________________
૯. પૂર્વ મધ્યકાલીન શિલ્પકલા
(ઈ. સ. ૧000 થી ઈ. સ.-૧૩૦૦)
ઉત્તર-મધ્યકાલમાં સ્થાપત્યની માફક શિલ્પકલામાં પણ વિશેષ ઉન્નતિ થઈ. આ કાલમાં શિલ્પકલા મંદિર-સ્થાપત્યને આશ્રિત બની. છૂટી મૂર્તિઓ જૂજ પ્રમાણમાં મળે છે. અગાઉ મંદિરોના આવરણમાં બનતાં મૂર્તિશિલ્પોને ઉદ્દેશ મંદિરને દેવના આવાસ (સુમેરુ, કલાસ વગેરે) પર્વતે સૂચિત કરવાનું હતું, તે અહી લુપ્ત થઈ જાય છે. અને હવે એ મૂર્તિ ઓ મંદિરના શણગારની સામગ્રી બની રહે છે.
૧) સામાન્ય લક્ષણે શૈલી અને વિષયની દષ્ટિએ આ કાલની કલાની શિલ્પકલાનાં કેટલાંક નંધપાત્ર લક્ષણો આ પ્રમાણે છે:
૧) હર્ષોત્તર કાલમાં જે જે મુખ્ય મુખ્ય દેવનો વિકાસ થઈ ચૂકયો હતો તેમના સ્વરૂપનું બારીક વિવેચન થવાને કારણે એમના અનેક ભેદ અને ઉપભેદ પ્રચલિત થયા. અનેક પ્રકારનાં દેવીએ, માતૃકાઓ, યોગિનીઓ, યક્ષિણીઓ અને શાસન-દેવતાઓનો ભરપૂર વિસ્તાર થયો. આ વધતા જતા ભેદોને અનુરૂપ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. એ દેવતાઓનું સામર્થ્ય સૂચવવા માટે મૂર્તિમાં ઘણા હાથ અને વિવિધ પ્રકારનાં આયુધોનો વ્યાપક પ્રયોગ થવા લાગ્યો.
૨) વજયાન, સહજયાન, સિદ્ધસંપ્રદાય, તાંત્રિક મત, શાકમત વગેરે મતાંતરોના કારણે જીવનને કર્મણ્ય પક્ષ શિથિલ થયો. આ શિથિલતા જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ સ્ત્રી-પુરુષ સંબંધી ગુહ્ય ભાવોએ સંભ્રાંત ધાર્મિક ચર્ચાનું સ્થાન લીધુ. બ્રહ્માનંદનો રસાનુભવ સહજમાં પ્રાપ્ત થનારા સંભોગસુખના રસાનુભવની કલ્પનાથી મપાવા લાગ્યો. આ કાલમાં સ્ત્રી-પુરુષની નગ્ન મૂર્તિઓ શિ૯૫ તેમ જ ચિત્રકલામાં પણ બનવા લાગી. આ પ્રકારનાં કામ-રત યુગલોનાં મૂર્તિ-શિલ્પ ખજુરાહો, ભુવનેશ્વર, પુરી વગેરે સ્થળોનાં મંદિરોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.
૩) જેમ આ કાલના સાહિત્યમાં મૌલિકતાની અપેક્ષાએ પાંડિત્ય પ્રદર્શનનું વલણ વ્યાપક હતું અને દાર્શનિક ક્ષેત્રમાં પણ નવા નવા વિચારો આત્મસાત કરવા કે નવા વિચારક્ષેત્રો સર કરવાને બદલે પોતાના જ કેન્દ્રમાં ફર્યા કરવાની વિચારપદ્ધતિ વ્યાપક હતી, તેમ કલાના ક્ષેત્રમાં પણ વ્યકિતત્વનો હ્રાસ થવા લાગ્યો. બધી