________________
૭: અનુગુપ્તકાલીન શિલ્પકલા
અને ભૌમિતિક આકૃતિઓને આનુષંગિક સ્થાન અપાયું છે. ગજ, સિંહ વગેરે પ્રાણીઓની આકૃતિઓ ઓછી સંખ્યામાં પણ ગણનાપાત્ર કદમાં નજરે પડે છે.
દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની સરખામણીએ ફૂલવેલની ભાત અને ભૌમિતિક આકૃતિઓ સુશોભન રેખાંકનો તરીકે ઘણા ઓછા પ્રમાણમાં પ્રજાઈ છે.
૪) બુદ્ધની મૂર્તિમાં હવે વજપકને સ્થાને વિશ્રાંતિ મળે એ માટે તેમને પ્રલંબપાદાસનમાં બેસાડવાનો પ્રકાર પ્રચલિત થયો જે ટૂંક સમયમાં ભારત વ્યાપી પ્રસાર પામ્યો.
૨) ઉત્તર ભારત આ કાળ દરમ્યાન સારનાથની પ્રશિષ્ટ કલા-પરંપરાએ ઉત્તર ભારતમાં મ્ ર્તિઓ ઘડાતી રહી, કમનસીબે ઘણાં શિલ્પો તેમના સ્થાપત્યની સાથે નાશ પામ્યાં હોવાથી તેમનું સર્વાગી સ્વરૂપ તારવવું મુશ્કેલ છે. ગંગા-યમુનાના દોઆબમાં મથુરા, સારનાથ તથા અન્ય સ્થળોએ શિલ્પ બનતાં રહ્યાં. આ શિલ્પમાં ગુપ્તકાલીન પ્રશિષ્ટ શિલ્પકલાનાં વળતાં પાણી થયેલાં જણાય છે. આમ છતાં હજી એમાં મૃદુતા, સૌંદર્ય અને ભાવવ્યંજનાનાં તો બહુ ઘટી ગયેલાં વરતાતાં નથી. | મથુરા પ્રદેશમાંથી મળેલી એક સ્ત્રી મૂર્તિને કટિ નીચેનો ભાગ અને સંકીસાની પદ્મપાણિની મૂર્તિ બંને કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમની શિલ્પસમૃદ્ધિમાં રત્નો સમાન ગણાય છે. ૭ મી સદીની આ બંને મૂર્તિઓ ગુપ્તકાલીન સુઘાટયકલાને પૂર્ણપણે અભિવ્યકત કરતી ઉત્તમ કલાકૃતિઓ છે. એમાં પણ નારી-મૂ તિ ના રૂપાંકનમાં કલાકારે અદ્દભુત કૌશલ્ય દાખવ્યું છે. એમાં એ ડાબી બાજુ તરફ ડગ ભરતી હોવાથી દેહને ત્રિભંગ રચાયો છે. બારીક મલમલનું અધોવસ્ત્ર પગની ઘૂંટી સુધી પહોંચે છે. તેના ઉપલા છેડા કટિની ડાબી બાજુએ એવી રીતે ગાંઠેલા છે કે જેથી નીચેના ભાગમાં સળંગ ઊભી મનોહર વલ્લીઓ આકાર પામી છે. તેણે પહેરેલા લાંબા ઉર:સૂત્રના નીચલા છેડે રત્નજડિત ગોળ પેન્ડલ દષ્ટિગોચર થાય છે, જે તેણીના ડાબા જાનુને સ્પર્શ કરી રહ્યું છે. તેણે પગમાં ભારે નૂપુર પહેર્યા છે. પાતળી કટિ નીચે તરફ જતાં સહજપણે ભારે બની છે. મૃદુતા, લાવણ્ય અને સપ્રમાણ મૂર્તિવિધાનને લઈને આ શિલ્પ ગુપ્તોત્તર કલાનો શ્રેષ્ઠ નમૂને ગણાયું છે. પાપાણિની મૂર્તિમાં ઘાટ, રેખા અને ભાવ વચ્ચે સુંદર સમન્વય. થયો છે. મથુરા પ્રદેશમાંથી મળેલી અને હાલ કલકત્તાના ઉપરોકત મ્યુઝિયમમાં સુરક્ષિત સરસ્વતી, પંચિકા, હારીતિ અને નાગદંપતીનાં શિલ્પમાં આ કાલની. કલાનાં લક્ષણો પ્રતિબિંબિત થાય છે. ભા. પ્રા. શિ.-૧૦