________________
૧૭૬
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
કમળ, લીલી (એક વાસંતિક ફૂલ) તથા મોતીયુકત યજ્ઞોપવીત, સિંહમુખની એક આકૃતિવાળો બાજુબંધ, કમરબંધ વગેરે મુખ્યત્વે રાષ્ટ્રકૂટ અને અંશત: પશ્ચિમી ચાલુકય શૈલીના પ્રભાવનાં સૂચક છે.
૯મી સદીના ઉત્તરાર્ધમાં કાવેરી પ્રદેશના તાંજોરમાં ચોળ રાજ્યની સ્થાપના થઈ ને ૧૦ મી સદીમાં તેને પ્રભાવ અને પ્રસાર વધવા લાગ્યો. આ વંશના રાજાઓ રાજકીય ઉત્કર્ષની જેમ સાંસ્કૃતિક અભ્યદયમાં પણ રસ ધરાવતા હતા. ગંડરાદિત્યની રાણી શેમ્બિન્માદેવીએ રાજ્યમાં ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં હતાં. કુંભકોણમ્, કિળયુર, શ્રીનિવાસનવ્રુર વગેરે સ્થાનોનાં મંદિરોમાં કંડારાયેલાં શિલ્પોમાં પૂર્વ ળાલીન શિલ્પશૈલી અભિવ્યકત થતી દષ્ટિગોચર થાય છે. આને ચોળ શૈલીના પ્રાથમિક તબક્કાની કલાશૈલી પણ કહે છે. આકૃતિઓની રચનામાં આયોજનકૌશલ, અંગઉપાંગો દર્શાવતી રેખાઓની નાજુકાઈ, અંગભંગમાં વરતાત મૃદુતા અને મહકતા તેમજ કેટલાંક તાજગીભર્યા અભિનવ તત્ત્વો વગેરે આ કલાશૈલીનાં લક્ષણો છે. દેહસૃષ્ટિ પાતળી ઊંચી અને ઉત્તરકાલીન પલ્લવકલાને મુકાબલે બિલકુલ હળવી કુલ જેવી છે. લાંબી મુખાકૃતિઓ મનમોહક છે. આમાં અલંકાર-સજાવટ બારીક વિગતપૂર્ણ છે. તારકસબવાળા મુકુટ ને પવિત્ર સૂત્ર, હાંસડી, સિંહમસ્તકની આકૃતિવાળો કમરબંધ, કમરની ડાબી બાજુએ અવશ્વની કિનારની પંખાકાર વલીઓની ગોઠવણી, ભરતકામ કરેલાં વસ્ત્રો વગેરે મૂર્તિ શિલ્પની સુંદરતામાં વધારો કરે છે. કુંભકોણમૂના નાગેશ્વરસ્વામી મંદિરના ગવાક્ષોમાં કંડારેલાં પાતળી દેહયષ્ટિવાળાં શિલ્પ, તિરુકોવિલૂર પાસે ળિયૂરમાં આવેલા શિવમંદિરના દ્વારપાલો, શ્રીનિવાસનલૂરના કુરંગનાથેશ્વર મંદિરનાં અંશમૂર્ત શિલ્પ વગેરે ૧૦ મી સદીની ચોળ કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. આ લક્ષણો ૧૧મી સદીમાં પણ ચાલુ રહેલાં હોવાનું તાંજોર અને ગંગકડચોળપુરનાં મહામંદિરો જોવાથી જણાય છે.
સુદૂર દક્ષિણમાં પડયા રાજ્યમાં ૮ મી સદીમાં અનેક સ્થાપત્યો બંધાયાં. આ સ્થાપત્યો પર પૂર્વકાલીન પલ્લવ શૈલીના પ્રભાવવાળાં શિલ્પો દષ્ટિગોચર થાય છે. તિરૂમલાઈપુરમ્ નું શૈલમંદિર પૂર્વકાલીન પાંડપકલાનું સારું દષ્ટાંત પૂરું પાડે છે. એના બ્રહ્મા, નૃત્ય કરતા શિવ તથા વિષ્ણુ અને ગણેશનાં શિલ્પમાં દેહનું સ્થૂળપણું અને અન્ય સુશોભનની સજાવટમાં સાદાઈ એ આ કલાની નોંધપાત્ર વિશેષતા છે. આ ગુફાના દ્વારપાલો પણ પલ્લવ દ્વારપાલોને બિલકુલ મળતા જણાય છે. તિરુપૂરંકુર્ણ, સેન્દ્રમર, કુનકુડી, ચોક્કમપટ્ટી અને અન્ય સ્થળોએ પણ કંડારાયેલી ગુફાઓ પર આ શૈલીનાં અંશમૂર્ત શિલ્પો નજરે પડે છે.