________________
૭: ગુપ્ત-વાકાટક કલનાં પ્રશિષ્ટ શિક
૧૪૩
અંશે મળતી આવે છે, જ્યારે એમાંની લક્ષ્મી એનાડીમાંથી મળેલ પલ્લવ લક્ષ્મીની ધાતુમાં બનેલી શ્રી વલ્સની પ્રતીકાકૃતિ સાથે સામ્ય ધરાવે છે. માડુગુલામાંથી શિવનું સપરિવાર અંકનવાળું સજીવતાપૂર્ણ શિલ્પ મળ્યું છે. એવી રીતે બ્રહ્માનું પણ ત્યાંથી એક દ્વિભુજ શિલ્પ મળ્યું છે. વિજયવાડા મ્યુઝિયમમાં સુરક્ષિત શિવપ્રતિમા પૂર્વ-પલ્લવકાલીન કલા શૈલીને સરસ નમૂનો છે. ૫ મી સદીની આ પ્રતિમામાં દ્વિભુજ શિવ ડાબો હાથ સાથળ પર ટેકવીને અને જમણા હાથમાં કુહાડી ધારણ કરીને લલિતાસનમાં બેઠેલા છે. તેમના પગ પાસે નંદી બેઠો છે. આ આરસની પ્રતિમામાં જટાજૂટ, પહોળા સ્કંધ, પાતળી કટિ, સપ્રમાણ દેહ, સામર્થ્ય પૂર્ણ ભાવવાહી મુખમુદ્રા શિલ્પને પ્રભાવોત્પાદક બનાવે છે. આ શિલ્પ એની પૂર્વવતી સાતવાહન અને ઇક્વાકુ કલાને ઉત્તરકાલીન પલ્લવકલાની સાથે સાંધતી કડી રૂપ છે.