________________
અનુ-ગુપ્તકાલીન શિ૯૫લા
ધારણ કર્યું છે. બંનેએ બાજુબંધ તથા બીજા સિંહમુખાકૃતિવાળા અલંકારો પહેર્યા છે. તેમના હાથ તર્જની અને વિસ્મયમુદ્રામાં અને પાશ તથા મોટા કદની ગદા, ધારણ કરતા બતાવ્યા છે. મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત આ ૭મી સદીના દ્વારપાલો વિજ્યવાડાના કોઈ શિવમંદિરને શોભાવતા હોવાનું લાગે છે. બિચ્ચોલ વિસ્તારમાંથી પણ આ શૈલીની એક શિલામાંથી કંડારેલી ગણપતિની ભવ્ય કદાવર પ્રતિમા મળી આવી છે. સમય જતાં આ શૈલીનો વિજયાદિત્ય રજા અને વિજયાદિત્ય ૩જાના સમયમાં ઘણો વિકાસ થયેલો દષ્ટિગોચર થાય છે.
તામિલભાષી વિસ્તારમાં પશ્ચિમી ચાલુકયોના હરીફ પલ્લવોની સત્તા જામી હતી. પલ્લવ નરેશ મહેન્દ્રવર્મા એટલો વિદ્યા અને કલાનો ચાહક હતો કે તે “વિચિત્રચિત્ત” તરીકે ઓળખાતો. તેણે પોતાના મોસાળ પક્ષના વિષ્ણુકું ડીઓએ કંડારાયેલ ગુફામંદિરોના અનુકરણમાં તામિલભાષી વિસ્તારમાં સર્વપ્રથમવાર ગુફામંદિરો કોરાવ્યાં. તેને પુત્ર નરસિંહવર્મા (ઈ. સ. ૬૦૦–૬૫૦) પણ એવો જ કલાપ્રેમી રાજવી હતો. બંને રાજાઓએ કંડારાયેલાં ગુફામંદિરો પૈકી મામલ્લપુરમ્ પાસેનાં મંડપ અને રથ પ્રકારનાં સ્મારકો વિખ્યાત છે.
આ કાલની પલ્લવ શિ૯૫શલી પર પશ્ચિમી ચાલુકયો અને વિષ્ણુ કુંડીઓની કલાને કેટલોક પ્રભાવ પડેલો છે. આમાં મુખ્યત્વે પ્રસંગશિલ્પો કંડારાયાં છે. તેમાં જીવનની શમતા તથા મૃદુતા મૂર્ત થાય છે. વળી એમાં ગતિની સંયમિત દ્વારા સમતુલા અને ગૌરવનો સાક્ષાત્કાર પણ થાય છે.
તિરુચિરાપલ્લી, તિરુકળુકુણરમ, કીળમાંવિલંગ તેમજ અન્ય સ્થળોએથી આ શૈલીના પ્રારંભ કાળનાં શિલ્પો મળે છે. તિરુચિરાપલીમાંનું ગંગાના પ્રવાહને જટામાં ગૂંચવતા શિવ, તિરુકબુકણરમૂમાં કંડારાયેલ કોઈ રાજવંશીનું શિલ્પ, દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત વિષણુ-પ્રતિમા તથા કાંચીપુરમમાંથી મળેલી અને એ જ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી સમસ્કંદ શિવ-પાર્વતીની મૂર્તિ એનાં સરસ દષ્ટાંત ગણાય છે. આમાંની ચતુર્ભુજ વિષણુની મૂર્તિમાં દેવ સમભંગ સ્થિતિમાં ઊભા છે. તેમના ઉપલા બે હાથમાં ચક્ર અને શંખ છે. નીચલો-જમણે હાથ અભયમુદ્રામાં છે જ્યારે ડાબા હાથે અધોવસ્ત્રને ‘હસ્તિ-સૌડિક’ મુદ્રામાં ધારણ કર્યું છે.
મામલ્લપુરમમાં “પંચપાંડવ-મંડપ' નામની ગુફાની અંદર અર્જુન-તપશ્ચર્યાનું ભવ્ય શિલ્પ કંડાર્યું છે. આશરે ૩૦ મીટર ઊંચા અને ૧૦.૩ મીટરની પહોળાઈ ધરાવતા શૈલ-ફલકને આકૃતિઓથી ભરી દેવો એ કોઈ અલ્પ પરિશ્રમનું ફળ હોઈ શકે નહિ. શિલ્પકારે આમાં પુરાણના પ્રસંગને તાદશ કર્યો છે. અર્જુનની સાથે સમગ્ર પાર્થિવ જગતને પણ એણે જાણે ધ્યાનમગ્ન હોય એવી રીતે મૂર્ત કર્યું છે