________________
૧૫૦
ભારતીય પ્રાચીન શિ૯૫લા
આભૂષણો અને બારીક કલાત્મક વસ્ત્રસજાવટ-યુકત છે. વારાહી માતૃકાના બે હાથમાં બાળક એક હાથ ખાલી અને એક હાથે ઉપવસ્ત્રનો છેડો પકડેલો છે. સમભંગમાં ઊભેલાં પાર્વતીના ઉપલા બે હાથમાં અનુક્રમે શિવલિંગ અને ગણપતિ, નીચલો એક હાથ વરદમુદ્રામાં અને એક હાથે ખંડિત છે. તપ કરતાં પાર્વતીને ફરતી અગ્નિજ્વાલાઓ કંડારી છે. તેમના મસ્તક પર ચાપાકારે દર્શાવેલાં નવ મસ્તકો નવ નાગો કે નવ ગ્રહોનાં સૂચક છે.
વડોદરા પાસે ટીટેઈમાંથી મળેલ વીણાધર શિવ અને પાર્વતીની મનોહર મૂર્તિમાં ચતુર્ભુજ શિવ બે હાથ વડે વીણા અને બીજા બેમાં ત્રિશૂળ અને સર્પધારી ઊભા છે. તેમની બાજુમાં ચતુર્ભુજ પાર્વતીએ બે હાથ વડે બાલસ્વરૂપ કાર્તિકેયને તેડયા છે, એક હાથમાં પદ્મ છે અને એક હાથ નીચે ઊભેલા મયૂર પાસે લટકે છે. શિવની પાછળ વાહન નંદી ઊભેલ જણાય છે.
અકોટા વલભી અને અન્ય સ્થળોએથી મળેલી આ કાલની શ્રેષ્ઠ ધાતુપ્રતિમાઓનો પરિચય અલગ પરિશિષ્ટમાં અપાયેલો છે.
રાજસ્થાનમાંથી પણ ઉપરોકત લક્ષણોવાળી મ્ તિઓ મળી આવી છે. આબુદેલવાડામાં આવેલા જગન્નાથ મંદિરમાંની શેષશાયી ચતુર્ભુજ વિષ્ણુ, બેઠેલી કૌમારી, ચામુંડા અને વારાહી માતૃકાઓની પ્રતિમાઓ, તેમજ વાલિયરની આસપાસથી મળેલ સ્ત્રીશિલ્પો એનાં દષ્ટાંતરૂપ છે.
૬) દખણ અનુગુપ્તકાલ દરમ્યાન દક્ષિણાપથના આ વિસ્તાર પર વાકાટકોના અનુગામી ચાલુકયોની સત્તા પ્રવત. આ વંશના રાજા પુલકેશી ૧લાએ વાતાપિ (બદામી) વસાવી ત્યાં રાજધાની ખસેડી. તે અને તેને પુત્ર કીર્તિરાજ અને પત્ર પુલકેશી રજો વિદ્યા અને કલાના પ્રોત્સાહકો હતા. આથી શિલ્પકલાને પણ ભારે ઉત્તેજન મળ્યું. આથી ઈ. સ. ૫૫૦ થી ૭૫૦ દરમ્યાન અસ્તિત્વમાં આવેલી વિશિષ્ટ શિલ્પશલીને તેમના નામ પરથી પશ્ચિમી ચાલુક્ય શૈલી તરીકે ઓળખવામાં આવે છે.
આ શૈલીમાં પૌરાણિક ઉપાસનાનું જોમ જુસ્સાપૂર્વક પુન: જાગરણ થતું જણાય છે. શિલ્પો તેમનાં સમતુલન, ઘડતર અને કદમાં સપ્રમાણ, સામર્થ્ય યુકત અને ભાવપૂર્ણ છે. આથી આ શિલ્પોને એમની સુસંવાદિતાની બાબતમાં ગ્રોસેટ (Grousset) જેવા વિદ્વાને એથેન્સ અને ફોરેન્સનાં શિલ્પો કરતાં ચડિયાતાં ગણાવ્યાં છે. શરૂઆતનાં શિલ્પો પર ગુપ્તકાલની પ્રશિષ્ટકલાની છાપ, ખાસ કરીને પાતળી દેહદષ્ટિ, ધ્યાનમગ્નતા વગેરેની બાબતમાં વરતાય છે. આમાં થયેલું ઊડતા ગંધર્વોનું આલેખન