચી, ઉષ્ણીષવિજ્યા, ઢાકામાંથી મળેલી અવલોકિતેશ્વરની પ્રતિમા કલાત્મક બૌદ્ધ પ્રતિમાઓ છે. કલકત્તાના નાહર સંગ્રહની હેવજ નામના તાંત્રિક બૌદ્ધ દેવતાની ૧૨મી સદીની પ્રતિમામાં દેવતાને દેવી સાથે રતિક્રીડામગ્ન દર્શાવ્યા છે. આ પ્રકારની નગ્ન યબ-મૂમ(કીડારત) મૂર્તિઓને તિબેટની બૌદ્ધકલામાં વ્યાપક પ્રસાર થયો હતો.
સેન રાજાઓએ કર્ણાટક વિસ્તારમાં ઉગમ પામેલ સદાશિવ સ્વરૂપને અપનાવી એનો બંગાળમાં વ્યાપક પ્રસાર કર્યો. ઇન્ડિયન મ્યુઝિયમમાં સંગૃહીત પ્રસ્તુત કાલની સદાશિવની પ્રતિમા આ શૈલીનું સુંદર દષ્ટાંત છે. ચર્ચિત કાલની વિષની મૂર્તિએમાં આયુધોનું માનુષવિધાન લુપ્ત થયેલું જણાય છે.
બિહારમાં મહાનાલમાંથી મળેલ ગંગાની મૂર્તિ અને બંગાળમાંથી મળેલ ચામુંડા, સ્કંદ અને નૃસિંહનાં મૂર્તિ શિલ્પો સુઘાટય કલાના પ્રસ્તુતકાલના સરસ નમૂના ગણાય છે. આમાં ગંગાની મૂર્તિ ઉત્તમ છે. દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત આ ૧૨મી સદીની પ્રતિમામાં કલ્પવૃક્ષની નીચે હાથમાં જલપાત્રો લઈ ઊભેલી ગંગા બતાવી છે. તેના ઉપવસ્ત્રના છેડાની ગડીઓનદી-તરંગોની સૂચક છે. મસ્તકને ફરતું કલ્પવૃક્ષઅંકિત મંડલ ગંગા-સ્નાનથી સર્વ ઇચ્છાઓની પૂર્તિનું સૂચન કરે છે. રૂપક્ષમતા, લાવણ્ય અને ભાવાભિવ્યકિતને આમાં સુમેળ સધાયો છે.
ઉત્તર પ્રદેશમાં કનોજના ગાફડવાલો અને તોમરો તથા ઉત્તરકાલમાં ચૌહાણોના સમયમાં એક શિલ્પશૈલી પાંગરી હતી. વાંકડિયા વાળની નાની નાની લટોમાં એને અલગ અલગ ગૂંથવી એ આ શૈલીની તરી આવતી વિશેષતા છે. એકંદરે રૂઢિબદ્ધ હોવા છતાં, એમાં મોહકતા પણ નજરે પડે છે. ઉત્તરકાલમાં એમાં સુશોભન-પ્રચૂરતા વધતી