________________
૧૫૪
ભારતીય પ્રાચીન શિ૯૫લા.
બૌદ્ધ, ૧૩ થી ૨૯ બ્રાહ્મણ અને ૩૦ થી ૩૪ જૈન ધર્મને લગતી છે. આમાંની બૌદ્ધ ગુફાઓ ઈ. સ. ૬૦૦ થી ૭૫૦ દરમ્યાન કંડારાયેલી છે, તેથી એનાં શિલ્પોનું નિરૂપણ અહીં અભિપ્રેત છે. આ શિલ્પ વિરાટ કદનાં જોમ-જુસ્સાવાળાં અને બૌદ્ધ મૂર્તિવિધાન અનુસાર કંડારેલાં જણાય છે. આ શિલ્પમાં અભિવ્યકિતનું ગાંભીર્ય, અંતર્મુખ શમતા અને આધ્યાત્મિક ગૌરવની છાપ ઊઠતી નથી. મૂર્તિ શિલ્પમાં ગૌતમબુદ્ધ, બોધિસત્ત્વો, બૌદ્ધ દેવીઓ, યક્ષ-યક્ષિીઓ, નાગરાજ વગેરે નોંધપાત્ર છે. | ગુફા નં. ૧ ની વરંડાની ડાબી બાજુની દીવાલ પર બૌદ્ધ દેવતા જન્મેલનું શિલ્પ કંડાર્યું છે. તેનું સ્વરૂપ હિંદુ દેવ કુબેરને મળતું જણાય છે. મોટું ઉદર, એક હાથમાં કમળ-નાળ અને બીજામાં નાણાકોથળી જણાય છે. તેના મસ્તક પર રત્નજડિત મુકુટ અને ખભે રતનજડિત યજ્ઞોપવીત પણ છે. ગુફા નં. ૨ ચેત્યગુફા છે. એમાંની મુખ્ય મૂર્તિમાં ઉપદેશમુદ્રામાં બેઠેલા બુદ્ધની ભવ્ય પ્રતિમા કંડારી છે. તેમની આજુ બાજુ ચામરધારી ઊભા છે. ગર્ભગૃહની બહાર ચામરધારીઓને મળતાં આવતાં દ્વારપાળાનાં શિલ્પ છે. તેમના મસ્તક પર પુષ્પમાળાઓ લઈને ઊડી રહેલાં ગંધર્વયુગલ જોવા મળે છે. દ્વારપાળોના શિલ્પ પાસે કેટલીક સ્ત્રીમૂર્તિઓ કંડારી છે જે ઓળખી શકાઈ નથી. | ગુફા નં. ૩માં કમળનાળ ધારણ કરતા બુદ્ધ, તેમની બાજુમાં નાગરાજ અને અવલોકિતેશ્વરનાં શિલ્પ જોવા મળે છે. આ ગુફાના સ્તંભો પરની ઘટપલ્લવની ભાત આકર્ષક છે. ગુફા નં. ૪માં પ્રલમ્બપાદાસનમાં બેસીને ધર્મચક્ર પ્રવર્તાવતા બુદ્ધ અને તેમની ડાબી બાજુએ બધિસત્વ અવલોકિતેશ્વર ઊભેલા જોવા મળે છે. એમની જમણી બાજુએ બૌદ્ધ દેવી ગૂ કુટીનું સુંદર શિલ્પ છે. તેના એક હાથમાં કમંડળ અને બીજામાં પુષ્પમાળા છે. ગુફાની ડાબી દીવાલ પર કંડારેલ સ્ત્રીમૂર્તિના એક હાથમાં કમળ અને બીજામાં ફૂલમાળા હોવાથી તે દેવી તારા હોવાનું મનાય છે.
ગુફા નં. ૫માં કંડારેલું બોધિસત્વ અવલોકિતેશ્વરનું શિલ્ય પ્રસિદ્ધ છે. તેમના જમણા હાથમાં પુપમાળા અને ડાબા હાથમાં કમળનાળ, મસ્તક પર જટામુકુટ અને ડાબા સ્કંધ પર મૃગચર્મ છે. તેમની આસપાસ તારા અને વૃકુટી જોવા મળે છે. ગુફા નં. ૬માં પણ અવલોકિતેશ્વર અને તારાદેવી ઉપરાંત મહામાયૂરીદેવીનું શિલ્પ ધ્યાન ખેંચે છે. ગુફાની ડાબી દીવાલ ઉપર ત્રણ હરોળમાં બુદ્ધનાં શિલ્પો જોવા મળે છે. સ્તંભ પરની ઘટપલ્લવની ભાત અને તેમની ટોચ પરનાં શાર્દૂલ અને કિચકનાં શિલ્પો તેમ જ દ્વારશાખાઓ પરનાં ગંગા અને યમુનાનાં શિલ્પ મનેહર છે. આમાંનાં ગંગા અને યમુનાનાં અંકનો બૌદ્ધ કલામાં પણ કેટલાંક હિંદુ ધર્મનાં કલાપ્રતીકો અપનાવી લેવાયાં હોવાના સ્પષ્ટ પુરાવારૂપ જણાય છે. ગુફા નં. ૮ માં